Palanpur: બ્રહ્માકુમારીઝના નવદશકોત્સવના ઉપલક્ષ્યમાં ગ્લોબલ સમિટ યોજાઈ
બ્રહ્માકુમારીના નવદશકોત્સવના ઉપલક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવનમાં આયોજિત ગ્લોબલ સમિટ 2026 માં બ્રહ્માકુમારીની આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાની દીદીએ સકારાત્મક વિચાર, શ્રોષ્ઠ સંકલ્પો અને આંતરિક શક્તિના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આપણી વિચારસરણી, સ્વભાવ, નિર્ણયો અને સંસ્કારો આપણા જીવનની દિશા નક્કી કરે છે તેથી પોતાનામાં સકારાત્મક પરિવર્તન લાવવાની જવાબદારી આપણી પોતાની છે. બીજાઓની નકારાત્મક વાતોને વારંવાર દોહરાવવાને બદલે તેમના પ્રત્યે પણ શુભભાવના અને શ્રોષ્ઠ સંકલ્પો રાખવા જોઈએ. તેનાથી મન શાંત, સ્થિત અને શક્તિશાળી બને છે. બીકે શિવાની દીદીએ સૌને સમાનતાની દ્દષ્ટિથી જોવાની, સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવાની, સૌને ક્ષમા કરવાની અને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની પ્રેરણા આપી. તેમણે શ્રોષ્ઠ સંસ્કારો અને કર્મો દ્વારા પોતાનામાં પરિવર્તન લાવીને સ્વર્ણિમ ભારતના નિર્માણ તથા વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાને સાકાર કરવાનો સંદેશ આપ્યો. તેમણે પ્રેરણા આપી કે સકારાત્મક વિચારસણી, આત્મવિશ્વાસ, શ્રોષ્ઠ કાર્યો અને પરમાત્માની શક્તિઓના સહારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને અસંભવને પણ સંભવ બનાવી શકાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward