android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Britannia Whole Wheat Bread: બ્રેડમાં 100% ઘઉંનો દાવો, તપાસમાં નીકળ્યા માત્ર 62%! બ્રિટાનિયાને ₹1 લાખનો દંડ
calendar_today October 26, 2026

Britannia Whole Wheat Bread: બ્રેડમાં 100% ઘઉંનો દાવો, તપાસમાં નીકળ્યા માત્ર 62%! બ્રિટાનિયાને ₹1 લાખનો દંડ

શું તમે પણ માનો છો કે બ્રિટાનિયાની 100% હોલ વ્હીટ બ્રેડ ખરેખર ઘઉંના લોટમાંથી જ બને છે? જો હા, તો આ સમાચાર તમારા માટે જ છે. CCPAએ કંપનીના આ દાવા સામે સવાલ ઉઠાવ્યો છે. એટલું જ નહીં, આ દાવાને ભ્રામક ગણાવી કંપની પર દંડ પણ ફટકાર્યો છે.હકીકતમાં, CCPAએ ભ્રામક જાહેરાતના કારણે આ કાર્યવાહી કરી છે. બ્રેડના પેકેટ પર 100% હોલ વ્હીટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યારે ઉત્પાદનમાં માત્ર 62% ઘઉંનો લોટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.CCPAએ આદેશ જાહેર કર્યો22 ઓક્ટોબરે જાહેર કરાયેલા આદેશમાં મુખ્ય કમિશનર નિધિ ખરેની અધ્યક્ષતાવાળી CCPAએ કંપનીને સોશિયલ મીડિયા સહિત તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાંથી આ જાહેરાત તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપનીને 15 દિવસમાં આદેશના પાલન અંગેનો અહેવાલ રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.ખાસ વાત એ છે કે આ મામલે કોઈ ગ્રાહકે ફરિયાદ કરી નહોતી. CCPAએ પોતે જ કંપનીની જાહેરાતો પર ધ્યાન આપીને આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી.આદેશમાં શું કહેવામાં આવ્યું છે?આદેશ અનુસાર, બ્રેડમાં માત્ર 62% હોલ વ્હીટ એટલે કે ઘઉંનો લોટ હતો, જ્યારે બાકીના 38% ભાગમાં રાઇસ બ્રાન એટલે કે ચોખાનું થૂલું અને અન્ય ઘટકો સામેલ હતાં.પેકેટ પર ‘100%’ લખીને કરવામાં આવેલો દાવો પ્રથમ દૃષ્ટિએ જ ભ્રામક જણાય છે, કારણ કે તેનાથી ગ્રાહકોને એવું લાગે છે કે બ્રેડ સંપૂર્ણપણે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે. તપાસ દરમિયાન કંપનીએ પણ સ્વીકાર્યું હતું કે તેની ‘100% હોલ વ્હીટ બ્રેડ’માં માત્ર 62% ઘઉંનો લોટ હતો.CCPAએ નોંધ્યું કે આ હકીકત હોવા છતાં કંપનીએ 100% હોલ વ્હીટ હોવાનો દાવો કર્યો હતો. સત્તાધિકારીએ આને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા સમાન ગણાવ્યું છે.આદેશમાં વધુમાં જણાવાયું છે કે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2018’ હેઠળ ‘હોલ વ્હીટ’ શબ્દની આગળ ‘100%’ લગાવવાની કોઈ જોગવાઈ નથી. તેથી કોઈ ઉત્પાદનને ‘100% હોલ વ્હીટ’ ગણાવવું ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, 2019 હેઠળ ભ્રામક દાવાની શ્રેણીમાં આવે છે.બ્રિટાનિયા પર 1 લાખ રૂપિયાનો દંડઆવા દાવાને લઈને CCPAએ બ્રિટાનિયા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ કંપનીને તમામ જાહેરાતો અને બ્રેડનાં પેકેટ પરથી ‘100%’ હોવાનો દાવો તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Credit Card Offers: દિવાળીની ખરીદી પહેલાં જાણી લો HDFC, SBI સહિત બેંકોની આ ઑફર્સ, ક્રેડિટ કાર્ડથી ₹20,000 સુધીની બચતની તક!
calendar_today October 26, 2026

Credit Card Offers: દિવાળીની ખરીદી પહેલાં જાણી લો HDFC, SBI સહિત બેંકોની આ ઑફર્સ, ક્રેડિટ કાર્ડથી ₹20,000 સુધીની બચતની તક!

દિવાળીના તહેવાર દરમિયાન ઘણા લોકો નવો મોબાઇલ, ટીવી કે લેપટોપ ખરીદે છે. તો કેટલાક લોકો ફરવા જવાનો પ્લાન બનાવે છે અને તેના માટે ફ્લાઇટ તથા હોટેલનું બુકિંગ કરાવે છે. તહેવારોની આ મોસમમાં અનેક બેન્કો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ ખાસ ઑફર્સ આપે છે, જેના દ્વારા ખરીદીમાં સારી એવી બચત થઈ શકે છે.ખાસ કરીને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા લોકોને આ ઑફર્સનો ફાયદો મળી શકે છે. આ તહેવારોની મોસમમાં HDFC બેન્ક, ICICI બેન્ક, SBI કાર્ડ, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સહિતની અનેક બેન્કો ખાસ ઑફર્સ લઈને આવી છે. આ બેન્કોનાં ક્રેડિટ કાર્ડથી અલગ-અલગ વસ્તુઓની ખરીદી પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.₹20,000થી લઈને ₹16,000 સુધીની છૂટબેન્કબજારે 24 ઓક્ટોબર, 2026 સુધી બેન્કો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ ઑફર્સની માહિતી શેર કરી છે. આ માહિતી અનુસાર, કેટલાક પસંદગીના કાર્ડથી ટ્રાવેલ બુકિંગ પર ₹20,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સની ખરીદી પર ₹16,000 સુધીની છૂટ અને અન્ય વસ્તુઓ પર પણ વિવિધ ઑફર્સ આપવામાં આવી રહી છે.જોકે, તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે તે તમારા ક્રેડિટ કાર્ડ, ખરીદીની રકમ અને ઑફરની શરતો પર આધારિત રહેશે.કયા ક્રેડિટ કાર્ડ પર કેટલી છૂટ?જો તમે દિવાળીની રજાઓમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો, તો અલગ-અલગ બેન્કોનાં ક્રેડિટ કાર્ડથી ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર સારી એવી છૂટ મળી શકે છે. આ ઉપરાંત, જો તમે ઘરવપરાશની વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા હો, તો તેના પર પણ ખાસ ઑફર્સનો લાભ મળી શકે છે.અહીં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આમાંથી ઘણી ઑફર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ચુકવણી કરવાની શરતે ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક્સની ખરીદી પર મળતું ડિસ્કાઉન્ટ અલગ-અલગ કંપનીઓ અને ઉત્પાદનો પ્રમાણે બદલાઈ શકે છે. તેથી ખરીદી કરતાં પહેલાં સંબંધિત બેન્ક, ક્રેડિટ કાર્ડ કંપની અને વેચાણકર્તાની ઑફરની શરતો તપાસી લેવી જરૂરી છે.કોટક મહિન્દ્રા બેન્ક: બેન્કના પસંદગીના ક્રેડિટ કાર્ડથી ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર 15% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. અન્ય ખરીદી પર 20% સુધીની છૂટ આપવામાં આવી રહી છે.HDFC બેન્ક: પસંદગીના ક્રેડિટ કાર્ડથી ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સની ખરીદી પર ₹3,000થી ₹15,000 સુધીની છૂટની ઑફર છે.ICICI બેન્ક: ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર 12% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સની ખરીદી પર ₹12,500 સુધીની છૂટ અને અન્ય ખરીદી પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.SBI કાર્ડ: ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર ₹10,000 સુધીની છૂટ મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સની ખરીદી પર ₹8,000થી ₹16,000 સુધીનું ડિસ્કાઉન્ટ, જ્યારે અન્ય ખરીદી પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.એક્સિસ બેન્ક: ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર 12% સુધીની છૂટ મળી શકે છે. અન્ય ખરીદી પર ₹1,250 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.નોંધ: આ ઑફર્સ પસંદગીના ક્રેડિટ કાર્ડ અને લાગુ પડતી શરતોને આધીન છે. ખરીદી કરતાં પહેલાં સંબંધિત બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ઑફરની વિગતો તપાસી લેવી.

Read Full Story arrow_forward
Ahmedabad News: અફઘાનિસ્તાનથી ડ્રોનથી થતી હેરાફેરી ઝડપાઈ, 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા
calendar_today October 26, 2026

Ahmedabad News: અફઘાનિસ્તાનથી ડ્રોનથી થતી હેરાફેરી ઝડપાઈ, 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા

અમદાવાદ અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઝડપાયેલા રૂ. 25.64 કરોડના મસમોટા ડ્રગ્સ પ્રકરણમાં તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલની પ્રેસ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે, અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.મેડિકલ ચેકઅપ વખતે આરોપીનો ભાગવાનો નિષ્ફળ પ્રયાસરિમાન્ડ પર રહેલા આરોપીઓને દરરોજની નિયમિત પ્રક્રિયા મુજબ રૂટિન મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન PSI રાવલની કસ્ટડીમાં રહેલા આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં PSI રાવલને ઈજાઓ પહોંચી હતી. જોકે, પોલીસની સતર્કતાથી ભાગવાનો આ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાતું હતું ડ્રગ્સતપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ નાગપુરમાં પણ ડ્રગ્સ સપ્લાય કર્યા બાદ ગુજરાત આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય રેકેટ પાછળ 'રેહમત ગુલ' નામના સપ્લાયરનું નામ મુખ્ય રીતે ખુલ્યું છે, જેણે અફઘાનિસ્તાનથી હાઇ-ટેક ડ્રોન મારફતે આ ડ્રગ્સ મોકલ્યું હતું. જ્યારે પકડાયેલા આરોપી કફીલ અહેમદે આ ડ્રગ્સ સપ્લાય નેટવર્કમાં 'પાયલોટ' તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી.ATS અને NCB પણ તપાસમાં જોડાઈ, નેટવર્ક તેજઆરોપીઓનું આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ મોકલવાના પ્લાન હતા. આ ગંભીર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત ATS અને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) પણ સંયુક્ત તપાસમાં જોડાઈ છે અને દેશવ્યાપી ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો: Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન

Read Full Story arrow_forward