android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News: વીજપોલનું વળતર મળ્યા બાદ જ આંદોલન સમેટાશે, ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું
calendar_today October 26, 2026

Kachchh News: વીજપોલનું વળતર મળ્યા બાદ જ આંદોલન સમેટાશે, ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું

મોરબીમાં જમીન અને ખેતરોમાંથી ઊભા કરવામાં આવી રહેલા વીજપોલ સામે ખેડૂતોનો વિરોધ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે.જેતપર ખાતે સત્યાગ્રહ છાવણી બનાવીને ખેડૂતો છેલ્લા પાંચ મહિનાથી અડગ રહીને આંદોલન ચલાવી રહ્યા છે.આ લાંબી લડત વચ્ચે કચ્છના રાપર તાલુકાના પ્રાગપર ખાતે અસરગ્રસ્ત ખેડૂતોનું એક વિશેષ જાગૃતિ સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ આંદોલનને પોતાનો પૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.ખેડૂત અગ્રણીઓએ સભામાં જણાવ્યું હતું કે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર આપવામાં આવી રહ્યું નથી.ખેડૂત આગેવાનોએ અત્યંત ગંભીર આક્ષેપો પણ કર્યાપાંચ મહિના જેટલા લાંબા સમયથી જેતપર છાવણીમાં ધરણાં ચાલી રહ્યા હોવા છતાં ખેડૂતોની વેદના સાંભળવામાં આવી નથી.પ્રાગપર ખાતે યોજાયેલા આ સંમેલનમાં અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર મેળવવા માટે એકતા દર્શાવી હતી અને જ્યાં સુધી પ્રત્યેક ખેડૂતને તેનું બાકી રહેલું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટાશે નહીં તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.ખેડૂત આગેવાનોએ અત્યંત ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની એકતા તોડવા અને પાંચ મહિનાથી ચાલતા આ શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા માટે કેટલાક તત્વો દ્વારા ખેડૂતોને કોરા ચેક આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આંદોલનકારી ખેડૂતોને નાણાકીય લાલચ આપીને આંદોલનમાંથી ખસી જવા દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. લડતને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી આ ઉપરાંત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નિર્દોષ ખેડૂતો સામે ખોટા પોલીસ કેસો દાખલ કરીને તેમને ડરાવવા અને ધાકધમકી આપવાના પ્રયાસો થયા હોવાની વિગતો પણ ખેડૂતોએ સંમેલનમાં જણાવી હતી. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા કોઈપણ દબાણ કે કાનૂની કાર્યવાહીથી તેઓ ડરવાના નથી.પ્રાગપર ખાતે મળેલા આ સંમેલનમાં ખેડૂત સંગઠનો અને વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેતપર સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલી લડતને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજપોલના વળતરનો પ્રશ્ન સમગ્ર વિસ્તારના ખેડૂતોના અધિકાર સાથે જોડાયેલો છે.આંદોલનને તોડવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેની સામે ખેડૂતો વધુ એકત્ર થઈને લડશે.આ પણ વાંચોઃ Ahmedabad News: કોંગ્રેસ એક્સપાયર ઈન્જેક્શનની જેમ કામ કરે છે, રાહુલ ગાંધીનું લોન્ચિંગ દેશ સફળ નહીં થવા દે: તરુણ ચૂગ

Read Full Story arrow_forward
Ahmedabad News: ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, કોંગ્રેસના દાવા સામે ભાજપ પ્રભારી તરુણ ચૂગે કરી સ્પષ્ટતા
calendar_today October 26, 2026

Ahmedabad News: ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, કોંગ્રેસના દાવા સામે ભાજપ પ્રભારી તરુણ ચૂગે કરી સ્પષ્ટતા

તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ મોરબી ખાતે યોજાયેલી વિશાળ સભામાંથી ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે તેવું નિવેદન આપીને રાજ્યના રાજકીય તાપમાનમાં મોટો ઉછાળો લાવી દીધો છે.એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાની આગેવાનીમાં મોરબીમાં ખેડૂત આક્રોશ મહાસભા યોજાઈ તો બીજી તરફ રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ ઘરવાપસી કરતાં સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં નવી હિલચાલ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેમણે એક નિવેદનમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાના સંકેતને ફગાવ્યા હતાં. ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાયગુજરાતના રાજકારણમાં આગામી ચૂંટણીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ભાજપના પ્રભારી તરુણ ચૂગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી પોતાના નિયત અને નિર્ધારિત સમયે જ યોજવામાં આવશે.રાજ્યમાં સમયસર જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે તેવી સ્પષ્ટતા કરીને તેમણે તમામ અસમંજસનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હાલમાં ધરાવે છે તેના કરતા પણ વધુ બેઠકો જીતીને વિજય પ્રાપ્ત કરશે.તરુણ ચૂગે કહ્યું હતું કે વિરોધ પક્ષના દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ચૂંટણી પોતાના નિર્ધારિત સમયે જ યોજાશે.ખડગેએ સાર્વજનિક રીતે દેશની માફી માંગવી જોઈએભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની સતત હાર થઈ રહી છે અને જનતા તેમને સ્વીકારતી નથી કે વોટ પણ આપતી નથી.તેનું જ પરિણામ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વડાપ્રધાનના પિતા વિશે આવી અભદ્ર ભાષા બોલ્યા છે.કોંગ્રેસે દેશના વિકાસ વિશે સવાલો ઊભા કરવાનો નવો એજન્ડા બનાવીને અરાજક તત્વોને બળ આપવાનું કામ કર્યું છે.રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશના સર્વોચ્ચ ન્યાયાલયને આદેશ આપનારા કોણ છે? તેમણે દેશના લોકતંત્રનું ઘોર અપમાન કર્યું છે. વધુમાં પ્રહાર કરતાં તેમણે કહ્યું કે બધાને અપમાનિત કરવાનો આ ખેલ રાહુલ ગાંધી પોતાના વિદેશી આકાને ખુશ કરવા ટૂલકિટની જેમ રમી રહ્યા છે.આ માટે રાહુલ ગાંધી અને ખડગેએ સાર્વજનિક રીતે દેશની માફી માંગવી જોઈએ.કોંગ્રેસ પાર્ટી આજે એક એક્સપાયર ઇન્જેક્શનની જેમ કામ કરી રહી છે.આ પણ વાંચોઃ Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ

Read Full Story arrow_forward
રાહુલ ગાંધીને મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે ભાજપની સ્પષ્ટતા, ટાઈગર શ્રોફ કેસમાં મોટો ખુલાસો
calendar_today October 26, 2026

રાહુલ ગાંધીને મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે ભાજપની સ્પષ્ટતા, ટાઈગર શ્રોફ કેસમાં મોટો ખુલાસો

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1.  Ahmedabad News: ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં યોજાય, કોંગ્રેસના દાવા સામે ભાજપ પ્રભારી તરુણ ચૂગે કરી સ્પષ્ટતા2. Rahul Gandhi: રાહુલ ગાંધીને મોટી રાહત.. અમિત શાહ પર અપમાન જનક ટિપ્પણી મામલે દોષમુક્ત જાહેર3. Tiger Shroff કેસમાં થશે મસમોટા ખુલાસા! મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હવે શાહજહાંપુર4. Cricket News : દો ભાઈ, દોનો તબાહી… વૈભવ સૂર્યવંશી નાના ભાઈએ ફટકારી તોફાની સદી5. Brazil: 'મારા પ્રિય મિત્ર.....'લુલા દા સિલ્વાની જીત પર PM મોદીએ પાઠવ્યા અભિનંદન6. Gold Silver Today: જોજો ઉતાવળ ન કરતા.. હજુ ઘટશે સોનાનો ભાવ ! ચાંદી 2 લાખની નીચે7. SEBIના નિયમો પાળવા સરકારે લીધો મોટો નિર્ણય, 4 બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડશે8. Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલમાં રાહત કે પછી વધારો ઝીંકાયો?9. France Protest: ફ્રાન્સમાં આંદોલન બન્યું વધુ ઉગ્ર, અનેક શહેરોમાં આગચંપી, 70 હજાર સુરક્ષાકર્મી તૈનાત10. Weather Update: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ તીવ્ર બન્યું, 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

Read Full Story arrow_forward