android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૂ. 28 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ઇમેજિંગ સેન્ટરનું લોકાર્પણ
calendar_today October 25, 2026

Anand: કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૂ. 28 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ઇમેજિંગ સેન્ટરનું લોકાર્પણ

ભાઈકાકા યુનિવર્સિટી સાથે સંલગ્ન અને ચારુતર આરોગ્ય મંડળ દ્વારા પ્રાયોજિત કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૂ. 28 કરોડના જંગી ખર્ચે નિર્મિત અત્યાધુનિક ઈસણાવ નિવાસી મોતીભાઈ અને જીજીબેન પટેલ ઇમેજિંગ સેન્ટરનું લોકાર્પણ અમેરિકાના સેન હોસે ખાતે વસતા દાતા અરવિંદભાઈ પટેલના 20 લાખ અમેરિકન ડૉલરના ઉદાર આર્થિક સહયોગથી વર્ષાબેન અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનાથી દર્દીઓ માટે કેન્સર, હૃદયરોગ, મગજ અને ચેતાતંત્રના રોગો, સ્તન સંબંધિત બીમારીઓ તથા હાડકાંની જટિલ સમસ્યાઓનું સમયસર અને ચોક્કસ નિદાન સુલભ બનશે. આશરે 1,650 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ ભવ્ય ઇમારતનું બાંધકામ માત્ર 10 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રના રેડિયોડાયેગ્નોસિસ વિભાગના વડા ડૉ. વિરલ પટેલના જણાવ્યા અનુસાર દર્દીઓની ઝડપી તપાસ અને સચોટ નિદાન માટે 64-ચેનલ ટેકનોલોજી અને આર્ટિફ્શિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) આધારિત ઝડપી સ્કેનિંગ ધરાવતી સિમેન્સ મેગ્નેટોમ વિડા 3-ટેસ્લા એમ.આર.આઈ. સિસ્ટમ, દાંત તથા કાન, નાક અને ગળાના રોગો માટે ત્રિપરિમાણીય ઇમેજિંગ આપતી કેરસ્ટ્રીમ સી.એસ. 9600 કોન-બીમ સી.ટી. સિસ્ટમ, મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે થ્રી-ડી ડિજિટલ બ્રેસ્ટ ટોમોસિન્થેસિસ ટેકનોલોજીથી સજ્જ ફુજીફ્લ્મિ એમ્યુલેટ સોફિનિટી મેમોગ્રાફી સિસ્ટમ મોટરચાલિત પોઝિશનિંગ ધરાવતી ભારતની પ્રથમ ડી.આર.જેમ ડાયમંડ યુ-આર્મ ડિજિટલ એક્સ-રે સિસ્ટમ ઉપરાંત યકૃત અને ગર્ભાવસ્થાના થ્રી-ડી/ફેર-ડી અલ્ટ્રાસાઉન્ડ (સોનોગ્રાફી), હૃદય તપાસ માટે જી.ઈ.નું 128-લાઇસ સી.ટી. સ્કેનર, ગાંઠના ચોક્કસ સ્થાન માટે પી.એેટ-સી.ટી. તથા પી.એેટ-એમ.આર.આઈ. ઇમેજ ફ્યુઝન અને હાડકાંની ઘનતા માપી ઓસ્ટિયોપોરોસિસ ચકાસવા માટે ઓસ્ટિયોસિસ પ્રિમસ ડેક્સા સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે તબીબી શિક્ષણ, સંશોધન અને સારવારના આયોજનને વેગ આપશે.આ સેન્ટર અંગે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ લોકપયોગી સેવાના ઉઘ્દાટન પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી જાગૃત ભટ્ટ, સેક્રેટરી અમિત પટેલ, બોર્ડના સભ્યો અને ભાઈકાકા યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી સહિતના અનેક મહાનુભાવોએ વિશેષરૂપે ઉપસ્થિત રહીને આ નવતર પહેલને બિરદાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Valsad: પૂરગ્રસ્તો હજી પણ સહાયથી વંચિત
calendar_today October 25, 2026

Valsad: પૂરગ્રસ્તો હજી પણ સહાયથી વંચિત

વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારના સેંકડો રહીશો ઘટનાના અઢી માસ બાદ પણ સેંકડો લોકો સહાયથી વંચિત રહી જતા શહેરી વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સરવેને કામગીરી કરનાર અધિકારીની કામગીરી પર સવાલો ઉઠયા છે. સહાયથી વંચિત અસરગ્રસ્ત અરજદારોએ સિટી મામલતદાર કચેરી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. તે બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય નહિ ચૂકવાતા સહાયથી વંચિત અસરગ્રસ્ત રાજદારોમાં ભારે રોષ ફેલાયો છે. વલસાડ શહેર સહિત તાલુકામાં ગત તા. 23મી જુલાઈના રોજ પૂર આવતા શહેરના 90 ટકા વિસ્તાર ડુબાણમાં જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના કાશ્મીરનગર વલસાડ પારડી, તરિયાવાડ , બંદર રોડ, છીપવાડ, ડોડિયા ટેકરા, માસ્તર રોડ, જોગીયાની નાળ, વાવડી સહિતના વિસ્તારના તમામ વિસ્તારના તમામ મકાનો પાણીમાં ગરક થયા હતા. પૂર અસરી ગયા બાદ વલસાડ સિટી મામલતદારના નેજા હેઠળ શહેરના પૂર અસરગ્રસ્તોને સરકારી ધારા ધોરણો મુજબ સહાય ચૂકવવા માટે સરવેની કામગીરી કરવામાં આવી હતી. સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર અસરગ્રસ્ત લોકોને માંડ માંડ સહાય ચૂકવવાની કવાયત હાથ ધરાઈ હતી. શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર ઓસર્યાના અઢી માસ બાદ પણ અનેક લોકો સહાયથી વંચિત રહી ગયા છે. આ લોકોએ વલસાડ તાલુકા મામલતદારને રજૂઆત કરી હતી. જે બાદ સિટી મામલતદાર દ્વારા સહાયથી વંચિત રહી ગયેલ પૂર અસરગ્રસ્તો પાસેથી દસ્તાવેજો મેળવાયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પૂર અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના છીપવાડ સહકારી સંઘના પૂર અસરગ્રસ્ત વિસ્તારના રહીશોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જે બાદ પણ અનેક અસરગ્રસ્ત લોકો અઢી માસ બાદ પણ સહાયથી વંચિત રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારના અનેક લોકો મળવાપાત્ર સહાય ચૂકવવામાં સંબંધિત તંત્રના અખાડાના પગલે સહાયથી વંચિત અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi: સલવાવ બ્રિજ નજીક ટ્રાફિકજામથી કલાકો સુધી અટવાતા વાહનચાલકો
calendar_today October 25, 2026

Vapi: સલવાવ બ્રિજ નજીક ટ્રાફિકજામથી કલાકો સુધી અટવાતા વાહનચાલકો

નેશનલ હાઇવે નંબર 48 પર અમદાવાદ-મુંબઈ હાઇવેના વાપી નજીક સલવાવ બ્રિજ પાસે રોડની કામગીરીને કારણે છેલ્લા બે દિવસથી ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સલવાવ બ્રિજના આગળના છેડેથી અમદાવાદ તરફના માર્ગ પર બલીઠા સ્થિત બરમદેવ મંદિર સુધી આશરે એક કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. પરિણામે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડે છે. હાઇવે ઓથોરિટી દ્વારા દિવસ દરમિયાન હાથ ધરવામાં આવતી રોડની ધીમી કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. ખાસ કરીને સાંજના સમયે અને પીક અવર્સ દરમિયાન વાહનોની સંખ્યામાં વધારો થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વાપીના ઔદ્યોગિક એકમોમાં નોકરી-ધંધા માટે આવતા-જતા હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકજામથી બચવા કેટલાક વાહનચાલકો રોંગ સાઇડ પર વાહનો હંકારી રહ્યા હોવાથી અકસ્માતની ભીતિ છે. મુખ્ય હાઇવે પર આ પ્રકારની અવ્યવસ્થાથી અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક વાહનચાલકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રોડની કામગીરી ઝડપી બનાવવાની અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. હાઇવે ઓથોરિટી દ્વારા વાહનવ્યવહારને ઓછામાં ઓછો અવરોધ થાય તે રીતે કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઊઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward