android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BJP protest: 'બાપ ભી જાએગા...'PM મોદીને પર ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આજે દેશભરમાં BJPનું વિરોધ પ્રદર્શન
calendar_today October 26, 2026

BJP protest: 'બાપ ભી જાએગા...'PM મોદીને પર ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આજે દેશભરમાં BJPનું વિરોધ પ્રદર્શન

બિહારની રાજધાની પટના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી દેશમાં ભારે રાજકીય વિવાદ ઊભો થયો છે. વાંધાજનક અને અભદ્ર નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આજે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપ કોંગ્રેસ પ્રમુખ પાસેથી બિનશરતી માફીની માંગ કરી રહ્યું છે.શું હતો સમગ્ર વિવાદ?બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહની જન્મજયંતિ નિમિત્તે પટનામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે "વડાપ્રધાન ક્યાંય જશે નહીં", જેના જવાબમાં ખડગેએ "મોદીના પિતા પણ જશે" જેવી ટિપ્પણી કરી વિવાદ ઊભો કર્યો હતો. ભાજપના નેતાઓએ આ ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને વડાપ્રધાનના પરિવારની ગરિમા પર હુમલો ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે શાસન અને નીતિઓની ટીકા કરવાના બદલે વ્યક્તિગત હુમલા કરીને કોંગ્રેસે રાજકીય ચર્ચાનું સ્તર નીચું લાવવાનું કામ કર્યું છે. =દેશભરમાં ભાજપનું વિરોધ પ્રદર્શનઆ વાંધાજનક નિવેદનના વિરોધમાં ભાજપના તમામ રાજ્ય એકમો દેશભરના રાજ્ય મુખ્યાલયોની બહાર શાંતિપૂર્ણ પરંતુ મક્કમ વિરોધ પ્રદર્શનો યોજશે. પાર્ટીના પ્રવક્તાઓએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દેશવ્યાપી આંદોલન દ્વારા એ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે વડાપ્રધાન કે તેમના પરિવાર પ્રત્યે આવી મર્યાદાહીન ભાષા અને ટિપ્પણીઓ સહેજ પણ સહન કરવામાં આવશે નહીં. લોકશાહીમાં રાજકીય મતભેદો હોઈ શકે પરંતુ પરસ્પર આદર અને જાહેરમાં શિષ્ટાચાર જાળવવો અનિવાર્ય છે.રવિશંકર પ્રસાદનો આકરો પ્રહારબીજી તરફ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પ્રમુખના આ નિવેદનને અત્યંત શરમજનક ગણાવ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કોંગ્રેસ પક્ષનું સ્તર આ હદ સુધી ઘટી ગયું છે? રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો કે સતત ચૂંટણીઓ હાર્યા બાદ કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ, સૈન્ય અને સંસદીય મર્યાદાઓ પર હુમલા કરતી આવી છે અને હવે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી ઘૃણાસ્પદ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.આ પણ વાંચોઃ Brazil: લુલા દા સિલ્વાએ રચ્યો ઇતિહાસ, 80 વર્ષની ઉંમરે ચોથી વખત બનશે રાષ્ટ્રપતિ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: વડોદરામાં તહેવારને લઈને પોલીસ એક્શનમાં, નંદેસરીમાં ગેરકાયદે રહેતા લોકોનું ચેકિંગ હાથ ધરાયું
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: વડોદરામાં તહેવારને લઈને પોલીસ એક્શનમાં, નંદેસરીમાં ગેરકાયદે રહેતા લોકોનું ચેકિંગ હાથ ધરાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે
calendar_today October 26, 2026

Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે

ભારતીય રેલવે દ્વારા રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતા મુસાફરોને પણ વૈકલ્પિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે 24 ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ અંગે સૂચનાઓ જારી કરી છે.સુપ્રીમ કોર્ટના 6 ઓક્ટોબર 2026ના આદેશના અનુસંધાને આ યોજના 27 ઓક્ટોબરથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પર લાગુ કરવામાં આવશે.આ વીમા માટે પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.જેમાં તમામ કરનો સમાવેશ થાય છે.અત્યાર સુધી ઓનલાઇન ઈ-ટિકિટ બુકિંગ સાથે ઉપલબ્ધ આ સુવિધાનો વ્યાપ હવે કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ ખરીદતા મુસાફરો સુધી વિસ્તરશે.વીમાનું પ્રીમિયમ ટિકિટના ભાડા સાથે વસૂલાશેરેલવે બોર્ડની સૂચના અનુસાર યોજનાના અમલીકરણ માટે જરૂરી સોફ્ટવેર અને સિસ્ટમમાં ફેરફારની કામગીરી સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ દ્વારા IRCTCના સંકલનમાં કરવામાં આવી રહી છે.તમામ ઝોનલ રેલવેને કાઉન્ટરો પર જરૂરી વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવા અને કર્મચારીઓને તાલીમ આપવા સૂચના આપવામાં આવી છે.આ વીમો સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે.મુસાફર વીમો લેવા સંમતિ આપે પોતાનો મોબાઈલ નંબર આપે અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરે ત્યારે જ વીમો ઉપલબ્ધ થશે. વીમાનું પ્રીમિયમ ટિકિટના ભાડા સાથે ડિજિટલ રીતે જ વસૂલવામાં આવશે. પોલિસીની વિગતો મોબાઈલ પર મળવાની પ્રક્રિયાકાઉન્ટર કર્મચારીઓએ મુસાફરોને વીમાની સુવિધા તેની શરતો અને પોલિસીની વિગતો મોબાઈલ પર મળવાની પ્રક્રિયા અંગે જાણકારી આપવાની રહેશે.આ યોજનાની શરતો મુજબ ટ્રેન અકસ્માત અથવા રેલવે કાયદા હેઠળ આવરી લેવાતી અનિચ્છનીય ઘટનામાં મૃત્યુ,કાયમી સંપૂર્ણ અપંગતા,કાયમી આંશિક અપંગતા,ઇજાની સારવાર માટે જ લાગુ રહેશે.રેલવે વિભાગના અધિકારીઓને ટેકનિકલ ખામીઓ અને કામગીરીની મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ અમલીકરણની દેખરેખ રાખવા જણાવાયું છે.પશ્ચિમ રેલવેના મુંબઈ મુખ્યાલયે પણ તમામ વિભાગોને ૨૭ ઓક્ટોબર પહેલાં તૈયારીઓ પૂર્ણ કરી કામગીરીની ખાતરી આપવા આદેશ કર્યો છે.માત્ર 45 પૈસાના પ્રીમિયમમાં રૂપિયા 10 લાખ સુધીનું કવચમુસાફરના મૃત્યુના કિસ્સામાં: રૂપિયા 10 લાખકાયમી સંપૂર્ણ દિવ્યાંગતા માટે: રૂપિયા 10 લાખકાયમી આંશિક દિવ્યાંગતા માટે: રૂપિયા 7.5 લાખ સુધીહોસ્પિટલાઇઝેશન અને સારવાર ખર્ચ: 2 લાખ સુધીમૃતદેહના પરિવહન ખર્ચ પેટે: રૂપિયા 10000ની સહાય મળવાપાત્રઆ પણ વાંચોઃ Botad News: PGVCLનો જાદૂ કે કાંડ? વીજ કનેક્શન કે મીટર વગર જ મોકલ્યું લાઈટ બિલ! Video

Read Full Story arrow_forward