android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી
calendar_today October 25, 2026

Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેલી સવારે 3.22 વાગ્યે 2.8 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર,આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું અને તેની ઊંડાઈ જમીનથી 6 કિલોમીટરની હતી.વહેલી સવારે અચાનક અનુભવાયેલા આ આંચકાને કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.ફરી હળવા આંચકાનો સિલસિલો શરૂ થયોતાલાલા પાસેની ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોય તેમ ફરી હળવા આંચકાનો સિલસિલો શરૂ થયો છે.શુક્રવારની રાત્રે હળવા ભૂકંપના બે અને શનિવારની બપોરે 10 મિનીટમાં 3 અને આજે વહેલી સવારે એક ભૂકંપનો આંચકો આવ્યો તે સહિત ભૂકંપના પાંચ આંચકાથી તાલાલા સહિત આસપાસનો ગ્રામ્ય વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. શનિવારે બપોરે આવેલા 2.9ની તીવ્રતાના આંચકાની અસર સૌથી વધુ વર્તાઈ હતી. તેના કારણે ઘરના બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા.ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા વિગત પ્રમાણે, તાલાલા પંથકમાં શુક્રવારે રાત્રે 9.57 કલાકે 2.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.બીજો આંચકો 10.18 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા 1.8 હતી.બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલા ગીરથી 9 થી 12 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ દિશામાં નોંધાયું હતું.ચાર દિવસ દરમિયાન ભૂકંપના અડધો ડઝન આંચકાબંને આંચકા ભુગર્ભમાંથી માત્ર છ થી 8.9 કિ.મી જમીનની ઊંડાઈએથી આવ્યા હતા ત્યારબાદ શનિવારે બપોરે દશ મીનીટનાં સમયગાળામાં ત્રણ આંચકા આવતા ધરતી ધણધણી ઊઠી હતી. પ્રથમ આંચકો બપોરે 1.59 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 2.4 હતી.બીજો આંચકો 2.2 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા 2.9 હતી.ત્રીજો આંચકો 2.10 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા 1.7ની હતી.તમામ ધરતીકંપના આંચકાનું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 11 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ દિશામાં નોંધાયું હતું.આંચકાની અસર ચિત્રોડ,સાંગોદ્રા,ભોજદે,હિરપુર, ચિત્રાવડ,હિરણવેલ સહિતના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા અનેક ગામોમાં થઈ હતી.તાલાલામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ભૂકંપના અડધો ડઝન આંચકા નોંધાયા છે.ફોલ્ટ લાઈન એટલે શું? સક્રિય ફોલ્ટ લાઇન એ પૃથ્વીની સપાટી પર આવેલી એવી તિરાડ કે સાંધો છે.જ્યાં પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોની હલનચલનને કારણે ભૂતકાળમાં ભૂકંપ આવ્યા હોય અને ભવિષ્યમાં પણ ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતા હોય.ભૂસ્તરશાસ્ત્ર મુજબ જો કોઈ ફોલ્ટ લાઇન પર છેલ્લા 10 હજાર વર્ષોમાં ઓછામાં ઓછી એક વાર હિલચાલ નોંધાઈ હોય તો તેને સક્રિય ગણવામાં આવે છે.ગુજરાતના સંદર્ભમાંખાસ કરીને કચ્છ વિસ્તાર ભૂકંપના ઝોન-5 (સૌથી વધુ જોખમી ઝોન)માં આવે છે કારણ કે ત્યાં આવી અનેક સક્રિય ફોલ્ટ લાઇનો આવેલી છે.તાજેતરમાં જ કચ્છના ખાવડા નજીક એક નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે નાના-મોટા આંચકાઓ સતત અનુભવાતા રહે છે. ગુજરાતમાં સક્રિય ફોલ્ટ લાઈનની વાત કરીએ તો, કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ, કાત્રોલ હિલ ફોલ્ટ,વાગડ ફોલ્ટ અને તાપ્તી ફોલ્ટ લાઇનનો સમાવેશ થાય છે. આ પણ વાંચોઃ Mahesana : પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Read Full Story arrow_forward
Suratના ઉધના સ્ટેશન પર દિવાળી-છઠ્ઠ પૂજાનો મહાસૈલાબ, 15 હજારથી વધુ મુસાફરો ઉમટતાં તંત્ર હાઇએલર્ટ પર!
calendar_today October 25, 2026

Suratના ઉધના સ્ટેશન પર દિવાળી-છઠ્ઠ પૂજાનો મહાસૈલાબ, 15 હજારથી વધુ મુસાફરો ઉમટતાં તંત્ર હાઇએલર્ટ પર!

