android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: SRP જૂથ-3 મડાણા ખાતે DGP કપ ખો - ખોની ટુર્નામેન્ટમાં ફાઈનલ સંપન્ન
calendar_today October 25, 2026

Palanpur: SRP જૂથ-3 મડાણા ખાતે DGP કપ ખો - ખોની ટુર્નામેન્ટમાં ફાઈનલ સંપન્ન

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ખેલદિલી, શારીરિક સજ્જતા અને પરસ્પર સમન્વયની ભાવના સુદ્રઢ કરવાના આશયથી આયોજિત ગુજરાત પોલીસ ડીજીપી કપ 2026 અંતર્ગત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-3, મડાણા ખાતે કબડ્ડી કલસ્ટરની સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના ભાગરૂપે ખો-ખો રમતની પુરુષ અને મહિલા વિભાગની અત્યંત રોમાંચક ફાઈનલ મેચો યોજાઈ હતી. આ તકે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમ દરમ્યાન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ મેદાનમાં સિક્કો ઉછાળીને ફાઈનલ મુકાબલાની વિધિવત શરૂઆત કરાવી હતી તેમજ ખુરશી ગ્રહણ કરી જીવંત મેચ નિહાળતા પોલીસ જવાનો અને રમતપ્રેમી દર્શકોનું મનોબળ પુરું પાડયું હતું. રમતગમતની સાથોસાથ મંત્રીએ જૂથ-3 મડાણાના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ યુનિટ દ્વારા પ્રદર્શિત આપત્તિ વ્યવસ્થાપન સાધન-સામગ્રી અને ફિલ્ડ કામગીરીના એક્ઝિબિશનનું ઝીવણટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કુદરતી કે માનવસર્જિત હોનારતો સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક ગિયર ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈમરજન્સી લાઈટિંગ સિસ્ટમ અંગે મંત્રીએ ઉપયોગી ટેકનિકલ સૂચનો આપ્યા હતા અને પોતાના વહીવટી અનુભવના આધારે ડિઝાસ્ટર ટીમને કટોકટીની પળોમાં ત્વરિત કામગીરી માટે પ્રેરક માર્ગદર્શન પુરું પાડયું હતું. ખેલ પ્રદર્શન વચ્ચે રમાયેલી મહિલા ખો-ખો ફાઈનલમાં અમદાવાદ રેન્જ સામે શાનદાર રણનીતિ અને ઝડપ દર્શાવી વડોદરા રેન્જની મહિલા ટીમ વિજેતા બની હતી. જ્યારે પુરુષ વિભાગના રોમાચંક ફાઈનલ જંગમાં આર્મડ યુનિટ અને જેલ વિભાગ આમને-સામને ટકરાયા હતા જેમાં શરૂઆતથી જ દબદબો જાળવી રાખીને આર્મડ યુનિટની ટીમે ચેમ્પિયન ટ્રોફિ પોતાને નામ કરી હતી. મેચની પૂર્ણાહુતિ બાદ સેનાપતિ દિનેશસિંહ ચૌહાણ દ્વારા વિજેતા ટીમોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આઉપરાંત મદદનીશ સેનાપતિ આર.એલ. ડાંખરા દ્વારા મડાણા પધારેલી ખો-ખો મેચની ટેકનિકલ ઓફિશિયલ ટીમને મોમેન્ટો અર્પણ કરી, સમગ્ર સ્પર્ધાનું સુચારુ અને પારદર્શક સંચાલન કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ પોલીસ વાયરલેસ ઈન્સ્પેક્ટર રા.અ.પો.દળ, જૂથ-3 મડાણા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: જોધપુરથી કચ્છ તરફ જતી લકઝરી બસમાં ચોરખાના બનાવી દારૂ - બિયરના જથ્થાની હેરાફેરીનું કરતૂત પકડાયું
calendar_today October 25, 2026

Patan: જોધપુરથી કચ્છ તરફ જતી લકઝરી બસમાં ચોરખાના બનાવી દારૂ - બિયરના જથ્થાની હેરાફેરીનું કરતૂત પકડાયું

પાટણ જિલ્લા ગ્રામ્યમાં તહેવારોના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શંખેશ્વર પોલીસને રવિવારે પરોઢે જેસડા હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફ્ળતા મળી હતી. પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી લક્ઝરી બસ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે બસમાં સવાર અન્ય એક શખ્સ શંખેશ્વર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફ્ળ રહ્યો હતો.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ, શંખેશ્વર પીઆઈ સહિતના સ્ટાફની ટીમ રવિવારે રાત્રિ તેમજ પરોઢના સુમારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સમી તરફ્થી આવતી લકઝરી બસ નંબર AR.01.V 0606ને જેસડા - શંખેશ્વર વચ્ચે અટકાવી પોલીસે ચાલકની પુછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન લકઝરી બસના ચાલક દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં પોલીસને શંકા જતાં બસમાં તપાસ દરમિયાન શરાબનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. આથી બસને પોલીસ સ્ટેશને લાવી તેમાં તપાસ કરવાથી અલગ-અલગ ચોર ખાનાં બનાવેલાં હોવાનું સામે આવ્યું હતું. તેમજ બસની સાઇડમાં પણ આવાં ચોરખાનાં બનાવી વેલ્ડિંગ કરીને કલર કરી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે વેલ્ડરને સ્થળ ઉપર બોલાવી વેલ્ડિંગ તોડીને ચોરખાનાં ખોલાવ્યાં હતાં. અને તેમાંથી પણ વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુરથી વાયા માળીયા થઈ કચ્છ તરફ્ લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. શંખેશ્વર પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિદેશી દારૂની પેટી 85 બિયરની પેટી 212 મળી કુલ 6,061 નંગ દારૂ-બિયરની ટીન અને બોટલો કબજે કરવામાં આવ્યાં હતાં. જેની અંદાજિત કિંમત રૂ. 12,12,300 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લક્ઝરી બસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 22,17,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે લકઝરી બસના ચાલક બીજારામ ઓમારામ ચોધરી રહે ઢાઢણી જી. જોધપુર વાળાને ઝડપી ઝડપી પાડી કુલ ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. આ ઉપરાંત બસમાં સવાર અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો. શંખેશ્વર પોલીસે બસ ચાલક બીજારામ ઓમારામ ચોધરી(રહે. ઢાઢણી, જિ. જોધપુર)ની ધરપકડ કરીને બસમાંથી ભાગી છુટનાર ધર્મેપાલસિં કેશરીસિંહ રાઠોડ(રહે. ભુરડીયા, બાડમેર, રાજસ્થાન), શરાબ મોકલનાર કિશનસિંહ દીપસિંહ ગોગાદેવ રહે. કીતુ ધીરપુરા, જોધપુર તેમજ ગાંધીધામ ખાતે શરાબનો જથ્થો મંગાવનાર શખ્સ વિરૂદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેસને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Mahuva: મહુવા-અંબિકા તાલુકામાં 6.28 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત
calendar_today October 25, 2026

Mahuva: મહુવા-અંબિકા તાલુકામાં 6.28 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

મહુવાટાઉન : મહુવા-અંબિકા તાલુકાના મજૂર થયેલા 6.28 કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કરાયું હતું. જેમાં વડિયા ગામે 40.82 લાખ, દેદવાસણ ગામે 27.87 લાખ, મિયાંપુર ગામે 39.63 લાખ અને ઢુઢેસાં ગામે 22.31 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલ બનાવાશે. આ ઉપરાંત વેલણપુરગામ 41.16 લાખ, નિહાલી ગામે 40.63 લાખ, નરડા ગામે 81.77 લાખ, વાછાવાડ ગામે કામ 40.72 લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવેના કામો કરાશે તથા સિંચાઇ યોજનાનાં કામોમાં બોરિયા ગામે 49.55 લાખ, કાની ગામે 32.44 લાખ, કરચેલીયા ગામે 53 લાખ, વાંક ભગવાનપુરા ખાતે 26.25 લાખ, સાંબા ખાતે 81.22 લાખ તથા વહેવલ ખાતે 50.85 લાખના ખર્ચે બોક્સ કલ્વર્ટના કામો કરાશે. ધારાસભ્યે જણાવ્યું હતું કે આકોમો થવાથી ગામનાં ખેડૂતો, પશુપાલકો, વિદ્યાથીઓ અને રાહદારીઓને વર્ષોથી પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને ચોમાસામાં પૂરની સમસ્યામાંથી લોકોને કાયમી મુક્તિ મળશે. આ પ્રસંગે અંબિકા તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન પટેલ, રમિલાબેન પટેલ, હર્ષદભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ તથા ગામનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward