android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: શિક્ષિતો જ બની બેઠા જોખમી ખેલાડી! રોંગ સાઈડ ડ્રાઇવિંગનો ત્રાસ યથાવત
calendar_today October 26, 2026

Ahmedabad News: શિક્ષિતો જ બની બેઠા જોખમી ખેલાડી! રોંગ સાઈડ ડ્રાઇવિંગનો ત્રાસ યથાવત

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી રોજબરોજ પસાર થતા લાખો વાહનચાલકો માટે એક ગંભીર સમસ્યા સામે આવી રહી છે. ચાંગોદર, મોરૈયા, મટોડા SEZ અને બાવળા જેવા અતિ વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા અને ભણેલા-ગણેલા શિક્ષિત વર્ગના લોકો જ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને ખુલ્લેઆમ રોંગ સાઈડ પર વાહનો ચલાવી રહ્યા છે, જે અત્યંત શરમજનક અને ચિંતાજનક બાબત છે.માત્ર 100 મીટરના અંતર માટે જીવન સામે જોખમમાત્ર 100 મીટરનું ટૂંકું અંતર કે થોડો સમય બચાવવાની ઘેલછામાં લોકો પોતાના મૂલ્યવાન જીવનને દાવ પર લગાવી રહ્યા છે. આ હાઈવે પર બાઈક ચાલકોથી લઈને કાર અને પુરપાટ ઝડપે દોડતી લોડિંગ રિક્ષાઓ પણ રોંગ સાઈડ પર ફૂલ સ્પીડમાં બેફામ દોડે છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે, સાચી સાઈડ પર નિયમ મુજબ વાહન ચલાવતા નિર્દોષ ચાલકોને સતત ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને રોજ સાંજના સમયે તો રોંગ સાઈડ પર વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે.અકસ્માતો છતાં તંત્રના આંખ આડા કાનસ્થાનિક રહીશો અને નિયમિત મુસાફરોનું કહેવું છે કે, આ હાઈવે પર રોંગ સાઈડ ડ્રાઇવિંગના કારણે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ કે સંબંધિત તંત્ર દ્વારા કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શું મોટી જાનહાનિ પછી જ જાગશે પ્રશાસન?નાગરિકો હવે ખુલ્લેઆમ સવાલો પૂછી રહ્યા છે કે, "શું તંત્ર કોઈ મોટી જીવલેણ દુર્ઘટના કે જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે?" હાઈવે પર બેફામ બનતા રોંગ સાઈડના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ભારે દંડ અને કડક દ્યુતિયાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડામાં દીકરીની છેડતીની ફરિયાદ કરવા ગયેલા દંપતી પર છરી અને મરચાની ભૂકીથી ખૂની હુમલો

Read Full Story arrow_forward
India: 8 વર્ષ જૂની કાનૂની લડાઈનો માત્ર 16 મિનિટમાં અંત! અમિત શાહ પરના નિવેદન કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ
calendar_today October 26, 2026

India: 8 વર્ષ જૂની કાનૂની લડાઈનો માત્ર 16 મિનિટમાં અંત! અમિત શાહ પરના નિવેદન કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની સુલતાનપુર સ્થિત સ્પેશિયલ MP-MLA કોર્ટે ૮ વર્ષ જૂના ફોજદારી બદનક્ષીના કેસમાં સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ ૨૦૧૮ માં ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી બદલ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે રાહુલ ગાંધી પોતે સુલતાનપુર કોર્ટમાં હાજર રહ્યા હતા અને અદાલતે માત્ર ૧૬ મિનિટની કાર્યવાહીમાં આ મોટો ચુકાદો સંભળાવ્યો હતો. ફેંસલો આવતાં જ કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો અને કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.કોર્ટે કયા 3 મુખ્ય આધારો પર રાહુલ ગાંધીને મુક્ત કર્યા?અદાલતે બંને પક્ષોની દલીલો, સાક્ષીઓ અને કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કરીને નીચે મુજબના ૩ નિર્ણાયક આધારો ધ્યાને લીધા હતા.ફરિયાદીની કાનૂની યોગ્યતા (Locus Standi) નો અભાવ, કોર્ટે અવલોકન કર્યું કે ફરિયાદ નોંધાવનાર ભાજપ નેતા વિજય મિશ્રા પોતે આ નિવેદનથી સીધા ભોગ બનનાર પક્ષ (Aggrieved Party) નહોતા. કાયદાકીય રીતે બદનક્ષીના કેસમાં જે વ્યક્તિની પ્રતિષ્ઠાને સીધું નુકસાન પહોંચ્યું હોય તે જ ફરિયાદ દાખલ કરી શકે છે, જેથી ફરિયાદીની કાનૂની પાત્રતા સામે પ્રશ્ન ઊભો થયો હતો.સાક્ષીઓના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ અને પુરાવાની અછતફરિયાદી પક્ષ પોતાના આરોપોને 'વાજબી શંકાથી પર' સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓના નિવેદનોમાં પરસ્પર ગંભીર વિરોધાભાસ જોવા મળ્યો હતો અને જરૂરી સાક્ષીઓને યોગ્ય રીતે રજૂ કરાયા નહોતા.ચૂંટણી રેલીનું નિવેદન – બદનક્ષીભર્યો ઈરાદો પુરવાર ન થયોકોર્ટે નોંધ્યું કે આ નિવેદન કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન એક જાહેર રાજકીય સભામાં આપવામાં આવ્યું હતું. સમગ્ર સંદર્ભને જોતાં તેને બદનક્ષીના ઇરાદાપૂર્વકના કૃત્ય તરીકે ગણવા માટે પૂરતા કાયદાકીય પુરાવા મળ્યા નહોતા.શું હતો 2018 નો સમગ્ર મામલો?વર્ષ 2018 માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભામાં રાહુલ ગાંધીએ તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "ભારતમાં લોકો ભૂલી જાય છે કે ભાજપના પ્રમુખ હત્યાના આરોપી છે. તે જ સત્ય છે."આ નિવેદનને અમિત શાહની પ્રતિષ્ઠા વિરુદ્ધ ગણાવીને ઓગસ્ટ ૨૦૧૮ માં સ્થાનિક ભાજપ નેતા વિજય મિશ્રાએ સુલતાનપુર કોર્ટમાં ફોજદારી માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.આ કેસ 8 વર્ષ સુધી ચાલ્યો હતો. હવે સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે, જ્યારે ફરિયાદી પક્ષે આદેશની નકલ મળ્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે.કોંગ્રેસનો ‘સત્યમેવ જયતે’ નારો, ભાજપનો વળતો પ્રહારફેંસલા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ નેતા પવન ખેરા: તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ 'સત્યમેવ જયતે' નો વિજય છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં માત્ર તથ્યો રજૂ કર્યા હતા અને અદાલતે તે સ્વીકાર્યા છે. તેમણે વળતો વાર કરતાં જણાવ્યું કે અદાલતી નિર્ણય ભલે આવ્યો હોય, પરંતુ દેશના લોકો વરિષ્ઠ નેતાઓ સામે કરાયેલા આવા અનાદરને ક્યારેય ભૂલશે નહીં અને રાજકીય રીતે સજા આપશે. અકસ્માત મામલે SIT તપાસસોમવારે સવારે જ્યારે રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેમના સુરક્ષા કાફલામાં સામેના વાહને અચાનક બ્રેક લગાવતાં પાછળ રહેલાં ૫ વાહનો (એમ્બ્યુલન્સ સહિત) એકબીજા સાથે અથડાઈ ગયા હતા. રાહુલ ગાંધીના વાહનને કોઈ નુકસાન થયું નહોતું અને તેઓ સુરક્ષિત રહ્યા હતા. આ અકસ્માત પાછળ કોઈ સુરક્ષા ક્ષતિ હતી કે અન્ય કારણ, તેની સઘન તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ પણ વાંચો: New Delhi: સુપ્રીમ કોર્ટમાં ECI નું સોગંદનામું; 'SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા

Read Full Story arrow_forward
27 October Top News: સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, ચક્રવાત અર્નબનું રેડ એલર્ટ, જાણો મહત્વના 19 સમાચાર
calendar_today October 26, 2026

27 October Top News: સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, ચક્રવાત અર્નબનું રેડ એલર્ટ, જાણો મહત્વના 19 સમાચાર

આજના દિવસે દેશભરમાંથી રાજકીય, ન્યાયિક અને વાતાવરણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અમદાવાદ વિમાન દુર્ઘટના અને ઈલેક્શન સંબંધિત અરજીઓ પર સુનાવણી યોજાઈ રહી છે, જ્યારે દરિયાકાંઠે 'અર્નબ' ચક્રવાતે દહેશત ફેલાવતા 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, જ્યાં ભાજપની પદયાત્રા, વિપક્ષ કોંગ્રેસની બેઠકો, કિસાન સંઘનું આવેદનપત્ર અને AMCની સામાન્ય સભામાં હોબાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સાથે જ રેલવે મુસાફરો માટે 10 લાખનો વિમો, ઇઝરાયેલમાં ઐતિહાસિક ચૂંટણી અને ભારતીય સેનાના શૌર્યના પ્રતિક સમો ઈન્ફન્ટ્રી ડે પણ ઉજવવામાં આવી રહ્યો છે.અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઅમદાવાદમાં બનેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે નોંધાયેલી અરજીઓ પર 27 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સ્વતંત્ર તપાસ સમિતિ કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અંગે નિર્ણય લેતા પહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના અંતિમ રિપોર્ટની રાહ જોશે.SIR અને ઈલેક્શન કમિશન સામે કોંગ્રેસ-ઈન્ડિયા ગઠબંધનની અરજી27 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધી અને INDIA ગઠબંધનના અગ્રણી નેતાઓ દ્વારા એસઆઈઆર (SIR) અને ચૂંટણી પંચની ભૂમિકા અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.વડાપ્રધાન મોદી દ્વારા ESTIC 2026 સમિટનું ઉદ્ઘાટનવડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ભારત મંડપમ ખાતે ત્રણ દિવસીય 'સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન કોન્ફરન્સ' (ESTIC 2026)નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ સંમેલનમાં દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને સંશોધકો ભાગ લેશે.ચક્રવાત 'અર્નબ'નું તાંડવ: 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટદરિયાઈ વાવાઝોડાં 'અર્નબ'ને લીધે આંધ્રપ્રદેશ અને યનામમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ઓડિશા, તામિલનાડુ, કેરળ અને તેલંગાણા સહિત 10 જેટલા રાજ્યોમાં મુસળધાર વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ઓફલાઈન રેલવે ટિકિટ પર રૂ. 10 લાખનો અકસ્માત વિમો ફરજિયાતસુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી રેલવે સ્ટેશનના કાઉન્ટર (ઓફલાઈન) પરથી ખરીદવામાં આવતી તમામ ટિકિટો પર પણ અકસ્માત વિમો લાગુ થશે. મુસાફરો માટે 45 પૈસાના પ્રીમિયમમાં 10 લાખ રૂપિયાનું કવર મળશે.ઇઝરાયેલમાં ઐતિહાસિક સત્તાવાર સંગ્રામ: 120 સીટો પર મતદાનઇઝરાયેલમાં 27 ઓક્ટોબરના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. નેસેટ (સંસદ)ની 120 બેઠકોમાંથી બહુમતી માટે 61 સીટો જરૂરી છે. વર્ષ 1988 પછી આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે ઇઝરાયેલની કોઈ સંસદે પોતાનો 4 વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોય.ચાર રાજ્યોની 28 MLC સીટો પર મતોની ગણતરીઉત્તર પ્રદેશ (11), બિહાર (8), મહારાષ્ટ્ર (5) અને કર્નાટક (4) ની કુલ 28 વિધાન પરિષદ (MLC) ગ્રેજ્યુએટ અને ટીચર્સ બેઠકો માટે 27 ઓક્ટોબરના રોજ સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે, જેના પરિણામો 27 ઓક્ટોબરના રોજ જાહેર થશે.યુપી રાજકારણ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીનનો આઝમગઢ પ્રવાસઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એંધાણ વચ્ચે ભાજપ અધ્યક્ષ નીતિન નવીન 27 ઓક્ટોબરના રોજ આઝમગઢની મુલાકાતે રહેશે. તેઓ એનડીએના સહયોગી પક્ષ એસબીએસપી (સુભાસ્પા)ના વડા ઓમપ્રકાશ રાજભરના મંચ પરથી જાહેરસભાને સંબોધશે.ભારતીય સેનાના શૌર્યનો દિવસ: ઈન્ફન્ટ્રી ડે27 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં 80મો ઈન્ફન્ટ્રી ડે ઉજવવામાં આવી રહ્યો છે. 27 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડવા શિખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયને શ્રીનગર એરબેઝ પર ઉતરીને અસાધારણ વીરતા દર્શાવી હતી અને કાશ્મીરનું રક્ષણ કર્યું હતું.અમદાવાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રાભાજપ દ્વારા અમદાવાદના અખબાર નગર વ્યાસવાડીથી RTO સુધી 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો'ના નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે.AMC ની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો થવાના એંધાણઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે 27 ઓક્ટોબરના રોજ બપોરે 12:00 વાગ્યે બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નો, રસ્તા, પાણી અને ડ્રેનેજ મુદ્દે શાસક પક્ષને ઘેરવા વિપક્ષ કોંગ્રેસ આક્રમક મૂડમાં વિરોધ પ્રદર્શન કરશે.બનાસકાંઠા કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અને 'બ્લેક ડે'ની ચેતવણીબનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારને દૂષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ભારતીય કિસાન સંઘ દ્વારા 27 ઓક્ટોબરના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ આગામી 30 તારીખે પીએમ મોદીના આગમન સમયે તમામ ગામોમાં કાળો દિવસ (Black Day) મનાવવાની ચેતવણી અપાઈ છે.ગાંધીનગરમાં શિક્ષક ભરતીના વંચિત ઉમેદવારોનો વિરોધશિક્ષકોની ભરતીમાં કોર્ટના સ્ટેના કારણે અટકેલી જગ્યાઓ તુરંત ભરવાની માંગ સાથે 27 ઓક્ટોબરના રોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરશે. પાસ થયેલા ઉમેદવારોનો દાવો છે કે તેઓ નોકરીથી વંચિત રહી ગયા છે.ગાંધીનગરમાં સરકારી કોન્ટ્રાક્ટરોની મહત્વની બેઠકગાંધીનગર જિલ્લાના સરકારી કોન્ટ્રાક્ટરોની 27 ઓક્ટોબરના રોજ સવારે 11:00 વાગ્યે મહત્વની બેઠક યોજાશે. સરકારી અધિકારીઓ દ્વારા થતી બિનજરૂરી કનડગત અને બાકી બિલના ચુકવણા અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.શહેરી વિકાસ વિભાગ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે પ્રેસ કોન્ફરન્સસોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો અને શહેરી સ્વચ્છતા સંદર્ભે 27 ઓક્ટોબરના રોજ સવારે 11:00 વાગ્યે શહેરી વિકાસ વિભાગના સચિવ દ્વારા એક પત્રકાર પરિષદને સંબોધવામાં આવશે.AMC સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક: ચીફ ફાયર ઓફિસર પર નિર્ણયઅમદાવાદ કોર્પોરેશનમાં 27 ઓક્ટોબરના રોજ સવારે 11:00 વાગ્યે સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક યોજાશે. જેમાં લાંચ કેસમાં પકડાયેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસરને સેવામાંથી બરતરફ કરવા અને અન્ય કર્મચારીઓના પ્રમોશન અંગે આખરી નિર્ણય લેવાશે.હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીનો સુરત પ્રવાસહરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની 27 ઓક્ટોબરના રોજ સુરતની મુલાકાતે છે. તેઓ સ્થાનિક હોટલમાં સુરતના અગ્રણી રોકાણકારો (Investors) સાથે બેઠક યોજીને ઔદ્યોગિક મૂડીરોકાણ અને ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરશે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કારોબારી બેઠક અને પ્રેસ કોન્ફરન્સમોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસના સહ-પ્રભારી સુભાષિની યાદવ, મહારાષ્ટ્રના સાંસદ શ્યામકુમાર અને વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી ખાસ હાજર રહેશે.પંચમહાલ કોંગ્રેસની ગોધરામાં પૃથ્વીરાજ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠકગોધરા સર્કિટ હાઉસ ખાતે 27 ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસની બેઠક મળશે. જેમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણી રણનીતિ પર મંથન થશે.27 ઓક્ટોબરની ઐતિહાસિક ઘટનાઓ1676 - પોલેન્ડ અને તુર્કી વચ્ચે ઐતિહાસિક વોર્સો કરાર પર હસ્તાક્ષર થયા.1795 - અમેરિકા અને સ્પેને સાન લોરેન્ઝોની સંધિ પર હસ્તાક્ષર કર્યા.1806 - નેપોલિયન બોનાપાર્ટના નેતૃત્વ હેઠળ ફ્રેન્ચ સેનાએ બર્લિનમાં પ્રવેશ કર્યો.1947 - જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારત સાથેના વિલીનીકરણ પત્ર પર હસ્તાક્ષર કર્યા.1959 - પશ્ચિમ મેક્સિકોમાં ભયાનક વાવાઝોડાને કારણે 2000 થી વધુ લોકોના મોત થયા.1968 - મેક્સિકો સિટીમાં 19મી સમર ઓલિમ્પિક રમતોત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું.1978 - ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાત અને ઈઝરાયેલના વડા પ્રધાન મેનાકેમ બેગિનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.1995 - યુક્રેનના કીવ સ્થિત ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને સુરક્ષાના કારણોસર કાયમ માટે બંધ કરી દેવાયો.1997 - સ્કોટલેન્ડના એડિનબર્ગ શહેરમાં કોમનવેલ્થ રાષ્ટ્રોની શિખર પરિષદ યોજાઈ.2003 - ચીનમાં વિનાશક ભૂકંપથી 50000 લોકો પ્રભાવિત થયા; બગદાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 40 લોકોના મોત થયા.2004 - ફ્રાન્સના વિદેશ મંત્રી મિશેલ બાર્નિયર ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી આવ્યા.2008 - કેન્દ્ર સરકારે પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને બિન-પત્રકારો માટે વચગાળાની રાહતની અધિસૂચના બહાર પાડી.27 ઓક્ટોબરના રોજ મહાન હસ્તીઓ જન્મજયંતિ1811 - આઈઝેક મેરિટ સિંગર - સિલાઈ મશીનના પ્રખ્યાત શોધક.1904 - જતીન્દ્રનાથ દાસ - ભારતના મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની.1920 - કે. આર. નારાયણન - ભારતના 10મા રાષ્ટ્રપતિ.1945 - લુઈઝ ઈનાસિઓ લુલા દા સિલ્વા - બ્રાઝિલના 35મા રાષ્ટ્રપતિ.1950 - શ્રી શ્રીવત્સ ગોસ્વામી - પ્રખ્યાત વૈષ્ણવ વિદ્વાન અને શ્રી ચૈતન્ય પ્રેમ સંસ્થાનના ડિરેક્ટર.1966 - દિબ્યેન્દુ બરુઆ - ભારતના દ્વિતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર.1984 - ઈરફાન પઠાણ - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર.27 ઓક્ટોબરના રોજ મહાન હસ્તીઓની પુણ્યતિથિ1605 - અકબર - મહાન મુઘલ સમ્રાટ.1907 - બ્રહ્મબંધવ ઉપાધ્યાય - ભારતીય સ્વતંત્રતા સેનાની અને પત્રકાર.1942 - સત્યેન્દ્ર ચંદ્ર મિત્ર - પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને રાજકારણી.1947 - દીવાન રણજીત રાય - મહાવીર ચક્રથી સન્માનિત પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી.1947 - બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહ - મહાવીર ચક્રથી સન્માનિત ભારતીય સેનાના વીર અધિકારી.1953 - ટી. એસ. એસ. રાજન - સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારી અને રાજકારણી.1974 - સી. પી. રામાનુજમ - ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી.1977 - એસ. એમ. શ્રીનાગેશ - ભારતીય આર્મીના 3જા ચીફ ઓફ આર્મી સ્ટાફ.1987 - વિજય મર્ચન્ટ - ભારત જાણીતા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર.1999 - ડૉ. નાગેન્દ્ર - હિન્દી સાહિત્યના પ્રખ્યાત વિવેચક અને લેખક.2001 - પ્રદીપ કુમાર - હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા.2003 - બી. બી. લિંગદોહ - મેઘાલયના પૂર્વ (3જા) મુખ્યમંત્રી.2018 - મદન લાલ ખુરાના - દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા.આ પણ વાંચો: Surendranagar News: લખતરના 33 ગામોના ખેડૂતોએ નર્મદાના પ્રશ્ને ધારાસભ્ય પીકે પરમારને કરી રજૂઆત

Read Full Story arrow_forward