android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: કોટંબીમાં વિદેશી દારૂની 66,432 બોટલ સાથે 4 ઝડપાયા, 1,28,85,552નો મુદ્દામાલ જપ્ત
calendar_today October 26, 2026

Vadodara News: કોટંબીમાં વિદેશી દારૂની 66,432 બોટલ સાથે 4 ઝડપાયા, 1,28,85,552નો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વડોદરા તાલુકાના કોટંબી ગામે આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 3માં આવેલા એક ગોડાઉન પર પોલીસે અચાનક દરોડો પાડીને કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.1,490 પેટીઓમાંથી મળી આવી 66,432 બોટલોપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કોટંબીમાં આવેલા 'સાંઈનાથ એન્ટરપ્રાઇઝ' નામના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. LCBની ટીમે દરોડો કરીને ગોડાઉનમાંથી વિદેશી દારૂની કુલ 1,490 પેટીઓ કબ્જે કરી છે. ગણતરી કરતા આ પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ 66,432 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત મસમોટી થાય છે.રૂ. 1.28 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 5 આરોપીઓ ઝડપાયાઆ દરોડા દરમિયાન પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક કાર તેમજ આશરે 56 હજાર રૂપિયાની કિંમતના 7 જેટલા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,28,85,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે રાજસ્થાનના 4 શખ્સો અને હરિયાણાના સુમીત સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો દારૂ, અન્ય વોન્ટેડની શોધખોળપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પ્રધાનજી નામના શખ્સ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ દારૂના નેટવર્કના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Vadodaraના બાજવામાં મહિલાનું શંકાસ્પદ મોત: સાસરિયાઓ સામે માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો

Read Full Story arrow_forward
Surendranagar News: લખતરના 33 ગામોના ખેડૂતોએ નર્મદાના પ્રશ્ને ધારાસભ્ય પીકે પરમારને કરી રજૂઆત
calendar_today October 26, 2026

Surendranagar News: લખતરના 33 ગામોના ખેડૂતોએ નર્મદાના પ્રશ્ને ધારાસભ્ય પીકે પરમારને કરી રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લખતર તાલુકાના 33 ગામોના ખેડૂતો નર્મદા યોજના સંબંધિત વિવિધ મુશ્કેલીઓને લઈને એકઠા થયા હતા અને લખતર સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિમાં રૂબરૂ રજૂઆત કરી હતી. ખેડૂતોની આ રજૂઆતથી વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ફરી એકવાર એરપોર્ટ પર આવ્યો છે.કેનાલોની સફાઈ, લીકેજ અને ઓવર ટોપિંગની સમસ્યાખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે નર્મદા કેનાલોની ખરાબ હાલતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેનાલોની યોગ્ય સાફ-સફાઈ ન થવી, કેનાલોમાં મોટા પ્રમાણમાં લીકેજ હોવું, ઓવર ટોપિંગ થવું તેમજ આસપાસના ખેતરોમાં ભેજ લાગવા જેવી ગંભીર સમસ્યાઓ અંગે ધારાસભ્યને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે, સમયસર મરામત ન થવાને કારણે તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.વડલા, અણીયારી સહિતના ગામોમાં પાણી ન પહોંચવાની રાવઆ બેઠક દરમિયાન ખેડૂતોએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે વડલા, સાકર, અણીયારી, તલસાણા, તાવી સહિતના અનેક ગામોમાં કેનાલના અંતિમ છેડા સુધી પૂરતું પાણી પહોંચતું નથી. સિંચાઈ માટે પાણી ન મળવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.ધારાસભ્ય દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરીખેડૂતોની આ તમામ રજૂઆતો સાંભળ્યા બાદ ધારાસભ્ય પીકે પરમારે ખેડૂતોને હૈયાધારણ આપી હતી. તેમણે આગામી સમયમાં સંબંધિત નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ તમામ પ્રશ્નો રજૂ કરવાની અને વહેલી તકે તમામ મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.આ પણ વાંચો: Surendranagar: PGVCLની 31 ટીમોના સામૂહિક દરોડામાં ₹20.30 લાખની વીજ ચોરી પકડાઈ

Read Full Story arrow_forward
New Delhi: સુપ્રીમ કોર્ટમાં ECI નું સોગંદનામું; 'SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા
calendar_today October 26, 2026

New Delhi: સુપ્રીમ કોર્ટમાં ECI નું સોગંદનામું; 'SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા

ભારતીય ચૂંટણી પંચ (ECI) ની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ની સત્તાઓ સામે સવાલો ઉઠાવતી અરજીઓના મામલે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલા સત્તાવાર પ્રતિ-એફિડેવિટ (Counter-Affidavit) માં પંચે જણાવ્યું છે કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026 ના તમામ મહત્વપૂર્ણ આદેશો પંચના ત્રણેય સભ્યો મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો (ECs) દ્વારા સંપૂર્ણપણે સર્વાનુમતે લેવામાં આવ્યા હતા. આ સાથે જ પંચે સ્પષ્ટ કર્યું કે CEC ને કામ કરતા અટકાવવાની માંગ કરતી અરજી કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી, કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ CEC ને ફક્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ હોદ્દા પરથી દૂર કરી શકાય છે.બંધારણની કલમ 324 અને કાયદાકીય સત્તાનો પુનરોચ્ચારરાકેશ કુમાર સિંહ ઉર્ફે રાકેશ સિંહ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં દાખલ સોગંદનામાની મુખ્ય કાયદાકીય બાબતો.  પંચે ભારતના સંવિધાનની કલમ 324 તેમજ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 21 હેઠળ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદીઓમાં વિશેષ સુધારો (SIR) કરવાની પોતાની સંપૂર્ણ સત્તાનો દાવો કર્યો છે. લોકશાહીમાં પારદર્શિતા જાળવવા માટે ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવી અને તમામ પાત્ર નાગરિકોના નામ યાદીમાં યોગ્ય રીતે સામેલ કરવા જરૂરી છે. પંચની કડક માર્ગદર્શિકા છે કે જે મતદારોના નામ અગાઉની ઊંડાણપૂર્વક સુધારેલી યાદી સાથે મેળ ખાતા નથી અથવા વિસંગતતા છે, તેમને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ સત્તાવાર નોટિસ આપીને પોતાની યોગ્યતા સાબિત કરવાની પૂરતી તક આપવામાં આવે છે.આંતરિક ફાઇલ પ્રોસેસિંગ અને વહીવટી વિવાદો પર સ્પષ્ટતાસોગંદનામામાં કમિશને આંતરિક કાર્યપ્રણાલી અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. ફાઇલ જ્યારે પ્રોસેસિંગમાં હોય ત્યારે CEC અથવા ચૂંટણી કમિશનરો દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ, પૂછવામાં આવતા પ્રશ્નો કે સૂચનો એ પંચના સત્તાવાર ‘નિર્ણયો’ નથી. અંતિમ નિર્ણય ત્રણેય સભ્યોની સંમતિ બાદ જ રેકોર્ડ થાય છે.28 જુલાઈના રોજ ડેપ્યુટેશન પર આવેલા અધિક સચિવ દ્વારા કાર્ય ફાળવણીનો આદેશ બહાર પડાયો હતો. બંને કમિશનરો દ્વારા કેબિનેટ સચિવને પત્ર લખાયા બાદ 30 જુલાઈના સંયુક્ત નિર્દેશથી તે આદેશનો ક્યારેય અમલ કરાયો નહોતો. SIR કામગીરીમાં સામેલ અધિકારીઓને પૂરતા સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને પંચની મંજૂરી વિના આવા અધિકારીઓની બદલી કરવા પર મનાઈ છે.ફોર્મ 6, ECINet અને IIT-IISc નિષ્ણાતોની સમિતિ નિયમ મુજબ ફોર્મ 6 માં સુધારો કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. SIR ઘોષણાપત્ર એક અલગ દસ્તાવેજ છે. ઓનલાઇન ડિસ્પ્લેમાં રહેલી ગેરસમજ દૂર કરવા માટે 21 ઓક્ટોબરથી ઓનલાઇન અરજીને ફોર્મ 6 અને ઘોષણાપત્રમાં વિભાજિત કરી દેવામાં આવી છે.જે મતદારોના નામ યાદી સાથે મેપ નથી થયા તેમને કોઈ ઓફિસે સુનાવણી માટે જવાની જરૂર નથી. BLO પોતે તેમના ઘરે જઈને દસ્તાવેજો એકત્રિત કરશે. ECINet પર નિયમ મુજબ ચૂંટણી નોંધણી અધિકારી (ERO) ના આદેશ વિના કોઈનું નામ ઉમેરી કે કાઢી શકાતું નથી. સિસ્ટમની વિશ્વસનીયતા ચકાસવા માટે IIT અને IISc ના ઉચ્ચ નિષ્ણાતોની એક પેનલ ગઠિત કરવામાં આવી છે. ગોવામાં યાદી બહાર રહેલા 97 માંથી 88 મતદારો પહેલેથી અન્યત્ર નોંધાયેલા હતા, ૬ વિદેશમાં હતા અને 3 પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હતા.આ પણ વાંચો: Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં ધમધમાટ! હર્ષ સંઘવીએ બોલાવી હાઈ-લેવલ બેઠક

Read Full Story arrow_forward