Vapi: પારડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉજવણી
વાપી : પારડીના ધીરુભાઈ હોલ ખાતે રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધ્વજપૂજનથી થયા બાદ નિવૃત્ત શિક્ષક અનિલભાઈ ઠાકોર, તાલુકા સંઘચાલક જયસુખ પટેલ, પારડી સંઘચાલક મનીગભાઈ રાણા અને અગ્રણી રાજેશભાઈ રાણાના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક અનિલભાઈ ઠાકોરે પોતાના પ્રવચનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં પાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ ભંડારી, સભ્ય જીગ્નેશભાઈ પટેલ, એડવોકેટ જે. પ્રકાશભાઈ દેસાઈ, ભંડારી સમાજના અગ્રણી જયંતીભાઈ ભંડારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward