android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં કાપડ વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ: વિશ્વાસ જીતી કરોડોનું ગ્રે કાપડ ખરીદી ફરાર થનાર આરોપીની ધરપકડ
calendar_today October 26, 2026

Suratમાં કાપડ વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ: વિશ્વાસ જીતી કરોડોનું ગ્રે કાપડ ખરીદી ફરાર થનાર આરોપીની ધરપકડ

સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ સાથે આચરવામાં આવેલા મોટા આર્થિક ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. સારોલી પોલીસ સ્ટેશન દ્વારા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવના ભાગરૂપે કાપડ વેપારી સાથે રૂપિયા 1,24,56,608ની મસમોટી છેતરપિંડી આચરનાર આરોપી ફૈજુ મજીદ આમદાનીને ઝડપી પાડવામાં સરોલી પોલીસને મોટી સફળતા મળી છે. આ આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાક હતી, જેમાં તે શરૂઆતમાં વેપારીઓ પાસેથી નાની રકમની ખરીદી કરીને તેનું સમયસર પેમેન્ટ ચૂકવી દેતો હતો, જેના કારણે વેપારીઓનો તેના પર પૂરેપૂરો વિશ્વાસ બેસી જતો હતો.કાપડ વેપારી સાથે ફ્રોડ કરનાર આરોપી ઝડપાયોવેપારીનો વિશ્વાસ જીતી લીધા બાદ આરોપીએ તેની ચાલાકી વાપરીને વેપારી પાસેથી મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું ગ્રે કાપડ ઉધાર અથવા વિશ્વાસ પર ખરીદી લીધું હતું. પરંતુ માલ લીધા બાદ તેણે વેપારીને માલની નિયત રકમ કે નાણાં ચૂકવ્યા ન હતા અને લાંબો સમય વીતવા છતાં હાથ અદ્ધર કરી દીધા હતા. વેપારી સાથે આ પ્રકારે રૂપિયા 1.24 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવતા ભારે હડકંપ મચી ગયો હતો. આ મામલે પીડિત વેપારી દ્વારા સારોલી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા સઘન તપાસ શરૂગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સારોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે વોટર સાઇડ ઓપરેશન પાર પાડીને આરોપી ફૈજુ મજીદ આમદાનીને સકંજામાં લીધો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ઠગાઈના નેટવર્કમાં તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને વેપારીઓ પાસેથી ખરીદેલું ગ્રે કાપડ કઈ જગ્યાએ સગેવગે કરવામાં આવ્યું છે તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત
calendar_today October 26, 2026

Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરતા એક મોટા ગેસ રિફિલિંગ કૌભાંડનો મંજુસર પોલીસે પર્દાફાશ કર્યો છે. મંજુસર સ્થિત ‘દિલીપ પ્રોવિઝન સ્ટોર’ ની આડમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કાળું કારોબાર ધમધમી રહ્યું હતું. આરોપીઓ દ્વારા સરકારી સબસિડીવાળા કે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢીને અન્ય નાના કે ઓછા વજનના સિલિન્ડરોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું.ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતું રેકેટ ઝડપાયુંસિલિન્ડરની સીલ ખૂબ જ ચાલાકીપૂર્વક ખોલીને ફરીથી પેક કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને ગ્રાહકોને ઓછા વજનના બાટલા પધરાવીને મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા ઓચિંતા દરોડા દરમિયાન દુકાનમાંથી અંદાજે 40 જેટલા નાના-મોટા ગેસના બોટલો મળી આવ્યા હતા. પોલીસે ગેસ રિફિલિંગમાં વપરાતા સાધનો અને સિલિન્ડરો સહિત કુલ રૂપિયા 1,09,050નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહીઆ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત અને રોશનબેન વ્હોરા નામના બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ખડગેની ટિપ્પણીથી ભાજપ લડી લેવાના મૂડમાં,કોંગ્રેસ કાર્યાલય બહાર આમને-સામને!
calendar_today October 26, 2026

Gandhinagar: ખડગેની ટિપ્પણીથી ભાજપ લડી લેવાના મૂડમાં,કોંગ્રેસ કાર્યાલય બહાર આમને-સામને!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા પર કરવામાં આવેલી અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હવે શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો છે. આ અપમાનજનક નિવેદન સામે ગુજરાત પ્રદેશ ભાજપે પાટનગર ગાંધીનગરમાં આક્રમક તેવર સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપ સંગઠન દ્વારા ઘ-5 સર્કલથી ગાંધીનગર સ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય સુધી ૫૦૦ મીટર લાંબી વિશાળ વિરોધ રેલી યોજી કોંગ્રેસના મોવડીમંડળ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું.જગદીશ વિશ્વકર્મા અને તરુણ ચૂઘની આગેવાનીમાં મહારેલી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચૂઘની સીધી ઉપસ્થિતિમાં આ વિરોધ રેલીનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા-મહાનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, હોદ્દેદારો અને સેંકડો કાર્યકરો ઘ-૫ સર્કલ ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી પ્લેકાર્ડ્સ અને કાળા વાવટા સાથે કોંગ્રેસ કાર્યાલય તરફ કૂચ કરી હતી.ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચતાં જ અંદરથી કોંગ્રેસના કાર્યકરો પણ સામસામે આવી ગયા હતા, જેના પગલે સ્થિતિ વણસતી અટકાવવા માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.‘આ ઉંમરે ખડગે પર દયા આવે છે’ ભાજપના એસસી મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટ સોલંકીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "આ ઉંમરે મલ્લિકાર્જુન ખડગે જે પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે તે જોતાં તેમના પર માત્ર દયા આવે છે. દેશ આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ રાહુલ ગાંધી અને તેમની ટીમ સંપૂર્ણપણે બિન-લોકતાંત્રિક રીતે વર્તીને વિદેશી એજન્ડા અને રિજીમ ચેન્જની માનસિકતા ધરાવે છે. અમે ખડગેના આ નિમ્ન સ્તરના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ."પ્રદેશ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતા, જેમનો જાહેર જીવન સાથે કોઈ સંબંધ નહોતો, તેમના વિશે આવી વાહિયાત વાતો કરવી એ કોંગ્રેસના સંસ્કારહીન રાજકારણનું પ્રતીક છે અને ગુજરાતની જનતા આવા ગંદકીભર્યા રાજકારણને ક્યારેય સ્વીકારશે નહીં.આ પણ વાંચો: Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ

Read Full Story arrow_forward