android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: કોંગ્રેસ એક્સપાયર ઈન્જેક્શનની જેમ કામ કરે છે, રાહુલ ગાંધીનું લોન્ચિંગ દેશ સફળ નહીં થવા દે: તરુણ ચૂગ
calendar_today October 26, 2026

Ahmedabad News: કોંગ્રેસ એક્સપાયર ઈન્જેક્શનની જેમ કામ કરે છે, રાહુલ ગાંધીનું લોન્ચિંગ દેશ સફળ નહીં થવા દે: તરુણ ચૂગ

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદી વિરૂદ્ધ આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બીજી તરફ આવતીકાલે ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભાજપના પ્રદેશ પ્રભારી પણ ગુજરાત આવી ચૂક્યા છે. તેમની આગેવાની હેઠળ ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.  કોંગ્રેસ પક્ષની સતત હાર થઈ રહી છે ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની સતત હાર થઈ રહી છે અને જનતા તેમને સ્વીકારતી નથી કે વોટ પણ આપતી નથી.તેનું જ પરિણામ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વડાપ્રધાનના પિતા વિશે આવી અભદ્ર ભાષા બોલ્યા છે.કોંગ્રેસે ભારતના વીરોથી લઈને દેશની સેવા કરતા વડાપ્રધાન મોદીના સ્વર્ગીય માતા અને પિતાને અપશબ્દો કહ્યા છે, જેને દેશની પ્રજા ક્યારેય માફ નહીં કરે.રાહુલ ગાંધી અને ખડગે હેબિટ્યુઅલ ઓફેન્ડર બની ચૂક્યા છે.અગાઉ ઑપરેશન સિંદૂર વખતે પણ આ નેતાઓએ સેના વિરુદ્ધ પાકિસ્તાનની ભાષા બોલી હતી.વિદેશી આકાને ખુશ કરવા ટૂલકિટની જેમ રમી રહ્યા છેકોંગ્રેસે દેશના વિકાસ વિશે સવાલો ઊભા કરવાનો નવો એજન્ડા બનાવીને અરાજક તત્વોને બળ આપવાનું કામ કર્યું છે.રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશના સર્વોચ્ચ ન્યાયાલયને આદેશ આપનારા કોણ છે? તેમણે દેશના લોકતંત્રનું ઘોર અપમાન કર્યું છે. વધુમાં પ્રહાર કરતાં તેમણે કહ્યું કે બધાને અપમાનિત કરવાનો આ ખેલ રાહુલ ગાંધી પોતાના વિદેશી આકાને ખુશ કરવા ટૂલકિટની જેમ રમી રહ્યા છે.આ માટે રાહુલ ગાંધી અને ખડગેએ સાર્વજનિક રીતે દેશની માફી માંગવી જોઈએ.કોંગ્રેસ પાર્ટી આજે એક એક્સપાયર ઇન્જેક્શનની જેમ કામ કરી રહી છે.ભાજપ પહેલાં કરતાં વધુ બેઠકો જીતશેકોંગ્રેસ પક્ષ જેટલી મરજી હોય તેટલું રાહુલ ગાંધીનું રી-લોન્ચિંગ કરે તો પણ દેશ તેમને ક્યારેય સફળ થવા દેશે નહીં.દેશની સેવા કરતા પીએમ મોદીના સ્વર્ગીય માતા-પિતા વિશે વાપરેલી અભદ્ર ભાષા માટે રાહુલ અને સમગ્ર કોંગ્રેસે દેશની માફી માંગવી જ પડશે. સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આવતીકાલે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદયાત્રામાં ઉપસ્થિત રહેશે.જ્યારે રાજકોટમાં યોજાનારી પદયાત્રામાં પોતે તરુણ ચુઘ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે.આ ઉપરાંત નેતા પ્રતિપક્ષના આક્ષેપો પર પલટવાર કરતાં તેમણે જણાવ્યું કે વિપક્ષ પોતાની સીટની પેટી બાંધી લે, ચૂંટણીઓ સમય પર જ થશે અને ભાજપ પહેલાં કરતાં વધુ બેઠકો જીતશે.આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલમાં રાહત કે પછી વધારો ઝીંકાયો?

Read Full Story arrow_forward
Rahul Gandhi Accident: રાહુલ ગાાંધીના કાફલાને નડ્યો અકસ્માત..પૂર્વાંચલ એક્સપ્રેસ પર 5 ગાડી અને એમ્બ્યુલન્સ ટકરાઇ
calendar_today October 26, 2026

Rahul Gandhi Accident: રાહુલ ગાાંધીના કાફલાને નડ્યો અકસ્માત..પૂર્વાંચલ એક્સપ્રેસ પર 5 ગાડી અને એમ્બ્યુલન્સ ટકરાઇ

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાના પાંચ વાહનો અને એક એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓ અને સુરક્ષાકર્મીઓને ઈજાઓ પહોંચી છે. રાહુલ ગાંધી સુરક્ષિત છે.રાહુલ ગાંધીના કાફલાને નડ્યો અકસ્માત ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાના વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, એક્સપ્રેસવે પર 91મા કિલોમીટરના માઈલસ્ટોન નજીક કાફલાના પાંચ વાહનો અને એક એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાયાં હતાં. આ ઘટનામાં કોંગ્રેસના અનેક કાર્યકરો, પદાધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રાહુલ ગાંધી સુરક્ષિત હોવાનું જણાવાયું છે.રાહુલ ગાંધી આજે છે યુપીના પ્રવાસે રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. તેઓ કોર્ટમાં હાજર થવા માટે સુલતાનપુર જઈ રહ્યા હતા. આજે સવારે તેઓ દિલ્હીથી લખનૌ પહોંચ્યા હતા. જ્યારે તેમનો કાફલો લખનૌથી સુલતાનપુર તરફ પૂર્વાંચલ એક્સપ્રેસવે પર જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલો અંગે પ્રાથમિક માહિતી સામે આવી છે.કેવી રીતે સર્જાયો અકસ્માત ? અહેવાલો અનુસાર, પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 91મા કિલોમીટરના માઈલસ્ટોન નજીક રાહુલ ગાંધીના કાફલાના પાંચ વાહનો અને એક એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. =રાહુલ ગાંધી સુલતાનપુર કેમ જઈ રહ્યા છે?રાહુલ ગાંધી આજે સુલતાનપુરની મુલાકાતે છે, જેનું કારણ લગભગ આઠ વર્ષ જૂના માનહાનિના કેસમાં કોર્ટની સુનાવણી અને સંભવિત ચુકાદો છે. આ કેસ 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિશે આપવામાં આવેલા એક નિવેદન સાથે સંબંધિત છે. આ નિવેદન બાદ, સ્થાનિક ભાજપ નેતા વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ, 2018ના રોજ સુલતાનપુરની કોર્ટમાં માનહાનિની ​​ફરિયાદ દાખલ કરી હતી.ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે, "ભારતના લોકો ભૂલી જાય છે કે ભાજપના અધ્યક્ષ હત્યાના કેસમાં આરોપી છે... આ સત્ય છે. આ ટિપ્પણી સોહરાબુદ્દીન શેખના કથિત નકલી એન્કાઉન્ટર કેસના સંદર્ભમાં હતી. વર્ષ 2014માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ (CBI) કોર્ટે અમિત શાહને આ કેસના આરોપોમાંથી મુક્ત કર્યા હતા. આ નિવેદનને ટાંકીને વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો.આ મામલાના સંદર્ભમાં, સુલતાનપુરની એક વિશેષ સાંસદ-ધારાસભ્ય (MP-MLA) કોર્ટે નવેમ્બર 2023માં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. તેઓ 20 ફેબ્રુઆરી,2024ના રોજ કોર્ટમાં હાજર થયા હતા અને તેમને જામીન મળ્યા હતા. ત્યારબાદ, તેમણે જુલાઈ 2024 અને ફેબ્રુઆરી 2026માં કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો. આરોપોને નકારી કાઢતા, રાહુલ ગાંધીએ આ ફરિયાદને રાજકીય દ્વેષથી પ્રેરાયેલી ગણાવી. સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષે સાક્ષીઓ અને પુરાવા રજૂ કર્યા. બંને પક્ષોની અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ, કોર્ટે ચુકાદા માટે 26 ઓક્ટોબર, 2026ની તારીખ નક્કી કરી છે.

Read Full Story arrow_forward
Rajkot News: નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારની લીલી ઝંડી, આજે સમયપત્રક જાહેર કરાશે
calendar_today October 26, 2026

Rajkot News: નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારની લીલી ઝંડી, આજે સમયપત્રક જાહેર કરાશે

રાજકોટ શહેરમાં તોળાતા જળસંકટ વચ્ચે નાગરિકો માટે અત્યંત રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે.રાજ્ય સરકારે નર્મદાના નીર આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે.જેનું સમયપત્રક આજે જાહેર કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં જાન્યુઆરી સુધી ચાલે એટલો પાણીનો જથ્થો અપાશે. સરકારે છેક જુલાઈ સુધી પાણી આપવાની સંપૂર્ણ ખાતરી પણ આપી છે.આજે નર્મદાનું સમય પત્રક જાહેર કરાશેરાજકોટ શહેરની જીવાદોરી સમાન મુખ્ય જળાશયોને ફરી જીવંત બનાવવા માટે આગામી બે થી ત્રણ દિવસમાં આજી 1, ન્યારી 1 અને ભાદર ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર ઠલવીને છલોછલ કરવામાં આવશે.પીવાના પાણીના ગંભીર પ્રશ્નને ઉકેલવા તંત્ર દ્વારા સમગ્ર કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કા હેઠળ જાન્યુઆરી મહિના સુધી ચાલે તેટલો જરૂરી જળજથ્થો તાત્કાલિક પૂરો પાડવામાં આવનાર છે.ત્યારબાદ સ્થાનિક સ્થિતિને ધ્યાને રાખીને છેક જુલાઈ માસ સુધી રાજકોટવાસીઓને પાણી પૂરું પાડવા અંગે સરકાર તરફથી ખાતરી અપાઈ છે જેના માટે આજે સમયપત્રક જાહેર કરાશે.જળાશયોમાં પાણીનો મર્યાદિત જથ્થો બચ્યોરાજકોટમાં આજની તારીખે જળાશયોમાં પાણીનો મર્યાદિત જથ્થો બચ્યો છે.શહેરના આજી-1 ડેમમાં અત્યારે 28% જથ્થો છે અને 29 ફૂટે છલકાતા આજીની સપાટી 18.19 ફૂટે પહોંચી છે. ન્યારી 1 ડેમમાં 27% પાણીનો જથ્થો છે જેમાં 25 ફૂટે છલકાતા ન્યારીની સપાટી 14.21 ફૂટ ભરેલી છે.આ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા ભાદર-1 ડેમ કે જે 34 ફૂટે છલકાય છે તેની સપાટી 15.80 ફૂટ છે અને તેમાં 17.91% જથ્થો જ ઉપલબ્ધ છે. આજી અને ન્યારી બંને ડેમમાં હજુ રાજકોટને માત્ર 15 દિવસ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે.આ પણ વાંચોઃ Surat News: વિન્ટર શિડ્યૂલમાં એરપોર્ટથી 2 ઈન્ટરનેશનલ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરશે

Read Full Story arrow_forward