android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana : જિલ્લામાં લેન્ડ રેકોર્ડ્ઝ કર્મચારીઓની હડતાળની અસર; 46,120 અરજીઓ પેન્ડિંગ
calendar_today October 26, 2026

Mahesana : જિલ્લામાં લેન્ડ રેકોર્ડ્ઝ કર્મચારીઓની હડતાળની અસર; 46,120 અરજીઓ પેન્ડિંગ

મહેસાણા જિલ્લામાં લેન્ડ રેકોર્ડ્ઝ વર્ગ-3 કર્મચારી મંડળની હડતાળ બાદ 1,421 અરજીઓનો જ નિકાલ કરવામાં આવ્યો છે. જયારે 46,120 અરજીઓ હજુ પેન્ડીંગ છે. સૌથી વધુ કડી તાલુકામાં 10,165 અરજીઓ પેન્ડીંગ છે. ઊંઝામાં 6,150, ખેરાલુમાં 2,254, બેચરાજીમાં 3,068, મહેસાણામાં 7,284, વડનગરમાં 2,286, વિજાપુરમાં 6,722, વિસનગરમાં 6,349,સતલાસણામાં 1,842 અરજીઓનો હજુ નિકાલ કરવાનો બાકી છે. જયારે જોટાણા તાલુકામાં એક પણ અરજી પેન્ડીંગ નથી. સર્વેયરો દ્વારા બાકી રહેતી જમીન માપણી અને અરજી દફતરે કરવાની કામગીરી કરાઈ રહી છે. તેમ છતાં જમીન રી-સર્વેની કામગીરીમાં ખૂબ જ વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો ખેડૂત વર્ગમાંથી ઉઠી છે. હડતાલ બાદ તમામ કર્મચારીઓ પેન્ડીંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય બન્યા છે. મહેસાણા જિલ્લામાં જમીન રી-સર્વેના પ્રમોલગેશનમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ રી-સર્વે માટે જિલ્લાની લેન્ડ રેકર્ડ કચેરીમાં અરજીઓનો મારો થયો છે. હડતાળ બાદ મહેસાણા તાલુકામાં સૌથી વધુ 356 અરજીઓનો નિકાલ કરાયો છે. જયારે સૌથી ઓછી ઊંઝા તાલુકામાં 36 જ અરજીઓનો નિકાલ કરાયો છે. જિલ્લામાં કુલ 22,182 અરજીઓની માપણી કરવાની હજુ બાકી છે. જયારે 23189 અરજીઓ એમટીઆર પાસે બાકી છે. ઊંઝામાં 4,959, કડીમાં 2,101, ખેરાલુમાં 2,229, બેચરાજીમાં 3,065, મહેસાણામાં 2,179, વડનગરમાં 232 , વિજાપુરમાં 3,570, વિસનગરમાં 3,264 અને સતલાસણામાં 583 અરજીઓની હજુ માપણી બાકી છે. છેલ્લા દસ દિવસમાં માત્ર 449 અરજીઓનો જ નિકાલ કરાયો છે. મહેસાણા જિલ્લામાં 11 નવી કચેરીઓ શરૂ કરવામાં આવી હોવા છતાં કામગીરીમાં વિલંબ થતાં ખેડૂતોને જમીન માપણી, રી-સર્વે માટે કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana : 7 વિધાનસભામાં લોકશાહીના પર્વમાં જોડાવવા 6,557 જેટલા નવા યુવા મતદારો નોંધાયા
calendar_today October 26, 2026

Mahesana : 7 વિધાનસભામાં લોકશાહીના પર્વમાં જોડાવવા 6,557 જેટલા નવા યુવા મતદારો નોંધાયા

