android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan : સમીમાં તળાવમાં ન્હાવા પડેલા આધેડનું ડુબી જવાથી મોત નિપજ્યું
calendar_today October 26, 2026

Patan : સમીમાં તળાવમાં ન્હાવા પડેલા આધેડનું ડુબી જવાથી મોત નિપજ્યું

સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા માટે ઉતરેલા એક આધેડ વયના પુરૂષનું તળાવમાં ઉગેલી કંમળ કાકડીના વેલાઓમાં ફ્સાઈ જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવતાં જ સ્થાનિકો સહીત તંત્ર દ્વારા તળાવમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સમી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.સમી ખાતે 58 વર્ષીય શ્રીમાળી મનુભાઈ મગનભાઈ સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા ઉતર્યા હતા. પરંતુ તળાવમાં કંમળ કાકડીના વેલા વધું ફાલેલા હોવાથી અંદર ફ્સાઈ જતાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો સહીત મામલતદાર ટીમ અને જી.આર.ડી જવાનોદ્વારા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ત્રણ કલાકની મહામહેનતે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો
calendar_today October 26, 2026

Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના અમલીકરણની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થાય તેવી ઘટના કાંકરેજ તાલુકામાં સામે આવી છે. જિલ્લાની એલસીબી ટીમે આંગણવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરના મકાનમાં દરોડો પાડીને રૂ. 3.04 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, એલસીબી પાલનપુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. આંગણવાડા નિવાસી ખેતુભા નથુભા વાઘેલાના કબજાના ખેતરમાં રહેણાંક મકાનમાં છૂપી રીતે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1000 જેટલો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સમયે આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફ્ળ રહ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલ શિહોરી પોલીસને સોંપી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ થરા પોલીસને સોંપાઈ છે. ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સ્થાનિક તંત્રની ભૂમિકા ચર્ચામાં ઉલ્લેખનીય છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાં સંગ્રહાયેલો હોવા છતાં સ્થાનિક બીટ પોલીસને તેની જાણ ન થવી અનેક તર્ક-વિતર્ક સર્જી રહી છે. બહારની એજન્સીએ આવીને કાર્યવાહી કરવી પડે તે દારૂબંધીના સ્થાનિક અમલ સામે આંગળી ચીંધે છે.જાગૃત નાગરિકો અને સ્થાનિકઆગેવાનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે જિલ્લા પોલીસ વડાએ માત્ર ગુનો નોંધીને સંતોષ ન માનતા, સંબંધિત બીટ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ થતું હતું કે કેમ તેની સમીક્ષા કરવી જોઈએ. ફરજમાં બેદરકારી જણાય તો જવાબદાર કર્મીઓ સામે ખાતાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur : થી ગઠામણનો માર્ગ ગંદકીથી ખદબદતો
calendar_today October 26, 2026

Palanpur : થી ગઠામણનો માર્ગ ગંદકીથી ખદબદતો

પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂા. એક કરોડ જેટલી માતબર રકમ આપવામાં આવી હતી.અને શહેરને સ્વચ્છ બનાવવા માટે સરકારે પ્રેરણા આપી પરંતુ શહેરની સ્થિતિ જોતા કરોડ કાગળ પર વપરાયા હોય તેવી ચર્ચા લોકોમાં ટોક ઓફ ટાઉન બની છે.વળી જ્યાં ખરેખર સ્વચ્છતાની જરૂર છે.એવા ગઠામણ રોડ પર ચીફઓફીસરના રહેણાંક નજીક ન તીવ્ર ગંધ ઉઠી છે.અને રસ્તામાં સંડાસના પાણી ભરાઈ ગયા છે.અને ચીફ ઓફીસરના પેટનુ પાણીય હાલતુ ન હોય તેમ અહીં સ્વચ્છતા અંગે કાર્યવાહી ન કરતા લોકોમાં ભારે આક્રોશ ભભુકી રહ્યો છે. પાલનપુરથી ગઠામણ તરફના માર્ગમાં ગટરના ગંદા પાણી છેલ્લા છ મહીનાથી ઉભરાય છે.આ બાબતે આસપાસના ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક ફરીયાદો કરવા છતા આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.અને ઉલ્ટાની મુશ્કેલીમાં વધારો થયો છે.ગેરકાયદે રીતે વરસાદી પાણીની લાઈનમાં ગટરના જોડાણ કરવામાં આવ્યા છે જે પાણી નજીકમાં આવેલા તળાવમાં ઠાલવવામાં આવી રહ્યુ છે.તેમજ આ રોડ આવેલ કેટલાક રહેણાંકના ગટરના પાણી વરસાદી લાઈનમાં જોડયા હતા.તે કોઈ કારણસર પાઈપ ફુટી જવાના કારણે ગટરના તીવ્ર વાસ મારતુ ગંદુ પાણી રસ્તા પર ઉભરાય છે.જેના કારણે અહીંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે.વળી ગંદા પાણી ભરાઈ રહેતા ચાલતા જતાં લોકોને ગંદા પાણીમાં ચાલવુ પડે છે.અને વાહનો પસાર થાય ત્યારે ગંદા પાણીના છાંટા ઉડવાના કારણે ભારે હાલાકી થાય છે.વળી ગઠામણ પાટીયાથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ગુદા પાણીના કનેકશન આપવાના કારણે હાલાકી ઉભી થઈ છે.તેમજ રસ્તાની બાજુમાં જ આવેલ કેટલાક લોકોએ ગંદા પાણીની લાઈન વરસાદી પાણીની લાઈન સાથે જોડી હતી.તે તડી નાખવાના કારણે ગંદા પાણી રોડ પર ભરાય છે.આમ ન્યુસન્સ ફેલાવવા બાબતે નગરપાલીકા દ્વારા કોઈ પગલાં ન લવા પાછળ પાલિકાના જ અધિકારીની સંડોવણી હોવાનુ લોકોમાં ચર્ચાની એરણે ચડયુ છે.નવાઈની વાત એ છે આ બાબત ચીફઓફીસર ના રહેણાંક નજીકમાં જ હોવા છતા કાર્યવાહી ન કરતાં તેમાં ચીફઓફીસરની ભુમિકા પણ શંકાસ્પદ હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward