android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: દહેજમાં કાળનો કોળિયો બન્યું ટેન્કર, પતિની નજર સામે જ પત્નીનું મોત
calendar_today October 26, 2026

Bharuch News: દહેજમાં કાળનો કોળિયો બન્યું ટેન્કર, પતિની નજર સામે જ પત્નીનું મોત

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દહેજ રિલાયન્સ ગેટ નંબર 4 નજીક પૂરઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ડોક્ટર દંપતી જઈ રહ્યું હતું બાઈક પર સવાર થઈનેપ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા આ દંપતી વ્યવસાયે ડૉક્ટર છે, અને તેઓ પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી અને મહિલાને કચડી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાએ ક્ષણભરમાં જ દમ તોડી દીધો હતો.પતિની નજર સામે જ પત્નીએ ગુમાવ્યો જીવઆ દુર્ઘટનામાં સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ રહી કે મૃતક મહિલાના પતિની નજર સામે જ તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. પોતાની જ આંખો સામે જીવનસંગિનીને ગુમાવી દેનારા પતિની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મૃતક મહિલાની ઓળખ બિંદુદેવી સંજુ મિશ્રા તરીકે થઈ છે.ટેન્કર મૂકીને ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ

Read Full Story arrow_forward
Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત
calendar_today October 26, 2026

Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઇડરથી હિંમતનગર તરફ જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પોલીસની ઇમરજન્સી સેવા આપતી 112 જનરક્ષક ગાડી અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.રિપેરિંગ કામ કરાવીને પરત ફરી રહી હતી ગાડીપ્રાપ્ત વિગતો અનુસાર, આ 112 જનરક્ષક વાહન કોઈ ટેકનિકલ કામ કે રિપેરિંગ કરાવીને પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી મારવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતને કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.ચાલકને ગંભીર ઇજાઓ, હિંમતનગર હોસ્પિટલ ખસેડાયોઆ અકસ્માતમાં વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.ઇડર પોલીસ ઘટના સ્થળે, વધુ તપાસ હાથ ધરીઅકસ્માતની જાણ થતા જ ઇડર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થિત નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. પોલીસ દ્વારા 112 જનરક્ષક ગાડી પલટી ખાવા પાછળના અસલી કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ

Read Full Story arrow_forward
અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ
calendar_today October 26, 2026

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી કાફિલ અહેમદે પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપીને પગમાં ગોળી વાગી છે.આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે....

Read Full Story arrow_forward