મહેસાણા જિલ્લામાં મતદારયાદી સુધારણા માટેની ખાસ ઝુંબેશમાં 6,557 નવા મતદારો નોંધાયા છે. જેમાં 25 , ઓકટોબરના રોજ 2,566 નવા યુવા મતદારો નોંધાયા હતા. 7 વિધાનસભા મતક્ષેત્રના 1,991 મતદાન મથકો પર બીએલઓની કામગીરીમાં ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8ના 11, 18 અને 25 , ઓકટોબરના રોજ 33,430 ફોર્મ ભરાયા હતા. ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી બીરેન પટેલના માર્ગદર્શન હેઠળ 18 થી 19 વર્ષના યુવાનોને મતદારયાદીમાં નામ નોંધાવી લોકશાહીના પર્વમાં જોડાવા અનુરોધ કરાયો હતો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ નવા મતદારોના નામ ઉમેરવા, હયાત યાદીની ક્ષતિઓ સુધારવી તેમજ 18 થી 19 વર્ષના નવયુવાનોને પ્રથમ વખત લોકશાહીની પ્રક્રિયામાં જોડવાનો છે. 25 , ઓકટોબરના રોજ મહેસાણા જિલ્લામાં ફોર્મ નં.6 માં પર75 , ફોર્મ નં.7માં 777, ફોર્મ નં.8 માં 6428 અને 18-19 વર્ષ વયજુથના 2566 ફોર્મ મળ્યા હતા. મહેસાણા જિલ્લામાં મતાધિકાર જાગૃતિ અભિયાન અને મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ લાયક મતદાર યાદીમાં નોંધાયા વગર ન રહી જાય તે હેતુથી વ્યાપક સ્તરે નામ નોંધણી અને સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશમાં 1,991 મતદાન મથકો સવારે 10.00 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત બી.એલ.ઓ. ફરજ પર હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : દશેલા ગામના યુવકના મૃતદેહ માટે 10 દિવસથી ટળવળતો પરીવાર
calendar_today October 26, 2026

Gandhinagar : દશેલા ગામના યુવકના મૃતદેહ માટે 10 દિવસથી ટળવળતો પરીવાર

ગાંધીનગરના દશેલા ગામના 29 વર્ષીય યુવક હિરેન આસોઢીયાનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત નિપજ્યા બાદ પરીવારની સ્થિતિ કફોડી બની છે. યુવકના મોતના સમાચારથી ભાગી પડેલા પરિવારને હવે મૃતદેહ માટે રાહ જોવી પડી રહી છે. જેને પગલે એક-એક દિવસ પરીવાર માટે ભારે સદમા સમાન નિવડી રહ્યો છે. યુવકની માતાની સ્થિતી કફોડી બની ગઇ હોવાની વિગતો છે. પિતા બાબુભાઇએ પુત્રની લાશને તાત્કાલિક પરત લાવવા માટે ભારત સરકારની મદદ માંગી છે. કેનેડાની સરકાર દ્વારા હજી સુધી યુવક સહિતના મૃતકોની લાશ દસ દિવસે પણ સોંપી નથી. તપાસના નામે લાશ ન સોંપાતા મૃતકોના પરીવારજનોની ધીરજ ખુટવા લાગી છે.મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે, કેનેડાની સરકારે લાશ ક્યારે આપશે તે સ્પષ્ટ નથી કર્યું, તપાસ હજી ચાલી રહી છે તેવા જ જવાબ મળી રહ્યાં છે. યુવકના પરિવારમાં દસ દિવસથી ભારે શોક છવાયો છે, જેમાં ખાસ કરીને યુવકના માતા-પિતા અને પરીવારજનોને દીકરાની લાશ ના મળે ત્યાં સુધી અન્નજળ ગળે ઉતારવા કઠિન થયા છે. પુત્રના મોતના સમાચાર જાણ્યા બાદ માતા પિતાની આંખો હવે પુત્રના અંતિમ દર્શનની રાહ જોવાઇ રહી છે. હિરેનનો નાનો ભાઇ પિયુષ પોતાના ભાઇની લાશની કાયદાકીય પ્રકીયા પુરી કરવા માટે હાલમાં કેનેડામાં જ ઉપસ્થિત છે અને કેનેડા પોલીસના સતત સંપર્કમાં છે. કેનેડામાં અકસ્માતમાં ચાર-ચાર ભારતીયોના મોતની ઘટના ઘટી છે. પરંતુ ઇન્વિસ્ટીગેશનના નામે દસ દિવસે પણ કેનેડાની સરકાર લાશોનો કબજો સોંપ્યો ના હોવાથી મૃતકનો પરીવારજનો આકુળ વ્યાકુળ બની ગયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward