android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad : એકાઉન્ટ ભાડે લેવાના કૌભાંડનો પર્દાફાશ
calendar_today October 23, 2026

Nadiad : એકાઉન્ટ ભાડે લેવાના કૌભાંડનો પર્દાફાશ

નડિયાદમાં મહિને પંદર હજાર રોકડ રુપિયા આપવાની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી, પાસબુક, એટીએમકાર્ડ અને સીમકાર્ડ લઈ ભાડે લીધેલ બેંક એકાઉન્ટમાં ગેમીંગના ખોટા રુપિયા ફેરવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે નડિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નડિયાદ, ગોવા, અમદાવાદ, અને વડોદરાના છ ઈસમો વિરુદ્ધ સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાવવા પામી છે. જેમણે પાંચથી વધુ એકાઉન્ટમાં બે કરોડથી વધુના ખોટા રુપિયાના ટ્રાન્જેકશન કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે ગુજરાતમાં આવા કેટલાય એકાઉન્ટમાં ખોટા રુપિયાની હેરફેર થઈ હોવાનું તપાસ દરમિયાન સામે આવવાની શક્યતા પણ સેવાઈ રહી છે. નડિયાદના સાંઈબાબાનગરમાં રહેતા કમલેશભાઈ કનુભાઈ તળપદાને ફ્રુટનો ધંધો કરવા માટે રુપિયાની જરૂર હોવાથી ગત તા.10 જુલાઈ 2026ના રોજ તેમના મિત્ર ભાવિન લાલજીભાઈ દરજી (રહે.જયઅંબેનગર સોસાયટી, નડિયાદ)ને ક્યાંકથી લોન કે વ્યાજે રુપિયાની મદદ માંગી હતી. જેથી ભાવિને જનક જશવંતભાઈ ઠક્કર (રહે.વડોદરા) જે ગોવા કસીનોમાં આવતા રુપિયા ફેરવવા માટે બેંક એકાઉન્ટ ભાડે લે છે, જે કાયદેસર રીતે આપી શકાય તેમ છે. જે બદલામાં મહીને 15 હજાર રોકડા આપશે તેવી લાલચ આપતા કમલેશભાઈએ મિત્ર પર ભરોસો મુક્યો હતો. અને ભાવિન તથા કમલેશભાઈએ ગુજરાત ગ્રામીણ બેંક, એસટીનગરમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. બાદ તા.22 ઓગષ્ટના રોજ ભાવિને કમલેશ પાસેથી બેંક પાસબુક, એટીએમ અને સીમકાર્ડ લઈ લીધું હતું. બાદમાં જનક ઠક્કરને પોતાના ત્રણ એકાઉન્ટ, એક કમલેશભાઈનું તથા અન્ય એક મળી પાંચ એકાઉન્ટની કીટ આપી હતી. જે બાદ કમલેશભાઈએ વારંવાર 15 હજાર રુપિયાની માંગણી કરી હતી, પણ બંને ગલ્લા તલ્લા કરી રુપિયા આપતા ન હતા. જેથી ગત તા.6 ઓકટોબરના રોજ કમલેશભાઈએ બેંકમાં જઈને પોતાના એકાઉન્ટની તપાસ કરતાં ખાતામાં લાખોનું ટ્રાન્જેકશન થયું હતું. જેથી તેમણે તુરત જ જીઓનું સીમકાર્ડ બંધ કરાવી દીધું હતું. જેથી જનક તથા હિતેષ પંચાલ બંને દોડતા કમલેશભાઈ પાસે આવ્યા હતા, અને સીમકાર્ડ ફરીથી ચાલુ કરાવી આપશો તો જ તમને રુપિયા આપીશું તેવી લાલચ આપી હતી. જો કે આ મામલે કમલેશભાઈએ નડિયાદ સાઈબર ક્રાઈમ પોલીસને જાણ કરતાં પોલીસે કુલ 2 કરોડ ઉપરાંતની સાઈબર ફ્રોડની ફરિયાદ ભાવેશ દરજી, જનક ઠક્કર, હિતેષ ઉર્ફે વિનાયક જયંતિલાલ પંચાલ, ગોવાના વિશાલ પંચાલ ઉર્ફે ગોલી, સાજીદ ગોવા, અલગારી ગોવા વિરુદ્ધ નોંધી સાઈબર ક્રાઈમ પી.આઈ. એ.આર.ઝાલાએ મામલાની વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરવામાં આવી
calendar_today October 23, 2026

