android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India: અરૂણાચલમાં બંધના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, ભાજપના અધ્યક્ષના ઘરમાં લૂંટફાટ
calendar_today October 25, 2026

India: અરૂણાચલમાં બંધના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, ભાજપના અધ્યક્ષના ઘરમાં લૂંટફાટ

અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત બહુહેતુક સિયાંગ પરિયોજનાના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા શુક્રવારે સવારથી 12 કલાક માટે સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.શુક્રવાર દરમિયાન સિયાંગ,અપર સિયાંગ, પૂર્વ સિયાંગ અને પશ્ચિમ સિયાંગ જિલ્લાઓમાં સવારથી સાંજ સુધી બંધની વ્યાપક અસર જોવા મળી હતી.દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું.જેના પગલે સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા.મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ હાથમાં ઘાતક હથિયારો અને પથ્થરો લઈને પાસીઘાટ ખાતે આવેલી એનએચપીસીની કચેરી તરફ કૂચ કરવા લાગ્યા હતા.આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષના ઘરમાં લૂંટફાટ પણ થઈ હતી. સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ થઈ હતી. પથ્થરો ફેંક્યા હતા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યોઅરૂણાચલમાં પાસીઘાટ ખાતે એનએચપીસી કાર્યાલય તરફ આગળ વધી રહેલા આ હિંસક ટોળાને અટકાવવા પોલીસે રસ્તામાં બેરિકેડિંગ કર્યું હતું.જોકે લોકોના ટોળાએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને પોલીસ વાહનોને નિશાન બનાવી તેમાં ભારે તોડફોડ કરી હતી.આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર ગુલેલથી પથ્થરો ફેંક્યા હતા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો.જેના કારણે અનેક પોલીસ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.હિંસા પર ઉતરેલા ટોળાએ માત્ર સરકારી મિલકતો જ નહીં પરંતુ રાજકીય આગેવાનોના નિવાસસ્થાનો પર પણ હુમલા કર્યા હતા.જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય કાલિંગ મોયોંગ તેમજ પાસીઘાટ પશ્ચિમના ધારાસભ્ય નિનોંગ એરિંગના ઘરોમાં ઘૂસીને ભારે તોડફોડ કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્થાનિક આદિ સમુદાયની સર્વોચ્ચ સંસ્થા આદિ બાને કેબાંગની કચેરીમાં પણ ઘૂસીને લોકોએ નુકસાન પહોંચાડ્યું હતું.સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા કાર્યવાહી ચાલુ તોડફોડ મચાવ્યા બાદ બેકાબૂ ટોળાએ વધુ આક્રમક બનીને એક સ્થાનિક પોલીસ મથક અને રાષ્ટ્રીય જળવિદ્યુત નિગમ એટલે કે એનએચપીસીની કચેરીને આગ ચાંપી દીધી હતી.આગચંપી અને હિંસાના કારણે રાત્રિના સમયે ભારે અફરાતફરી સર્જાઈ હતી.સમગ્ર વિસ્તારમાં તણાવ વધતાં પોલીસ તંત્ર દ્વારા મોડી રાત્રે તાત્કાલિક વધારાની પોલીસ કુમક બોલાવવામાં આવી હતી.સુરક્ષા દળોએ કડક કાર્યવાહી હાથ ધરીને હંગામો કરી રહેલા પ્રદર્શનકારીઓને ત્યાંથી ખદેડી મૂક્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.શનિવારે સમગ્ર ઘટના અંગે સત્તાવાર માહિતી આપતા ડીએસપી ટોની તાતાકે જણાવ્યું હતું કે,આ હિંસા તોડફોડ અને આગચંપીની ઘટનામાં થયેલા નુકસાનનું હાલ પોલીસ તંત્ર દ્વારા આકલન કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા કાર્યવાહી ચાલુ છે.આ પણ વાંચોઃ Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: દિવાળી પહેલા મોંઘવારીનો વધુ એક માર, ફટાકડાના ભાવમાં 25 ટકા સુધીનો વધારો
calendar_today October 25, 2026

Gujarat Latest News Live: દિવાળી પહેલા મોંઘવારીનો વધુ એક માર, ફટાકડાના ભાવમાં 25 ટકા સુધીનો વધારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News:શહેરમાં 9 મહિનામાં કૂતરાં કરડવાના 65313 કેસ નોંધાયા, ખસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડનું આંધણ
calendar_today October 25, 2026

Ahmedabad News:શહેરમાં 9 મહિનામાં કૂતરાં કરડવાના 65313 કેસ નોંધાયા, ખસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડનું આંધણ

અમદાવાદ શહેરમાં રખડતાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરને રેબીસ ફ્રી બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ વાસ્તવિક આંકડા તદ્દન વિપરીત સ્થિતિ દર્શાવે છે.ચાલુ વર્ષ દરમિયાન માત્ર નવ મહિનામાં જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બરના અંત સુધીમાં શહેરમાં રખડતાં કૂતરાં કરડવાના કુલ 65,313 કેસ સત્તાવાર રીતે ચોપડે નોંધાયા છે.આ આંકડો સ્પષ્ટ કરે છે કે પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો શ્વાન કરડવાનો ભોગ બની રહ્યા છે.લોકોને કૂતરા કરડવાની સાથે બિલાડી કરડવાના પણ 5747 કેસ નોંધાયા છે. રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવીછેલ્લા સાત વર્ષના સમયગાળામાં તંત્ર દ્વારા 1,96,894 જેટલાં રખડતાં કૂતરાંનું મોટા પાયે ખસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં કરડવાના બનાવો અટકવાનું નામ લેતા નથી.આટલી મોટી સંખ્યામાં ખસીકરણની કામગીરી પૂર્ણ થયા પછી પણ રખડતાં શ્વાન કરડવાના કેસો આટલા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા હોવાથી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ શહેર સંપૂર્ણ રેબીસ-ફ્રી બની જાય તેવી કોઈ શક્યતા કે સંભાવના દેખાતી નથી.શહેરમાં રખડતાં શ્વાનની સંખ્યા નિયંત્રિત કરવા માટે કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા વસતી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે.અગાઉના આંકડા તપાસીએ તો વર્ષ 2019માં અમદાવાદ શહેરમાં અંદાજે 2.10 લાખ જેટલાં રખડતાં કૂતરાં હોવાનો અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો હતો.આ અંદાજ બાદ વર્ષ 2026માં કોર્પોરેશનના સી.એન.સી.ડી.વિભાગ તરફથી શહેરમાં રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે.સાત વર્ષમાં લગભગ બે લાખ શ્વાનનું ખસીકરણવર્ષ 2019ના આશરે 2.10 લાખના અંદાજ પછી સાત વર્ષમાં લગભગ બે લાખ શ્વાનનું ખસીકરણ કરાયું હોવા છતાં શેરીઓમાં શ્વાનની વસ્તી અને તેમનો આતંક ઓછો થયો નથી.તેથી જ સી.એન.સી.ડી. વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ગણતરીથી વાસ્તવિક પરિસ્થિતિ સામે આવશે.જોકે ગણતરી અને ખસીકરણના આ પ્રયાસો વચ્ચે પણ દૈનિક ધોરણે નોંધાતા હજારો કેસો તંત્રની કામગીરીની અસરકારકતા સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે.વર્ષ 2021થી કોર્પોરેશન દ્વારા એજન્સીઓને પ્રતિ કૂતરા દીઠ ખસીકરણ, ખોરાક અને સંભાળ પેટે રૂ. 776.50 ચૂકવવામાં આવતા હતા. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ-2023 અંતર્ગત આ રકમ વધારીને હાલમાં પ્રતિ શ્વાન દીઠ રૂ.1,650 કરવામાં આવી છે. આટલી મોટી રકમ ખર્ચવા છતાં અને 1.96 લાખથી વધુ ખસીકરણ છતાં કેસો ઘટતા ન હોવાથી શહેર રેબીસ-મુક્ત બનવું મુશ્કેલ છે.આ પણ વાંચોઃ Mahesana : પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Read Full Story arrow_forward