android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત
calendar_today October 26, 2026

Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઇડરથી હિંમતનગર તરફ જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પોલીસની ઇમરજન્સી સેવા આપતી 112 જનરક્ષક ગાડી અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.રિપેરિંગ કામ કરાવીને પરત ફરી રહી હતી ગાડીપ્રાપ્ત વિગતો અનુસાર, આ 112 જનરક્ષક વાહન કોઈ ટેકનિકલ કામ કે રિપેરિંગ કરાવીને પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી મારવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતને કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.ચાલકને ગંભીર ઇજાઓ, હિંમતનગર હોસ્પિટલ ખસેડાયોઆ અકસ્માતમાં વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.ઇડર પોલીસ ઘટના સ્થળે, વધુ તપાસ હાથ ધરીઅકસ્માતની જાણ થતા જ ઇડર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થિત નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. પોલીસ દ્વારા 112 જનરક્ષક ગાડી પલટી ખાવા પાછળના અસલી કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ

Read Full Story arrow_forward
અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ
calendar_today October 26, 2026

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી કાફિલ અહેમદે પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપીને પગમાં ગોળી વાગી છે.આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે....

Read Full Story arrow_forward
Karnataka girl tabla record: માત્ર 2 વર્ષની ઉંમરે તબલા પર 12 તાલનો અનોખો રેકોર્ડ, આ બાળકીનો વીડિયો જોઈને દંગ રહી જશો!
calendar_today October 26, 2026

Karnataka girl tabla record: માત્ર 2 વર્ષની ઉંમરે તબલા પર 12 તાલનો અનોખો રેકોર્ડ, આ બાળકીનો વીડિયો જોઈને દંગ રહી જશો!

કર્ણાટકમાં 2 વર્ષ અને 10 મહિનાની બાળકી તબલા પર 12 અલગ-અલગ તાલ વગાડીને સૌને આશ્ચર્યચકિત કરી રહી છે. ખાસ વાત એ છે કે બાળકીની આ ઉંમરે મોટા ભાગનાં બાળકો હજી બરાબર બોલતાં શીખી રહ્યાં હોય છે. તબલા વગાડીને રેકોર્ડ બનાવ્યાનો દાવો કરતી આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આટલી નાની ઉંમરે તેની પ્રતિભા જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.તબલા પર 12 તાલ વગાડીને સૌનું ધ્યાન ખેંચ્યુંસોશિયલ મીડિયા પર બાળકીના અનેક વીડિયો શેર કરવામાં આવ્યા છે. એક યુઝરે X પર બાળકીનો વીડિયો શેર કરીને જણાવ્યું કે તેનું નામ સ્વરશ્રી હેગડે છે અને તેની ઉંમર માત્ર 2 વર્ષ અને 10 મહિના છે. યુઝરના જણાવ્યા અનુસાર, આટલી નાની ઉંમરે તબલા પર 12 તાલ વગાડીને બાળકીનું નામ ‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ’માં નોંધાયું છે. =કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાની બાળકીનાની ઉંમરે તબલા વગાડીને રેકોર્ડ બનાવ્યાનો દાવો કરતી આ બાળકી કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના હોન્નાવરની હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર લોકો તેના વીડિયો પર ટિપ્પણીઓ કરીને તેની પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ઉંમરે ઘણાં બાળકો હજી બરાબર બોલતાં પણ શીખ્યાં હોતાં નથી.યુઝરે કહ્યું, 'જાણે સરસ્વતી માતાના આશીર્વાદ હોય'એક યુઝરે આ સિદ્ધિને ઉત્તર કન્નડ માટે ગર્વની ક્ષણ ગણાવી. બીજા એક યુઝરે કહ્યું કે બાળકી પર જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીના આશીર્વાદ છે. X પર અન્ય એક યુઝરે લખ્યું કે આ તો અવિશ્વસનીય છે. એવું લાગે છે કે જાણે કોઈ નાની દેવી તબલા વગાડીને સંગીતના બધા સૂર સંભળાવી રહી હોય.અન્ય એક યુઝરે ટિપ્પણી કરતાં લખ્યું કે આ કેટલું સુંદર છે! આવી અસાધારણ પ્રતિભા ધરાવતાં બાળકો મળવા મુશ્કેલ છે. એવું લાગે છે કે જાણે અગાઉના જન્મની છાપ આ જન્મમાં પણ જોવા મળી રહી હોય. પુનર્જન્મમાં વ્યક્તિને અગાઉના જન્મનાં કર્મોનું ફળ મળે છે. કોઈની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી.એક યુઝરે બાળકીના બાળપણને લઈને વ્યક્ત કરી ચિંતાજોકે, એક અન્ય યુઝરે આ બાબતે અલગ મત વ્યક્ત કર્યો. તેણે લખ્યું કે કૃપા કરીને બાળકીને એક સામાન્ય બાળકીની જેમ જ રહેવા દો. પોતાની પ્રસિદ્ધિ મેળવવાની મહત્વાકાંક્ષા માટે તેને સાધન ન બનાવો. ત્રણ વર્ષથી નાની બાળકીને રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માટે તાલીમ આપવી એ જાણે કોઈ પાળતુ પ્રાણીને કરતબ શીખવવા જેવું છે. બાળકી કોઈ પણ રેકોર્ડ કરતાં ઘણી વધારે મૂલ્યવાન છે.

Read Full Story arrow_forward