android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: PGVCLની 31 ટીમોના સામૂહિક દરોડામાં ₹20.30 લાખની વીજ ચોરી પકડાઈ
calendar_today October 26, 2026

Surendranagar: PGVCLની 31 ટીમોના સામૂહિક દરોડામાં ₹20.30 લાખની વીજ ચોરી પકડાઈ

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે વીજ વપરાશ અને વીજ ચોરી કરતા તત્વો સામે આક્રમક ઝુંબેશ તેજ કરવામાં આવી છે. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ એન્જિનિયરો અને તકનીકી સ્ટાફની ખાસ 31 અલગ-અલગ ફ્લાઈંગ ટીમો બનાવીને ગ્રામ્ય તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. દિવસભર ચાલેલા આ સઘન ચેકિંગ ડ્રાઇવ દરમિયાન વિવિધ જોડાણોમાંથી કુલ રૂપિયા ૨૦.૩૦ લાખની ગેરકાયદે વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. તંત્રના આ અચાનક ઓપરેશનથી વીજ ચોરી કરતા ઈસમોમાં ભારે નાસભાગ અને ફફડાટ ફેલાઈ ગયો હતો.નગરા, રામપરા, થાન અને વઢવાણમાં સઘન ચેકિંગPGVCL ની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લાના સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે નગરા, રામપરા, થાન અને વઢવાણ સહિતના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોને આવરી લીધા હતા.ઘરેલું, વાણિજ્યિક (કમર્શિયલ), ખેતીવાડી અને લઘુ ઉદ્યોગોના વીજ કનેક્શનોનું સ્થળ પર જ ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન મીટરમાં ગેરરીતિ, મીટર બાયપાસ કરવા, ડાયરેક્ટ વાયરમાં લંગરિયા નાખી વીજળી ખેંચવા સહિતના કેસો સામે આવ્યા હતા.સ્થળ પર જ ગેરકાયદેસર વીજ વાયરો અને સાધનો જપ્ત કરી સંબંધિત વીજ વપરાશકારોને ₹૨૦.૩૦ લાખના દંડના બિલો ફટકારવામાં આવ્યા હતા.આગામી દિવસોમાં પણ કડક ડ્રાઇવ યથાવત રહેશેકંપનીના અધિકારીઓ અનુસાર, તહેવારો અને આગામી સિઝનને ધ્યાનમાં રાખીને વીજ લાઈન પરનું લોડિંગ સંતુલિત રાખવા અને કંપનીને થતું આર્થિક નુકસાન અટકાવવા માટે આ પ્રકારના સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. નિયમભંગ કરનારાઓ સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત જરૂર જણાયે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીનાં કડક પગલાં પણ લેવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન

Read Full Story arrow_forward
Chhota Udepur News: પાવી જેતપુર APMCમાં ભાજપનો દબદબો, ચૂંટણી વગર જ આખું બોર્ડ બિનહરીફ વિજયી
calendar_today October 26, 2026

Chhota Udepur News: પાવી જેતપુર APMCમાં ભાજપનો દબદબો, ચૂંટણી વગર જ આખું બોર્ડ બિનહરીફ વિજયી

છોટાઉદેપુર જિલ્લામાંથી રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાવી જેતપુર APMCની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. પાવી જેતપુર APMCની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થયા છે, જેના કારણે ચૂંટણી યોજાયા વગર જ સમગ્ર બોર્ડ પર ભાજપે કબજો જમાવી લીધો છે.એકપણ વિરોધ પક્ષ કે અપક્ષે ન ભરાયું ફોર્મચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વિરોધ પક્ષ કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવારો દ્વારા એકપણ ફોર્મ ન ભરાતા આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહી ન હતી. ભાજપના સત્તાવાર મેન્ડેટ મુજબ જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાના કારણે તમામ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.ખેડૂત, વેપાર અને સંઘ વિભાગમાં ભાજપનો વિજયપાવી જેતપુર APMCની તમામ શ્રેણીઓમાં ભાજપના નેતૃત્વ હેઠળના ઉમેદવારોની વરણી કરવામાં આવી છે. જેમાં ખેડૂત વિભાગમાંથી પટેલ મયુરભાઈ મુકેશભાઈ, રાઠવા બલસિંગભાઈ દેસીંગભાઈ સહિતના અગ્રણીઓ, વેપાર વિભાગમાંથી શાહ સારનીકકુમાર અંજકુમાર અને અન્ય સભ્યો તથા સંઘ વિભાગમાંથી પટેલ પ્રિયાબેન મયુરભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તમામ વિભાગોમાં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત બનતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Chhota Udepurની ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, બે ટ્રેક્ટર જપ્ત!

Read Full Story arrow_forward
Porbandar: એપ્રિલ-મેની કેરી ઑક્ટોબરમાં જ પાકી ગઈ, ખેડૂતો અને વેપારીઓ બંને અચરજમાં!
calendar_today October 26, 2026

Porbandar: એપ્રિલ-મેની કેરી ઑક્ટોબરમાં જ પાકી ગઈ, ખેડૂતો અને વેપારીઓ બંને અચરજમાં!

સામાન્ય રીતે વૈશાખના તાપ અને ઉનાળાની ઋતુમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં જેનો સ્વાદ માણવા મળે છે તેવી સૌરાષ્ટ્રની જગમશહૂર ‘કેસર કેરી’એ ભર ઓક્ટોબરમાં બજારમાં દસ્તક આપીને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ઑક્ટોબર મહિનામાં કેસર કેરીની અનોખી હરાજી યોજાઈ હતી, જેમાં 10 કિલોના એક બોક્સની કિંમત ₹14,500 સુધી બોલાઈ હતી. યાર્ડમાં આવેલી કુલ ૪ પેટી કેરી ₹53,500 ની તોતિંગ કિંમતે વેચાતાં વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ભારે કુતૂહલ સર્જાયું છે.રાણાવાવ અને હનુમાનગઢથી આવી કેસર કેરીની પેટીઓપોરબંદર માર્કેટિંગ યાર્ડમાં રાણાવાવ પંથકમાંથી 3 બોક્સ અને હનુમાનગઢ ગામની વાડીમાંથી 1 બોક્સ મળી કુલ 4 બોક્સ કેસર કેરી હરાજી માટે લાવવામાં આવ્યા હતા.હનુમાનગઢથી આવેલા 10 કિલોના એક બોક્સ પર બોલી લગાવતી વખતે વેપારીઓમાં ભારે રસાકસી જોવા મળી હતી અને અંતે આ બોક્સ રેકોર્ડબ્રેક ₹14,500 માં વેચાયું હતું. જ્યારે બાકીના બોક્સ સહિત કુલ ચારેય બોક્સનું વેચાણ મળીને કુલ ₹53,500 ઉપજ્યા હતા.ભરશિયાળાના આગમન ટાણે કેસર કેરીની બોલી જોવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને ખરીદદારોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.ગરમી અને વરસાદની અછત વચ્ચે કેરી વહેલી પાકી ગઈસામાન્ય રીતે કેસર કેરીના આંબા પર ડિસેમ્બર-જાન્યુઆરીમાં મોર (ફૂલ) બેસતા હોય છે અને માર્ચ-એપ્રિલમાં ફળ પાકીને તૈયાર થતા હોય છે.જોકે, ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની તીવ્ર અછત અને વાતાવરણમાં સતત વધેલા અસામાન્ય તાપમાનના કારણે આંબામાં ફળ નિર્ધારિત સમય કરતાં ૬ મહિના વહેલાં પાકી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.હવામાનના આ મોટા ફેરફાર અને કમોસમી પાકથી કૃષિ નિષ્ણાતો અને બાગાયતી ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સમય પહેલાં જ કેસર કેરી પાકી જવાની ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.આ પણ વાંચો: Surendranagar: PGVCLની 31 ટીમોના સામૂહિક દરોડામાં ₹20.30 લાખની વીજ ચોરી પકડાઈ

Read Full Story arrow_forward