android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર
calendar_today October 27, 2026

Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શેલા (Shela) વિસ્તારમાં ધોળે દિવસે ચીલઝડપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની જ ખુદ ચેઈન સ્નેચરોનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહિલા પોતાના પુત્ર સાથે રોડ પરથી પસાર થઈને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી સોનાની ચેઈન આંચકીને આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં બોપલ પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.પુત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા ને બાઈક સવારો ત્રાટક્યાઘટનાની વિગતો અનુસાર શેલા વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની પોતાના પુત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા બાદ પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા.તેઓ સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક બાઈક પર સવાર થઈને બે અજાણ્યા યુવકો આવ્યા હતા.બાઈકચાલકે બાઈક ધીમું પાડતાં જ પાછળ બેઠેલા શખ્સે ચાલુ બાઈકે મહિલાના ગળા પર જોરથી ઝપટ મારીને સોનાની ચેઈન તોડી લીધી હતી.અચાનક થયેલા હુમલાથી મહિલા હેબતાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ ત્યાં સુધીમાં બાઈક સવારો પૂરપાટ ઝડપે રફુચક્કર થઈ ગયા હતા.બોપલ પોલીસ તપાસમાં જોતરાઈબનાવ અંગે તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં બાઈક પર આવેલા બંને સ્નેચરો સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા છે.સીસીટીવીમાં દેખાતા વાહનના નંબર અને શખ્સોના હૂલિયાના આધારે બોપલ પોલીસે ગુનો નોંધીને વિવિધ ટીમો બનાવી નાકાબંધી હાથ ધરી છે.પોલીસ પરિવારની મહિલા જ અસુરક્ષિત બનતાં સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને પણ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Surat: SMC તૈયાર કરશે ડિજિટલ ડેટાબેઝ, GPS અને એપથી ઘરે-ઘરે થશે બાંધકામની ચકાસણી

Read Full Story arrow_forward
Himachalમાં પેરાગ્લાઇડિંગ દુર્ઘટના: બ્રિટિશ પાઇલટનો બચાવ, બલ્ગેરિયન પાઇલટનું મોત
calendar_today October 27, 2026

Himachalમાં પેરાગ્લાઇડિંગ દુર્ઘટના: બ્રિટિશ પાઇલટનો બચાવ, બલ્ગેરિયન પાઇલટનું મોત

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળાના ખનિયારા-યોલ વિસ્તારમાં પેરાગ્લાઇડિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બલ્ગેરિયાના 47 વર્ષીય પાઇલટ મેક્સિમ વેલેન્ટિનોવિચ ગેવ્રિલિચેન્કોનું મોત થયું હતું, જ્યારે તેમની સાથે ઉડાન ભરી રહેલા બ્રિટનના 63 વર્ષીય પાઇલટ સ્ટીફન એન્ટની પર્ડીને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. બીડ-બિલિંગથી સોલો પેરાગ્લાઇડિંગ ઉડાન ભર્યા બાદ રાઇઝિંગ સ્ટાર પીક નજીક આ અકસ્માત થયો હતો.વધુ પવનના કારણે અકસ્માત થયાની પ્રાથમિક આશંકાપ્રાથમિક માહિતી અનુસાર, પવનની ગતિ વધુ હોવાને કારણે બંને પાઇલટ અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસ અને વહીવટી તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, મેક્સિમ 7 ઑક્ટોબરે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. રવિવારે બીડ-બિલિંગથી ઉડાન ભર્યા બાદ બપોરે આશરે 3થી 3:30 વાગ્યાની વચ્ચે ખનિયારા-યોલ વિસ્તારમાં અકસ્માત થયાની જાણ થઈ હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસડીઆરએફ(SDRF) અને સ્થાનિક હિમ સંસાર રેસ્ક્યૂ ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી.રાત્રે આશરે 9 વાગ્યે ઘટનાસ્થળે પહોંચેલી ટીમે આખી રાત શોધખોળ કરી હતી. સોમવારે સવારે આશરે 10 વાગ્યે બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ અકસ્માતમાં મેક્સિમનું મોત થયું હતું, જ્યારે બ્રિટિશ નાગરિક સ્ટીફન એન્ટની પર્ડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધર્મશાળાની ઝોનલ હૉસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો છે.એસપીએ શું કહ્યું?કાંગડાના એસપી કુલભૂષણ વર્માએ આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પોલીસ આ મામલે જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી રહી છે. તેમણે કહ્યું કે સતત બદલાતા હવામાન અને તેજ પવન વચ્ચે પેરાગ્લાઇડિંગની ઉડાનની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. એસપીએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેરાગ્લાઇડિંગ પાઇલટ્સને વારંવાર સૂચના આપવામાં આવે છે કે ખરાબ હવામાનમાં ઉડાન ન ભરે. તેમ છતાં વહીવટી તંત્રની સૂચનાઓની અવગણના કરીને પેરાગ્લાઇડિંગ કરતા લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. કાંગડાના એસપીએ વધુમાં જણાવ્યું કે મેક્સિમ વેલેન્ટિનોવિચ ગેવ્રિલિચેન્કો 7 ઑક્ટોબર, 2026ના રોજ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. તેઓ પોતાના મિત્ર સાથે સોલો પેરાગ્લાઇડિંગ ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે ખનિયારાના રાઇઝિંગ સ્ટાર પીક નજીક અકસ્માત સર્જાયો હતો.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
SC: રાહુલ ગાંધીને SCએ ફટકારી નોટિસ, ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યાનો આરોપ
calendar_today October 27, 2026

SC: રાહુલ ગાંધીને SCએ ફટકારી નોટિસ, ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યાનો આરોપ

ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા પત્રકારને કથિત રીતે ધક્કો મારવાના કેસમાં સુપ્રીમ કોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્યને નોટિસ પાઠવી છે. આ બાબતનો ઉલ્લેખ આજે વરિષ્ઠ વકીલ અને ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કોર્ટ સમક્ષ કર્યો હતો.રાહુલ ગાંધીને ફટકારી નોટિસગૌરવ ભાટિયાએ કહ્યું કે મહિલા પત્રકાર સંબંધિત અરજી હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ નથી. તેના પર મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કહ્યું કે આ અરજી પર કોર્ટે પહેલા જ નોટિસ ફટકારી દીધી છે. ઉપરાંત, તેમણે પિટિશનને મુખ્ય કેસ સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો. કેસની આગામી સુનાવણી 3 નવેમ્બરે થશે.શું છે મહિલા પત્રકારોનો મુદ્દો?આ મામલો 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સંકુલમાં થયેલા હંગામા સાથે સંબંધિત છે. તે દિવસે રાહુલ ગાંધી 'ભારત' ગઠબંધન વતી રિટ પિટિશન દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા પત્રકારે કેમ્પસમાં બનેલી ઘટનાઓને લઈને કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે સમયે ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો મારવામાં આવ્યો હતો અને આ ઘટનામાં રાહુલ ગાંધીની ભૂમિકા હતી. જો કે, આ આરોપો છે અને આ મામલે અંતિમ નિર્ણય કોર્ટમાંથી આવવાનો બાકી છે.ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતોસુનાવણી દરમિયાન ગૌરવ ભાટિયાએ મહિલા પત્રકારની અરજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ગંભીર બાબત છે. તેણે કોર્ટને જણાવ્યું કે મહિલા પત્રકાર ગર્ભવતી હતી અને સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેની સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી. ભાટિયાએ એમ પણ કહ્યું કે અરજી હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ નથી. તેના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી કે, કોર્ટે આ મામલે પહેલા જ નોટિસ જારી કરી છે.આગામી સુનાવણી 3 નવેમ્બરે થશેસુપ્રીમ કોર્ટે મહિલા પત્રકારની અરજીને મુખ્ય કેસ સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ મામલે 3જી નવેમ્બરે સુનાવણી થવાની છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધી અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ જાહેર કરવામાં આવી છે, જેથી તેમનો પક્ષ પણ આ મામલે આગળ આવી શકે. આ કિસ્સામાં અરજીમાં કરાયેલા આક્ષેપો અને સંબંધિત પક્ષોના જવાબોને વધુ સુનાવણી દરમિયાન ધ્યાનમાં લેવામાં આવશે. મહિલા પત્રકાર દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર હાલ કોર્ટનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

Read Full Story arrow_forward