android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત
calendar_today October 26, 2026

Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરતા એક મોટા ગેસ રિફિલિંગ કૌભાંડનો મંજુસર પોલીસે પર્દાફાશ કર્યો છે. મંજુસર સ્થિત ‘દિલીપ પ્રોવિઝન સ્ટોર’ ની આડમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કાળું કારોબાર ધમધમી રહ્યું હતું. આરોપીઓ દ્વારા સરકારી સબસિડીવાળા કે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢીને અન્ય નાના કે ઓછા વજનના સિલિન્ડરોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું.ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતું રેકેટ ઝડપાયુંસિલિન્ડરની સીલ ખૂબ જ ચાલાકીપૂર્વક ખોલીને ફરીથી પેક કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને ગ્રાહકોને ઓછા વજનના બાટલા પધરાવીને મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા ઓચિંતા દરોડા દરમિયાન દુકાનમાંથી અંદાજે 40 જેટલા નાના-મોટા ગેસના બોટલો મળી આવ્યા હતા. પોલીસે ગેસ રિફિલિંગમાં વપરાતા સાધનો અને સિલિન્ડરો સહિત કુલ રૂપિયા 1,09,050નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહીઆ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત અને રોશનબેન વ્હોરા નામના બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ખડગેની ટિપ્પણીથી ભાજપ લડી લેવાના મૂડમાં,કોંગ્રેસ કાર્યાલય બહાર આમને-સામને!
calendar_today October 26, 2026

Gandhinagar: ખડગેની ટિપ્પણીથી ભાજપ લડી લેવાના મૂડમાં,કોંગ્રેસ કાર્યાલય બહાર આમને-સામને!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા પર કરવામાં આવેલી અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હવે શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો છે. આ અપમાનજનક નિવેદન સામે ગુજરાત પ્રદેશ ભાજપે પાટનગર ગાંધીનગરમાં આક્રમક તેવર સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપ સંગઠન દ્વારા ઘ-5 સર્કલથી ગાંધીનગર સ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય સુધી ૫૦૦ મીટર લાંબી વિશાળ વિરોધ રેલી યોજી કોંગ્રેસના મોવડીમંડળ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું.જગદીશ વિશ્વકર્મા અને તરુણ ચૂઘની આગેવાનીમાં મહારેલી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચૂઘની સીધી ઉપસ્થિતિમાં આ વિરોધ રેલીનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા-મહાનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, હોદ્દેદારો અને સેંકડો કાર્યકરો ઘ-૫ સર્કલ ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી પ્લેકાર્ડ્સ અને કાળા વાવટા સાથે કોંગ્રેસ કાર્યાલય તરફ કૂચ કરી હતી.ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચતાં જ અંદરથી કોંગ્રેસના કાર્યકરો પણ સામસામે આવી ગયા હતા, જેના પગલે સ્થિતિ વણસતી અટકાવવા માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.‘આ ઉંમરે ખડગે પર દયા આવે છે’ ભાજપના એસસી મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટ સોલંકીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "આ ઉંમરે મલ્લિકાર્જુન ખડગે જે પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે તે જોતાં તેમના પર માત્ર દયા આવે છે. દેશ આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ રાહુલ ગાંધી અને તેમની ટીમ સંપૂર્ણપણે બિન-લોકતાંત્રિક રીતે વર્તીને વિદેશી એજન્ડા અને રિજીમ ચેન્જની માનસિકતા ધરાવે છે. અમે ખડગેના આ નિમ્ન સ્તરના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ."પ્રદેશ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતા, જેમનો જાહેર જીવન સાથે કોઈ સંબંધ નહોતો, તેમના વિશે આવી વાહિયાત વાતો કરવી એ કોંગ્રેસના સંસ્કારહીન રાજકારણનું પ્રતીક છે અને ગુજરાતની જનતા આવા ગંદકીભર્યા રાજકારણને ક્યારેય સ્વીકારશે નહીં.આ પણ વાંચો: Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ

Read Full Story arrow_forward
Bharuch News: દહેજમાં કાળનો કોળિયો બન્યું ટેન્કર, પતિની નજર સામે જ પત્નીનું મોત
calendar_today October 26, 2026

Bharuch News: દહેજમાં કાળનો કોળિયો બન્યું ટેન્કર, પતિની નજર સામે જ પત્નીનું મોત

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દહેજ રિલાયન્સ ગેટ નંબર 4 નજીક પૂરઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ડોક્ટર દંપતી જઈ રહ્યું હતું બાઈક પર સવાર થઈનેપ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા આ દંપતી વ્યવસાયે ડૉક્ટર છે, અને તેઓ પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી અને મહિલાને કચડી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાએ ક્ષણભરમાં જ દમ તોડી દીધો હતો.પતિની નજર સામે જ પત્નીએ ગુમાવ્યો જીવઆ દુર્ઘટનામાં સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ રહી કે મૃતક મહિલાના પતિની નજર સામે જ તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. પોતાની જ આંખો સામે જીવનસંગિનીને ગુમાવી દેનારા પતિની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મૃતક મહિલાની ઓળખ બિંદુદેવી સંજુ મિશ્રા તરીકે થઈ છે.ટેન્કર મૂકીને ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ

Read Full Story arrow_forward