android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: અમદાવાદમાં AQI 109 પર પહોંચ્યો, પ્રદૂષણ વધતાં થતાં શ્વાસના દર્દીઓ માટે જોખમ
calendar_today October 26, 2026

Ahmedabad News: અમદાવાદમાં AQI 109 પર પહોંચ્યો, પ્રદૂષણ વધતાં થતાં શ્વાસના દર્દીઓ માટે જોખમ

અમદાવાદ શહેરમાં નવરાત્રિ અને ચોમાસાની મોસમ પૂર્ણ થતાં જ શિયાળાની શરૂઆતમાં વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગ્યું છે.શહેરના જુદા જુદા વિસ્તારોના આંકડા જોતાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 109 પર પહોંચી ગયો છે.જે દર્શાવે છે કે હાલની હવા મધ્યમ શ્રેણીમાં પ્રવેશી ચૂકી છે.સામાન્ય રીતે 50થી ઓછો ઈન્ડેક્સ સારો અને 51થી 100 સંતોષકારક ગણાય છે.પરંતુ 100 વટાવતાં જ શ્વાસના દર્દીઓ માટે જોખમ શરૂ થાય છે.હાલમાં રાયખડ અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં હવા પુઅર શ્રેણીની નજીક પહોંચી ગઈ છે, જેનાથી તંત્ર અને નાગરિકો માટે મોટો પડકાર ઊભો થયો છે.બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 83 ઈન્ડેક્સ નોંધાયો અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં આવેલા રાયખડ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સૌથી વધુ 196 નોંધાયો છે.જે પુઅર એટલે કે ખરાબ હવા ધરાવતી શ્રેણી (201થી300)ની ખૂબ નજીક છે.આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં આવેલા સેટેલાઈટ વિસ્તારમાં 168, પીરાણામાં 126 અને એરપોર્ટ વિસ્તારમાં 118 AQI નોંધાયો છે. રખિયાલ અને ચાંદખેડા બંને વિસ્તારોમાં ઈન્ડેક્સ 103 રહ્યો છે જ્યારે નવરંગપુરામાં 90 અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 83 ઈન્ડેક્સ નોંધાયો છે.જ્યાં હવા પ્રમાણમાં શુદ્ધ છે.હવા બગડવાથી શ્વાસના દર્દીઓ વધ્યાઠંડીની શરૂઆતમાં તાપમાન ઘટતાં જ વાહનોનો ધુમાડો અને ધૂળના કણો વાતાવરણમાં નીચે જમા થાય છે.જેના કારણે પ્રદૂષણમાં સડસડાટ વધારો થાય છે. આ પ્રદૂષિત હવાની સીધી અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.તબીબોના જણાવ્યા અનુસાર, હવા બગડવાથી શ્વાસના દર્દીઓ, અસ્થમાથી પીડાતા લોકો, નાના બાળકો અને વૃદ્ધો માટે ગંભીર જોખમ ઊભું થાય છે. શહેરમાં વધી રહેલા પ્રદૂષણને કારણે હોસ્પિટલમાં પણ શ્વાસના દર્દીઓની ફરિયાદો વધારે સામે આવી છે.આ પણ વાંચોઃ Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે

Read Full Story arrow_forward
Surat News: વિન્ટર શિડ્યૂલમાં એરપોર્ટથી 2 ઈન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે
calendar_today October 26, 2026

Surat News: વિન્ટર શિડ્યૂલમાં એરપોર્ટથી 2 ઈન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી 30 નવેમ્બર સુધીના સમયગાળા માટે નવું વિન્ટર શિડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.આ નવા જાહેર કરાયેલા શિડ્યુલ અનુસાર સુરત એરપોર્ટ પરથી કુલ 2 ઇન્ટરનેશનલ તેમજ 17 ડોમેસ્ટિક ડાયરેક્ટ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવનાર છે.હવાઈ મુસાફરોની સુવિધા અને અવરજવરને ધ્યાનમાં રાખીને વિન્ટર શિડ્યુલમાં દેશના અગ્રણી મહાનગરો અને વિદેશના મુખ્ય મથકોને સીધી ફ્લાઇટ્સથી સાંકળી લેવામાં આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી જાહેર કરવામાં આવેલા નવા વિન્ટર શિડ્યુલમાં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.દૈનિક સીધી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશેસુરત એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઇ માટે દૈનિક સીધી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં આ ફ્લાઇટ દરરોજ સુરતથી સવારે 7.10 વાગ્યે રવાના થશે અને દુબઇથી પરત આવીને બપોરે 2.5 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ થશે.આ ઉપરાંત ખાડી દેશો સાથે જોડાણ વધારવા માટે શારજાહ માટે પણ ફ્લાઇટ સંચાલિત થશે.જે અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર બુધવાર,શુક્રવાર અને રવિવારે બપોરે 3.5 વાગ્યે સુરતથી ઉડાન ભરશે અને રાત્રે 10.00 વાગ્યે સુરત પરત ફરશે.આમ વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે આ બંને ફ્લાઇટ્સ અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે.રવિવારે ખાસ ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશેબીજી તરફ ડોમેસ્ટિક કનેક્ટિવિટીના ભાગરૂપે દેશના વિવિધ મહત્વના શહેરો માટે સુરતથી કુલ 17 ડાયરેક્ટ ફ્લાઇટ્સનું આવાગમન નિર્ધારિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે દરરોજ નિયમિત 5 ફ્લાઇટ્સનું સંચાલન થશે.જ્યારે મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે મંગળવાર,બુધવાર અને રવિવારે 1 વધારાની ફ્લાઇટ મળીને કુલ 6 ફ્લાઇટ્સ કાર્યરત રહેશે.દક્ષિણ ભારતના આઇટી હબ બેંગલુરુ માટે દરરોજ 2 ફ્લાઇટ્સ ઉડાન ભરશે,જ્યારે સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વધારાની ફ્લાઇટ તેમજ રવિવારે ખાસ ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બુધવાર અને રવિવારે સીધી વિમાની સેવા મળશેદેશના અન્ય મુખ્ય શહેરો જેવા કે હૈદરાબાદ,જયપુર, ગોવા અને કોલકાતા માટે સુરતથી દૈનિક સીધી ફ્લાઇટ સેવાઓ યથાવત્ રાખવામાં આવી છે.તદુપરાંત સ્ટાર એર દ્વારા જામનગર માટે અઠવાડિયામાં ચાર દિવસ એટલે કે મંગળવાર,ગુરુવાર, શનિવાર અને રવિવારે ફ્લાઇટ ચલાવાશે, જ્યારે ચેન્નાઇ માટે અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને રવિવારે સીધી વિમાની સેવા મળશે.આ નવા શિડ્યુલના અમલીકરણ સાથે સુરતથી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરો તેમજ જયપુર, ગોવા અને જામનગર જેવા પ્રવાસન કે ઔદ્યોગિક કેન્દ્રો સુધીની મુસાફરી વધુ સરળ બનશે. સુરતના ઉદ્યોગ જગત, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરો માટે 25 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીનું આ આયોજન ખૂબ અનુકૂળ રહેશે. આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદમાં AQI 109 પર પહોંચ્યો, પ્રદૂષણ વધતાં થતાં શ્વાસના દર્દીઓ માટે જોખમ

Read Full Story arrow_forward
Weather Update: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ તીવ્ર બન્યું, 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા
calendar_today October 26, 2026

Weather Update: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ તીવ્ર બન્યું, 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણના ક્ષેત્રે રવિવારે તીવ્ર ચક્રવાતી તોફાન 'અર્નબ'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 28 ઓક્ટોબરે આ ચક્રવાત 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવનની ગતિ સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાવાની શક્યતા છે. આ વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષેપની સંયુક્ત અસરને કારણે દેશના 15 થી વધુ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.ચક્રવાતી વાવાઝોડું "અર્નબ" વધુ તીવ્ર બન્યુંબંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું "અર્નબ" હાલ ૧૫ કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તેની વર્તમાન ગતિ ૬૫ થી ૮૫ કિમી/કલાકની જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્યરાત્રિ સુધીમાં આ વાવાઝોડું વધુ તીવ્ર બનીને ૧૪૦ કિમી/કલાકની મહત્તમ ઝડપે પહોંચી શકે છે. આ ચક્રવાત ૨૮ ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે, જેના પગલે તમામ દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વાવાઝોડાની વ્યાપક અસરને કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર સુધીના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.કેરળ અને આંધ્રપ્રદેશમાં 'રેડ એલર્ટ'હવામાન વિભાગે 26 અને 27 ઓક્ટોબર દરમિયાન કેરળ અને આંધ્રપ્રદેશ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, તમિલનાડુ અને પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કર્ણાટક અને રાયલસીમા વિસ્તારમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પુડુચેરીમાં શનિવાર રાતથી જ સતત વરસાદ ચાલુ છે, જ્યારે તમિલનાડુના ઇરોડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કોડીવેરી ડેમ બંધ કરવાની નોબત આવી છે. =ઓડિશામાં વહીવટીતંત્ર એલર્ટ પર, શાળાઓ બંધવાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લામાં ૨૮ અને ૨૯ ઓક્ટોબરે તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્થિતિ પર નજર રાખવા સંવેદનશીલ જિલ્લાઓમાં 8 મંત્રીઓને તૈનાત કર્યા છે. આ સાથે જ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરીને મુખ્યાલયે પરત ફરવા જણાવાયું છે. રાહત અને બચાવ કાર્ય માટે ODRAF ની 60 અને NDRF ની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. =હરિયાણા: વરસાદથી 810 કરોડ રૂપિયાનું ડાંગર પલળ્યુંબીજી તરફ, પશ્ચિમી વિક્ષેપના કારણે હરિયાણાના જીટી બેલ્ટ સહિત કૈથલ, કુરુક્ષેત્ર અને કરનાલમાં ભારે વાવાઝોડું, કરા અને વરસાદ પડ્યો છે. વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થવાથી પુરવઠો ખોરવાયો છે. મંડીઓમાં શેડની બહાર ખુલ્લામાં રાખેલું આશરે 3.32 લાખ મેટ્રિક ટન (રૂપિયા 810 કરોડની કિંમતનું) ડાંગર (ચોખાનો પાક) પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવનાઅર્ણબ વાવાઝોડાની અસર હેઠળ આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કેરળ ઉપરાંત ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ગોવા જેવા રાજ્યોમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચોઃ 26 October Top News: રાહુલ ગાંધીનો કોર્ટ કેસ, વાવાઝોડાનું એલર્ટ સહિતના મુખ્ય અપડેટ્સ

Read Full Story arrow_forward