વર્ષના સૌથી મોટા તહેવારો એવા દિવાળી અને છઠ્ઠ પૂજાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ વતન જતા પરપ્રાંતીય શ્રમિકો અને મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના અતિ વ્યસ્ત એવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો અતિશય ધસારો ઉમટી પડ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્ટેશન પર 'હાઇએલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.નાસભાગ અટકાવવા માટે ખાસ હોલ્ડિંગ એરિયા અને 100 થી વધુ જવાનો તૈનાતમુસાફરોની અશક્ય ભીડને કારણે અગાઉ ક્યાંક અપ્રિય કે નાસભાગ જેવી ઘટનાઓ ન સર્જાય તે માટે રેલવે તંત્ર દ્વારા ખાસ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉધના સ્ટેશને અંદાજે ૧૫,૦૦૦ (15,000) થી વધુ મુસાફરો એકસાથે ઉમટવાની શક્યતાઓને જોતાં સ્ટેશન પરિસરમાં વિશેષ 'હોલ્ડિંગ એરિયા' (Holding Area) તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે RPF (રેલવે સુરક્ષા દળ) અને GRP (ગવર્મેન્ટ રેલવે પોલીસ) ના ૧૦૦ (100) થી વધુ સશસ્ત્ર જવાનોને સ્ટેશનના ખૂણે-ખૂણે તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.13 ટિકિટ બારીઓ કાર્યરત અને મેડિકલ ટીમ સ્ટેન્ડબાયમુસાફરોને ટિકિટ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને લાઈનોમાં ધક્કામુક્કી ન થાય તે માટે ઉધના સ્ટેશન પર કુલ ૧૩ (13) જેટલી ટિકિટ બારીઓ સતત કાર્યરત રાખવામાં આવી છે. આ સાથે જ, મુસાફરોની તબિયત લથડે કે અચાનક કોઈ કટોકટીની સ્થિતિ ઉભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વિશેષ મેડિકલ ટીમો પણ સ્ટેશન પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને લાઇનસર પોતાની મુસાફરી કરે.આ પણ વાંચો : Ahmedabadના બોપલમાં બિલ્ડરની દાદાગીરી, દારૂના નશામાં કર્મચારીને ઢોર માર મારનાર ઉપેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ

Read Full Story arrow_forward
Delhi-NCRમાં હવામાનનો યુ-ટર્ન! તોફાની પવન સાથે કરા પડ્યા
calendar_today October 25, 2026

Delhi-NCRમાં હવામાનનો યુ-ટર્ન! તોફાની પવન સાથે કરા પડ્યા

દેશના અનેક ભાગોમાં 25 ઓક્ટોબરે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની ગતિવિધિઓ વધી શકે છે. પહાડી રાજ્યોમાં વરસાદની સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.દિલ્હીમાં વરસાદ સાથે કરા પડ્યાદેશની રાજધાની દિલ્હી અને NCRના અનેક વિસ્તારોમાં શનિવારે રાત્રે હવામાન અચાનક બદલાયું હતું. તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થવાની આશા છે.હવામાનની આગાહી અનુસાર, આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પવનની ઝડપ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની શક્યતાઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર, હમીરપુર, હાપુડ, હરદોઈ, આઝમગઢ, પીલીભીત, રાયબરેલી, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, સોનભદ્ર, ચંદૌલી, આગ્રા, મથુરા અને મિર્ઝાપુરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.આ વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બિહારના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ અસરઝારખંડના રાંચી, પશ્ચિમ સિંહભૂમ, પૂર્વ સિંહભૂમ અને ધનબાદ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.બંગાળની ખાડીમાં હવાના ઓછા દબાણનું ક્ષેત્ર વિકસી રહ્યું છે. તે વધુ મજબૂત બનતાં ચક્રવાતમાં ફેરવાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ હવામાન પ્રણાલીને કારણે દેશના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિઓ વધી શકે છેરાજસ્થાનના જયપુર, ભરતપુર, ભીલવાડા, બુંદી, બીકાનેર, અજમેર, ઉદયપુર, જાલોર, સિરોહી, બારાં અને પાલીમાં વરસાદ તથા વાવાઝોડાની શક્યતા છે. મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ તથા તેજ પવનની અસર જોવા મળી શકે છે.દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહીદક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર આંતરિક કર્ણાટકમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેલંગાણામાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતાપહાડી વિસ્તારોમાં પણ હવામાન બદલાવાની આગાહી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે.હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડી શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદ અને હિમવર્ષાને કારણે હવામાનમાં ઠંડક અનુભવાઈ શકે છે.હવામાનમાં અચાનક ફેરફારને ધ્યાનમાં રાખીને લોકોને સ્થાનિક હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવા અને વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.આ પણ વાંચો - Sonam Wangchuk: વિરોધ પ્રદર્શન પર મોટુ નિવેદન, થઈ શકે છે શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી હાતલ !

Read Full Story arrow_forward