Vallabh vidyanagar : આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરવામાં આવી

આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીની ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગ અને સ્પેશ્યલ પ્રોજેક્ટ ધોલેરા સરના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અને તેઓની ખાલી પડેલી જગ્યા ઉપર કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ટ્રાન્સફર કરવામાં આવી છે. શુક્રવારે મોડી સાંજે રાજ્ય સરકારે 17 આઇ.એસ અધિકારીઓની બદલીનો હુકમ કર્યો છે. ચૌધરીએ 25 સપ્ટેમ્બર 2023 ના રોજ આણંદ કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2023 માં તત્કાલિન કલેક્ટર ડી.એસ ગઢવીની આરએસસી કેતકી વ્યાસ દ્વારા તેઓને બદનામ કરવા તૈયાર કરવામાં આવેલી સીડી કાંડ બાદ રાજ્ય સરકારે ગઢવીને હટાવીને પ્રવિણ ચૌધરીને આણંદ કલેક્ટર પદે સત્તારૂઢ કરવામાં આવ્યા હતા. સવા ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓની ગાંધીનગર બદલી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2018 ની બેચના આઇએએસ કચ્છ-ભુજ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની આણંદ કલેક્ટર પદે બદલી કરવામાં આવી છે. જો કે સોમવારે તેઓ ચાર્જ સંભાળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahemdavad : સરકારી હોસ્પિટલમાં ગંદકીના ઢગલા
calendar_today October 23, 2026

Mahemdavad : સરકારી હોસ્પિટલમાં ગંદકીના ઢગલા

મહેમિયાદાવાદ શહેર અને તાલુકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધાઓના અભાવે આરોગ્ય વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. હોસ્પિટલના કેમ્પસમાં ઠેરઠેર મેડિકલ વેસ્ટ, વપરાયેલી સિરીંજ, બોટલો અને ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતાં હેન્ડગ્લોઝ પડેલા જોવા મળે છે. હોસ્પિટલ પરિસરમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. બે વર્ષ પહેલાં રૂ. 85,472ના ખર્ચે બનાવાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરમાં પણ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. પીવાના પાણીનો ROપ્લાન્ટ તૂટેલી હાલતમાં છે, જ્યારે બાથરૂમની ગંદકી અને દુર્ગંધ દર્દીઓની મુશકેલીમાં વધારો કરી રહી છે. મહેમિયાદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સ્વચ્છ વાતાવરણ અને પાયાની સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ મહેમિયાદાવાદ સરકારી હોસ્પિટલની હાલત સામે આ અપેક્ષા પર સવાલ ઊભા થયા છે. હોસ્પિટલના કેમ્પસમાં વપરાયેલી સિરીંજ, મેડિકલ બોટલો, ઓપરેશન હેન્ડગ્લોઝ, દર્દીઓને બોટલ મારફ્તે પ્રવાહી ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતી બોટલો અને પ્લાસ્ટિકનાં પાઉચ સહિતનો કચરો જ્યાં ત્યાં પડેલો જોવા મળે છે. મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થતો હોય તેવી સ્થિતિથી ચેપ ફેલાવાનું જોખમ ઊભું થઈ શકે છે. હોસ્પિટલના પરિસરમાં દારૂની ખાલી બોટલો પણ પડેલી છે, જે હોસ્પિટલની વ્યવસ્થા અને દેખરેખ સામે સવાલ ઊભા કરે છે. વધુમાં, બે વર્ષ પહેલાં રૂ. 85,472ના ખર્ચે બનાવવામાં આવેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરમાં દારૂની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, મેડિકલ બોટલો, પાઉચ અને અન્ય કચરો ખડકાયેલો છે. હોસ્પિટલમાં ઠેરઠેર પાનની પિચકારીઓ અને મસાલાની ખાલી કોથળીઓ પણ જોવા મળે છે, જાણે લાંબા સમયથી સફાઈ કરવામાં આવી ન હોય. દર્દીઓ માટે પીવાના પાણીની સુવિધા માટે લગાવવામાં આવેલો ROપ્લાન્ટ તૂટેલી હાલતમાંછે. પાણી લેવા માટેની બારી હોવા છતાં ત્યાં પાણી કે ગ્લાસની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે. બાથરૂમમાં અસહ્ય ગંદકી અને દુર્ગંધથી દર્દીઓ તથા તેમના સગાંઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક સફાઈ, મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, પીવાના પાણીની સુવિધા અને બાથરૂમની સ્વચ્છતા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward