android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana: તાલુકામાં 12,675 નાગરિકોને નવા અને સુધારેલા ચૂંટણી કાર્ડનું વિતરણ કરાયું
calendar_today September 4, 2026

Mahesana: તાલુકામાં 12,675 નાગરિકોને નવા અને સુધારેલા ચૂંટણી કાર્ડનું વિતરણ કરાયું

મહેસાણા તાલુકામાં નોંધાયેલા નવા મતદારો અને ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરાવનાર કુલ 12,675 નાગરિકોને નવા ચૂંટણી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીના મતદારોને બીએલઓ દ્વારા રૂબરૂ સંપર્ક કરીને ચૂંટણી કાર્ડ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આગામી 9 અને 11, સપ્ટેમ્બરના રોજ ભાસરીયા અને છઠીયારડામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેન્કીંગ સુવિધાઓ અને સમાજ સુરક્ષા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર જ ત્વરિત સુધારા-વધારા કરાવી શકશે. હજુ બાકી રહી ગયેલા મતદારોએ જે-તે વિસ્તારના બીએલઓ પાસે નવા ચૂંટણી કાર્ડ તેમજ સુધારા કરાવી શકશે.મહેસાણા મામલતદાર ગૌતમ વાણીયાએ જણાવ્યું હતું કે, તા.1.1.26 થી તા.1.9.26ના સમયગાળા દરમિયાન ફોર્મ નંબર-6ના આધારે 5,246 નવા ચૂંટણી કાર્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફોર્મ નંબર-8 હેઠળ 7,429 કાર્ડમાં જરૂરી સુધારા-વધારાની કામગીરી પૂર્ણ કરી વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત કુલ 12,675 જેટલા સુધારેલા અને નવા ચૂંટણી કાર્ડ સંબંધિત મતદારો સુધી સફ્ળતા પૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. જેથી આગામી ચૂંટણીમાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: મોઢેરા ચોકડીએ પેસેન્જર ભરવાની તકરારમાં યુવકની હત્યામાં 2 ઝબ્બે, 2 વોન્ટેડ
calendar_today September 4, 2026

Mahesana: મોઢેરા ચોકડીએ પેસેન્જર ભરવાની તકરારમાં યુવકની હત્યામાં 2 ઝબ્બે, 2 વોન્ટેડ

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં પેસેન્જર ભરવા બાબતે થયેલી જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી કેસમાં એ- ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસ સમક્ષ આરોપી માજીદખાને કબૂલાત કરી છે કે તેણે સાકીર સાથે મળીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી સાબીરહુસેનની હત્યા કરી હતી. ગત તા. 30 ઓગસ્ટના રોજ સાકીરહુસેન સૈયદે પેસેન્જર ભરવાની બાબતે સાબીરહુસેન ગુલામરસુલ સૈયદ સાથે બોલાચાલી કરી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેને મોઢેરા ચોકડી બોલાવી સાકીર, માજીદખાન, યુનુસખાન તેમજ તેના ભાણેજે એકસંપ થઈ સાબીરહુસેન પર છરી જેવા ધારદાર હથિયાર વડે ગળા અને પાંસળીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે સાબીરહુસેનનું મોત નીપજતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બાતમીના આધારે હીરાનગર પાસેથી સાકીરહુસેનને દબોચી લીધો હતો, જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત માજીદખાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસ સકંજામાં આવી ગયો હતો. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ બનાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kadi: રિક્ષા ચોરી બાદ લોખંડના ફરેમ ચોરતા બે શખ્સો ઝડપાયા
calendar_today September 4, 2026

Kadi: રિક્ષા ચોરી બાદ લોખંડના ફરેમ ચોરતા બે શખ્સો ઝડપાયા

કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષા તેમજ લોખંડના ર્ફ્મા ની ચોરીના બનાવનો ભેદ ઉકેલી કડી પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસે બંને પાસેથી ચોરીની રિક્ષા અને લોખંડના ર્ફ્મા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા એસપી હિમાંશુ સોલંકી (IPS) તથા કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડી પોલીસ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. તે સમયે PI એ.એસ.રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. દવે તથા સર્વેલન્સ સ્ટાફ્ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.દ દરમિયાન પો.સ.ઇ. આર.બી. દવેને મળેલી બાતમીના આધારે બોરીસણા-ફુલેત્રા રોડ ઉપર નવી બની રહેલી નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી લોખંડના ર્ફ્માની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં તેમણે તા.31 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે બોરીસણા-થોળ રોડ ઉપરથી રિક્ષાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ચોરી કરેલી રિક્ષા લઈને તેઓ નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લોખંડના ર્ફ્મા ચોરવા પહોંચ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BY-4849 વાળી રિક્ષા કિંમત રૂ.1.50 લાખ તથા રૂ.30 હજારની કિંમતના લોખંડના ર્ફ્મા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અમરતભાઈ બળદેવભાઈ નનુભાઈ દંતાણી, હાલ રહે. બોરીસણા, તા.કડી, જી.મહેસાણા તથા નઈમખાન મતલુબ કાસમ શેખ, હાલ રહે. બોરીસણા-ફુલેત્રા રોડ ઉપર જેટ કિંગ ફેબ્રિકેશનની દુકાનમાં, મૂળ રહે. અડોલી ગામ, તા.જી. બુલંદશહર, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. રિક્ષા ચોરી અંગે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુના નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward