Mehsanaમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો સપાટો: દવાઓની ગેરરીતિ બદલ 15 પેઢીઓને ફટકારી નોટિસ
મહેસાણાથી દવાના વેપાર સાથે જોડાયેલા બેજવાબદાર તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના યુવાધનને નશાના કાળા બજાર અને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાની ખાસ સૂચનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા છેલ્લા 2 મહિનામાં જિલ્લાની કુલ 26 પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના રેકોર્ડમાં મોટી વિસંગતતા અને ગેરરીતિઓ જણાતાં મહેસાણા જિલ્લાની કુલ 15 મેડિકલ પેઢીઓને કારણ દર્શક નોટિસો ફટકારવામાં આવી છે.વિસનગરની 'કેપિટલ ફાર્મા' સામે મોટી કાર્યવાહીખાસ કરીને, કોડીન ઘટક ધરાવતી પ્રતિબંધિત કે શંકાસ્પદ દવાઓના વેચાણમાં ગંભીર ગડબડ સામે આવતાં વિસનગર સ્થિત ‘કેપિટલ ફાર્મા’ નામની પેઢીનો હોલસેલ પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે. તંત્રની આ મેગા ડ્રાઇવ દરમિયાન માત્ર નોટિસ કે લાયસન્સ રદ કરવા પૂરતું મર્યાદિત ન રહેતા કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. કડી વિસ્તારમાં આવેલી ‘શ્રી શક્તિ મેડિકલ’ દ્વારા ડ્રગ્સ લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અને કોઈ નવી રીન્યુઅલ અરજી કર્યા વગર જ ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ પૂરજોશમાં ચાલુ રાખવામાં આવ્યું હતું. ડ્રગ્સ નિયમોના ભંગ બદલ પરવાનો રદઆ ગંભીર બેદરકારી બદલ 'ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા-1940' (Drugs and Cosmetics Act, 1940) ની કડક જોગવાઈઓ હેઠળ આ પેઢી સામે સીધી કોર્ટમાં ફોજદારી અને કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોડીનયુક્ત દવાઓમાં ગડબડ મળતા વિસનગરની કેપિટલ ફાર્માનું લાયસન્સ રદ કરાયું છે અને કડીની પેઢી સામે કોર્ટ કાર્યવાહી કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward