android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
28 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર
calendar_today August 28, 2026

28 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોVadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશIndia: કર્ણાટકના મંત્રીએ 25 દિવસમાં જ રાજીનામું આપ્યું, કહ્યું દલિત હોવાથી મને નિશાન બનાવ્યોBhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહીIndia News: દેશભરમાંથી ભાજપના 45 નેતાઓને દિલ્હીથી તેડું, પાર્ટી પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશેModasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્તIndia Flood Threat 2050: 2050 સુધીમાં હિમાલયના 35-45% ગ્લેશિયર ઓગળશે, ભારત પર પૂરનું સંકટAhmedabad News: કૃષ્ણનગરમાં જામીન પર છૂટેલા આરોપીએ ફરી હત્યાના બનાવને અંજામ આપ્યોIndia Foreign Policy: બ્રિક્સ સમિટ પહેલાં ચીન, રશિયા, જાપાન અને અમેરિકા-કેનેડામાં ભારતીય દિગ્ગજોનો માસ્ટરપ્લાનPoK PM Election Controversy: PoKમાં ચૂંટણી હારેલા ઇફ્તિખાર ગિલાની બનશે વડાપ્રધાન, નવાઝ શરીફના નિર્ણયનો વિરોધAhmedabad News: NHRC ગાંધીનગરમાં બે દિવસ માનવ અધિકાર ભંગ અને મજૂરીના કેસોની સમીક્ષા કરશે

Read Full Story arrow_forward
Surendranagar News: લખતરમાં રક્ષાબંધને બળેવા દોડ અને અનોખા વર્તારો જોવાની લોકપ્રથા આજે પણ અખંડ
calendar_today August 28, 2026

Surendranagar News: લખતરમાં રક્ષાબંધને બળેવા દોડ અને અનોખા વર્તારો જોવાની લોકપ્રથા આજે પણ અખંડ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન લોકસંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત જોવા મળી રહી છે.રક્ષાબંધન એટલે કે બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે લખતર તાલુકાના કડુ,આદલસર, લીલાપુર, ઢાંકી અને દેદાદરા જેવા ગામોમાં વર્ષો જૂની બળેવા દોડ અને વર્ષાઋતુના વર્તારાની અનોખી પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી.આ પરંપરા અંતર્ગત ચાર પવિત્ર મહિનાઓ – અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોના નામ પરથી ગામના ચાર યુવાનોને બળેવા તરીકે તૈયાર કરવામાં આવે છે. ગામના પાદરે આવેલા તળાવના કિનારે એકઠા થાય છેબળેવના દિવસે સમસ્ત ગ્રામજનો ગામના પાદરે આવેલા તળાવના કિનારે એકઠા થાય છે.ત્યારબાદ ચારેય યુવાનોના માથા પર માટીની માટલીઓ મુકવામાં આવે છે. આ યુવાનો તળાવમાં ઉતરીને પાંચ પ્રદક્ષિણા કરે છે અને ડૂબકી લગાવે છે.ડૂબકી લગાવ્યા બાદ કયા મહિનાના નામે રહેલી માટલીમાં વધુ પાણી ભરાયું છે અને કઈ માટલીમાં ઓછું, તેના આધારે આવનારા વર્ષમાં કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેનો 'વર્તારો' ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવે છે. તળાવમાંથી બહાર આવ્યા બાદ યુવાનો આ માટીની માટલીઓ જમીન પર ફોડે છે.આ માટલીની ઠીકરીઓ અને કાટલીઓ મેળવવા માટે ગ્રામજનોમાં ભારે પડાપડી થાય છે. પવિત્ર ઠીકરીઓને અનાજના કોઠારમાં રાખવામાં આવે છેએવી લોકમાન્યતા છે કે આ પવિત્ર ઠીકરીઓને અનાજના કોઠારમાં રાખવાથી અનાજ બગડતું નથી અને આખું વર્ષ અનાજના ભંડાર ભરેલા રહે છે.આ ઉપરાંત, આદલસર ગામમાં સાંજના સમયે ચરમાળીયા દાદાના મંદિરથી જોગણી માતાના રથની યાત્રા શરૂ કરવામાં આવે છે. ગામની સુખ-શાંતિ અને રોગચાળાથી રક્ષણ માટે રથની સાથે દૂધ અને કાચા દોરાની ગામ ફરતે ધારાવાડી કરવામાં આવે છે. રથ ગામમાં ફેરવ્યા બાદ પાદરે આવીને 'ચાચર' ભરવામાં આવે છે.કડુ ગામમાં ચારેય બળેવાની રોમાંચક દોડ યોજાય છે.આ સ્પર્ધામાં જે યુવાન પ્રથમ ક્રમે આવે છે તેને સમસ્ત ગામ તરફથી 'બળદેવજીના હળ' તરીકે લાકડાનું ખાસ હળ પુરસ્કાર રૂપે આપી સન્માનિત કરવામાં આવે છે.આજના ભૌતિક યુગમાં લુપ્ત થતી જતી આવી પૌરાણિક પરંપરાઓને લખતરના ગ્રામજનોએ આજે પણ પૂરા આસ્થા અને ઉત્સાહ સાથે જાળવી રાખી છે.આ પણ વાંચોઃ Ahmedabad News:મહારાષ્ટ્રના રાયગઢમાં CGSTના એડિશનલ કમિશનર સહિત 3ની 40 લાખની લાંચ કેસમાં ધરપકડ

Read Full Story arrow_forward
Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત
calendar_today August 28, 2026

Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત

મોડાસામાં આવેલા સગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે ભયનો માહોલ સર્જાયો હતો. અહીં રહેતા હર્ષદભાઈ ભાવસારનું જૂનું અને કાચું મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. આ ઘટના મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે પરિવારના સભ્યો ઘોર નિંદ્રામાં હતા.મોડાસામાં મોડી રાત્રે મોટી દુર્ઘટનામકાનના ઉપરના ભાગે રાત્રિના સમયે પરિવારના ચાર સભ્યો સુતેલા હતા. અચાનક જ ઉપરના રૂમનો સ્લેબ કડડભૂસ થઈને નીચે તૂટી પડ્યો હતો. જેને કારણે ઉપર સુતેલા ચારેય વ્યક્તિઓ સ્લેબના કાટમાળ સાથે જ નીચેના રૂમમાં આવી પડ્યા હતા, જેથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાની કરુણતા એ છે કે હર્ષદભાઈના બહેન અને ભાણેજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવા માટે ખાસ મોડાસા આવ્યા હતા. તહેવારની ખુશીઓ વચ્ચે જ આ અકસ્માત સર્જાયો હતો. સ્લેબ તૂટીને નીચે પડતાં નીચેના રૂમમાં સુતેલા અન્ય ત્રણ વ્યક્તિઓ પણ કાટમાળ હેઠળ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા.સ્લેબ તૂટી પડતાં ઉપર સુતેલા લોકો નીચે ખાબક્યાધડાકો સાંભળીને આસપાસના રહીશો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઉપર સુતેલા 4 અને નીચેના 3 મળી કુલ 7 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આટલી મોટી દુર્ઘટના હોવા છતાં કોઈ જાનહાની ન થતાં પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ પણ વાંચો: Rajkot: ભાદર યોજના અને પાઇપલાઇન કનેક્શન માટે RMC નો પાણીકાપ, અગાઉથી પાણી સંગ્રહ કરવા અપીલ

Read Full Story arrow_forward