Vadodara News: કાળ બની દોડી કચરાની ગાડી, ઘર બહાર બેઠેલા યુવકને કચડ્યો!
વડોદરા શહેરમાંથી એક અત્યંત દિલ કંપાવનારી ઘટના સામે આવી છે. મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદા કોલોની પાસે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડી ચલાવતા ચાલકે બેદરકારીની તમામ હદો પાર કરી નાખી હતી. પૂરઝડપે અને બેફામ દોડતી આ કચરાની ગાડીએ ઘરની બહાર શાંતિથી બેઠેલા એક યુવકને અડફેટે લીધો હતો, જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘર બહાર બેઠેલા યુવક અનિલ ઠાકોરનું મોતપ્રાપ્ત વિગતો અનુસાર, જશોદા કોલોનીમાં રહેતા અનિલ ઠાકોર પોતાના ઘરની બહાર બેઠા હતા, તે દરમિયાન આ ગંભીર દુર્ઘટના ઘટી હતી. કચરાની ગાડીના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અનિલ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું, જેના કારણે મૃતકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.ચાલક નશામાં હોવાની પ્રબળ આશંકાઆ ગંભીર અકસ્માત પાછળ વાહનચાલક નશાની હાલતમાં હોવાની સ્થાનિક રહીશો દ્વારા પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે, જો ચાલકે ડ્રગ્સ કે દારૂનું સેવન ન કર્યું હોત તો આ પ્રકારની બેદરકારી ન સર્જાઈ હોત. ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.મકરપુરા પોલીસે ચાલકની કરી ધરપકડઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેમજ તાત્કાલિક કાર્યવાહી કરીને કચરાની ગાડીના ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા ચાલક નશામાં હતો કે કેમ તેની મેડિકલ તપાસ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત
Read Full Story arrow_forward