android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajula : સિવિલ હોસ્પિટલથી ભેરાઈને જોડતો માર્ગ મજબુત બનાવવા માંગ
calendar_today October 25, 2026

Rajula : સિવિલ હોસ્પિટલથી ભેરાઈને જોડતો માર્ગ મજબુત બનાવવા માંગ

રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ પાસે વર્ષોથી સર્જાતી ટ્રાફ્કિની સમસ્યાનો પ્રશ્ન છે. જેને હળવી કરવાના હેતુથી સિવિલ હોસ્પિટલથી ભેરાઈ રોડને જોડતો આશરે 400 મીટરનો નવો માર્ગ રૂ.80 લાખના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ શરૂ થતાં માર્કેટિંગ યાર્ડની ગોળાઈ પાસે સર્જાતી ટ્રાફ્કિની સમસ્યામાં રાહત મળવાની આશા છે. હાલમાં માર્ગનું પીસીસી કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ લોખંડ પાથરી આર.સી.સી. રોડ બનાવવામાં આવશે. બાંધકામમાં નબળા કે જરૂરિયાત કરતાં પાતળા લોખંડનો ઉપયોગ ન થાય અને ટેક્નિકલ માપદંડો મુજબ યોગ્ય ગુણવત્તાનું તથા મજબૂત લોખંડ વાપરવામાં આવે તેવી વિસ્તારના વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ માર્ગ પરથી એસટી બસો, ખાનગી બસો, ટ્રકો સહિત દરરોજ મોટી સંખ્યામાં ભારે અને હળવાં વાહનોની અવરજવર થવાની છે. આ ઉપરાંત આસપાસની અંદાજે 50 નાની-મોટી સોસાયટીઓના રહેવાસીઓ તેમજ રાજુલા શહેરના વેપારીઓ માટે પણ આ માર્ગ મહત્ત્વનો બની રહેશે. ત્યારે આ રસ્તો લાંબા સમય સુધી ટકી રહે તે માટે બાંધકામમાં ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. નિયત માપદંડોનું પાલન કરવામાં આવે, લોખંડની ગુણવત્તા અને જથ્થાની ચકાસણી થાય તથા કોન્ટ્રાક્ટર દ્વારા ટકાઉ અનેગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સંબંધિત તંત્ર આ માર્ગના બાંધકામની ગુણવત્તા પર યોગ્ય દેખરેખ રાખી, મજબૂત અને ટકાઉ માર્ગનું નિર્માણ કરે એવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch : પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી
calendar_today October 25, 2026

Bharuch : પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રૂા.2.93 લાખથી વધુની કિંમતનો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી આવી હતી. વડોદરા પશ્ચિમ રેલવે પોલીસની SOGના સુરત કેમ્પની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ જથ્થોઝડપી પાડી ભરૂચ રેલવે પોલીસને સોંપ્યો હતો. આ મામલે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વડોદરા પશ્ચિમ રેલવે પોલીસના સુરત કેમ્પમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ અને તેમની ટીમ સુરત રેલવે સ્ટેશનથી પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં સવાર થઈ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આવી ઊભી રહેતાં ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. ટ્રેનના ગાર્ડ તરફ્ના વિકલાંગ કોચની બાજુના કોચમાં તપાસ દરમિયાન બે બાથરૂમ વચ્ચે એક શંકાસ્પદ બેકપેક બિનવારસી હાલતમાં મળી આવી હતી. કોચમાં બેઠેલા મુસાફરોની પૂછપરછ કરવા છતાં બેગ અંગે કોઈ માહિતી મળી નહોતી. જેથી બેગની તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય પદાર્થનાં ચાર બંડલ મળી આવ્યાં હતાં.ત્યારબાદ બેગને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ FSLની મદદથી તપાસ કરાવવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન પદાર્થમાં કેનાબીસના સક્રિય ઘટકો મળી આવતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. વજન કરતાં કુલ 5 કિલો 877 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રતિ કિલો રૂા.50 હજારના અંદાજિત ભાવ પ્રમાણે તેની કિંમત રૂા.2.93 લાખથી વધુ થવા જાય છે. આ મામલે ભરૂચ રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ગાંજાનો જથ્થો કોણે અને કયા હેતુથી ટ્રેનમાં મૂક્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar : શાક માર્કેટ માર્ગ પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા
calendar_today October 25, 2026

Ankleshwar : શાક માર્કેટ માર્ગ પર આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા

અંકલેશ્વર શહેરમાં એક તરફ્ રસ્તાઓ પર ઊડતી ધૂળ અને કચરાના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન છે, તો બીજી તરફ્ શહેરના હાર્દસમા ત્રણ રસ્તા સર્કલ પર ટ્રાફ્કિની સમસ્યા માથાનો દુખાવો બની છે. નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવા છતાં અનેક સ્થળોએ ધૂળ અને કચરો જોવા મળતાં સફાઈ કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પર ટ્રાફ્કિની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર અને પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ અગાઉ મોટા દાવા કરવામાં આવ્યા હતા. જોકે, શાક માર્કેટ તરફ્ જતા એક તરફ્ના માર્ગ પર આડેધડ વાહનોનું પાર્કિંગ થતું હોવાની સ્થિતિને પગલે ટ્રાફ્કિ સમસ્યા યથાવત જણાય છે. ત્રણ રસ્તા સર્કલ પર પોલીસનો ટ્રાફ્કિ પોઇન્ટ હોવા છતાં વાહનોના આડેધડ પાર્કિંગ સામે અસરકારક કાર્યવાહી કરાતી નથી. બીજી તરફ્, શહેરમાં ઊડતી ધૂળને કારણે નાગરિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી રસ્તાઓની નિયમિત સફાઈ અને ધૂળ નિયંત્રણ માટે કાયમી વ્યવસ્થા કરવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward