android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ
calendar_today October 26, 2026

Morbi News: સાયબર ફ્રોડમાં 3.49 કરોડની હેરાફેરી ઝડપાઈ, વચેટિયા સહિત 3 સામે ફરિયાદ

મોરબીમાં સામે આવેલા સાયબર ફ્રોડના આ ચકચારી કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે.સાયબર ફ્રોડ આચરતી ટોળકી દ્વારા કુલ રૂ.3.49 કરોડ જેટલી તોતિંગ રકમની નાણાકીય હેરાફેરી આચરવામાં આવી હતી.આ પ્રકરણમાં કમિશનની લાલચ આપીને અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.નાણાકીય કમિશન મેળવવાની લાલચમાં બેંક એકાઉન્ટ સોંપવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તે દિશામાં તપાસ તેજ બનાવી હતી.સાયબર અપરાધીઓ દ્વારા આ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના વ્યવહારો પાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક કાર્યવાહી અને તપાસમાં જણાઈ આવ્યું છે.સાયબર ફ્રોડ અંગેની બે ઓનલાઈન ફરિયાદો હતીપ્રાપ્ત વિગતો અનુસાર,મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PSI અશોક શુક્લાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, ગાંધીનગર તરફથી 'SAMANVAYA' તથા 'NCCRP' પોર્ટલ મારફતે મોકલાયેલી માહિતીમાં મોરબી શનાળા રોડ પર આવેલી ડીસીબી બેંકના એકાઉન્ટ નંબરમાં સાયબર ફ્રોડ અંગેની બે ઓનલાઈન ફરિયાદો હતી.આ બંને ઓનલાઈન ફરિયાદોમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યના નાગરિકો સાથે થયેલી કુલ રૂ.74000ની નાણાકીય છેતરપિંડીની વિગતો દર્શાવવામાં આવી હતી.સાયબર ક્રાઈમ સેલ તરફથી આ વિગતો મળતાં જ સ્થાનિક પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે જીતેન્દ્રભાઈ ચાવડાની અટકાયત કરીપોલીસે બેંક એકાઉન્ટની ઊંડાણપૂર્વક વિગતો કઢાવતા આ ખાતું મોરબીના વિજયનગર રોડ પર સનરાજ પાર્કમાં રહેતા અને ગેરેજમાં મજૂરીકામ કરતા ભાવેશ વઘોરાના નામનું હોવાનું ખૂલ્યું હતું.પોલીસે ભાવેશભાઈને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને અગાઉ પૈસાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.આથી તેના મિત્ર જીતેન્દ્રભાઈની વાતમાં આવીને તેણે ડીસીબી બેંકમાં પોતાના નામે ખાતું ખોલાવ્યું હતું.ત્યારબાદ તેણે આ એકાઉન્ટની સંપૂર્ણ કીટ જીતેન્દ્રભાઈને સોંપી દીધી હતી, જેના બદલામાં તેને રોકડા રૂ.5000 મળ્યા હતા.ત્યારબાદ પોલીસે જીતેન્દ્રભાઈ ચાવડાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.નિર્દોષ લોકો સાથે સાયબર ફ્રોડ આચર્યોપૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે જીતેન્દ્રએ આ બેંક એકાઉન્ટ પોતાના પરિચિત નિલેશ કાસુન્દ્રાને રૂ.15,000ના ભાડે વાપરવા આપ્યું હતું.આ 15,000માંથી જીતેન્દ્રએ રૂ.10,000 પોતાનું કમિશન રાખી લીધું હતું અને બાકીના રૂ.5,000 ભાવેશને આપ્યા હતા. પોલીસ સમક્ષ જીતેન્દ્રએ કબૂલાત આપી હતી કે આ બેંક એકાઉન્ટમાં તમામ પ્રકારના ટ્રાન્ઝેકશન નિલેશ પટેલ દ્વારા જ કરવામાં આવતા હતા.પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપી નિલેશ કાસુન્દ્રાએ પોતાના મળતિયાઓ સાથે મળી અલગ-અલગ રાજ્યોના નિર્દોષ લોકો સાથે સાયબર ફ્રોડ આચર્યો હતો.તેણે આ એકાઉન્ટમાં કુલ રૂ.3,49,61,073 જેવી માતબર રકમ જમા કરાવી હતી.આ તમામ રકમ બાદમાં UPI ID, IMPS અને RTGS મારફતે અન્ય વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.આ સમગ્ર નેટવર્ક અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surat News: વિન્ટર શિડ્યૂલમાં એરપોર્ટથી 2 ઈન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે

Read Full Story arrow_forward
Char Dham Yatra 2026: ચારધામ દર્શન માટે રહ્યા ગણતરીના દિવસો, આ તારીખે થશે ચારેય ધામોને કપાટ બંધ
calendar_today October 26, 2026

Char Dham Yatra 2026: ચારધામ દર્શન માટે રહ્યા ગણતરીના દિવસો, આ તારીખે થશે ચારેય ધામોને કપાટ બંધ

ઉત્તરાખંડમાં દર વર્ષે યોજાતી પવિત્ર ચાર ધામ યાત્રા 2026 હવે તેના આખરી ચરણમાં પહોંચી ગઈ છે. શિયાળાની શરૂઆત થતાં જ હિમાલયની ઉંચાઈઓ પર સ્થિત ચાર પવિત્ર ધામોના દરવાજા (કપાટ) આગામી શિયાળુ સત્ર માટે બંધ કરી દેવામાં આવશે. જો તમે પણ આ વર્ષે દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારી પાસે હવે ગણતરીના દિવસો જ બાકી છે. હવામાન અને ધાર્મિક તિથિઓ અનુસાર નવેમ્બર 2026 ના મધ્ય સુધીમાં તમામ ચાર ધામોના કપાટ અલગ-અલગ શુભ મુહૂર્તમાં બંધ કરવામાં આવશે.કપાટ બંધ થવાની તારીખો અને સમયયાત્રાળુઓની સુવિધા માટે ચારેય ધામોના દરવાજા બંધ થવાનું સમયપત્રક જારી કરવામાં આવ્યું છે:ગંગોત્રી ધામ: 10 નવેમ્બર,2026 ના રોજ બપોરે 12.05 વાગ્યે કપાટ બંધ થશે.કેદારનાથ ધામ: 11 નવેમ્બર, 2026 ના રોજ સવારે 8.30 વાગ્યે કપાટ બંધ થશે.યમુનોત્રી ધામ:11 નવેમ્બર, 2026 ના રોજ ભાઈબીજના પવિત્ર પર્વે સવારે 10.28 વાગ્યે દરવાજા બંધ થશે.બદ્રીનાથ ધામ: 16 નવેમ્બર, 2026 ના રોજ રાત્રે 9.37 વાગ્યે આખરી વિધિ સાથે કપાટ બંધ થશે.યાત્રાનો પરંપરાગત અને યોગ્ય ક્રમઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોક્કસ ક્રમમાં જ પૂર્ણ કરવાનો મહિમા છે:1. યમુનોત્રી ધામ (ઉત્તરકાશી): યાત્રાની શરૂઆત દેવી યમુનાના દર્શનથી થાય છે, જે સુખ-સમૃદ્ધિ આપે છે.2. ગંગોત્રી ધામ (ઉત્તરકાશી): બીજો પડાવ મોક્ષદાયિની માતા ગંગાનું ધામ છે, જ્યાં પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળે છે.3.  કેદારનાથ ધામ (રુદ્રપ્રયાગ): ત્રીજો પડાવ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામનો છે.4. બદ્રીનાથ ધામ (ચમોલી): યાત્રાનો અંતિમ પડાવ ભગવાન વિષ્ણુના બદ્રી નારાયણ સ્વરૂપનું ધામ છે, જ્યાં દર્શનથી યાત્રા પૂર્ણ થાય છે.ચક્રધામ યાત્રાનું ધાર્મિક મહત્વસનાતન ધર્મમાં ચાર ધામ યાત્રાનું અત્યંત વિશેષ સ્થાન છે. એવી માન્યતા છે કે સાચા હૃદયથી કરવામાં આવેલી આ યાત્રાથી વ્યક્તિને આત્મશુદ્ધિ, મનની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મળે છે. વિકટ પર્વતીય માર્ગો અને વિષમ હવામાન છતાં દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરવા આવે છે. શિયાળા દરમિયાન કપાટ બંધ થયા બાદ ભગવાનની પૂજા નીચલા સ્થળોએ (શીતકાલીન પ્રવાસ) કરવામાં આવે છે.આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલમાં રાહત કે પછી વધારો ઝીંકાયો?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: બંગાળની ખાડીમાં ગહન અવદાબ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું, આંધ્રના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: બંગાળની ખાડીમાં ગહન અવદાબ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું, આંધ્રના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward