android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda : ખેડા સહકારી સંઘની મુલાકાતે ઉજ્જૈન સહકારી સંઘ
calendar_today October 23, 2026

Kheda : ખેડા સહકારી સંઘની મુલાકાતે ઉજ્જૈન સહકારી સંઘ

નડિયાદ ખાતે આવેલ ખેડા જિલ્લા સહકારી સંઘની મુલાકાતે ઉજ્જૈન જિલ્લા સહકારી સંઘના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે સહકારી સંઘ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ,તાલીમ લક્ષી કામગીરી અને સંઘની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાંઆવી હતી તેમજ ઉત્તરસંડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત કરવામાં આવી હતી. ડેરી ઉદ્યોગની કામગીરી,દૂધ ઉત્પાદન,દૂધ સંગ્રહ અને સહકારી માળખા દ્વારા પશુપાલકોને મળતા લાભો વિશે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ઓફ્સિર ભરતભાઈ સોલંકી, શીતલભાઈ ભટ્ટ, મહિલા સીઈઆઈ બીજલબેન ભાવસાર, પુજાભાઈ પરમાર, સીઈઆઈ પ્રતિકભાઈ એમ પટેલ તેમજ સંઘના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાતો નો મુખ્ય હેતુ બંને જિલ્લાના સહકારી સંઘો વચ્ચે પરસ્પર જ્ઞાન,અનુભવો અને કામગીરીની પદ્ધતિઓનુ આદાન-પ્રદાન કરવાનો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં પુસ્તક સમીક્ષા
calendar_today October 23, 2026

Vallabh vidyanagar : કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં પુસ્તક સમીક્ષા

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત જ્ઞાન સ્થલી પુસ્તકાલય દ્વારા કસ્તુરબા કન્યા વિદ્યાલયના પ્રાર્થના મંદિર ખાતે ધોરણ 11 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વિદ્યાર્થિનીઓમાં વાંચન પ્રત્યે રસ કેળવાય, સ્ક્રીન ટાઇમ ઘટે અને પાઠયપુસ્તકો સિવાયના અન્ય પુસ્તકોના વાંચન થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી પુસ્તક સમીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ શ્રેણીના 9 પુસ્તકોની ઉત્કૃષ્ટ સમીક્ષા રજૂ કરી હતી. સ્પર્ધામાં પોઝિટિવ એટીટયુડ પુસ્તક માટે જયનાબેન તળપદાએ પ્રથમ, હિંમતે મર્દા માટે હીર પંડયાએ દ્રિતીય અને પાવર ઓફ પોઝિટિવ એટીટયુડ માટે જાન્વી સોલંકીએ તૃતીય ક્રમાંક હાસલ કર્યો હતો. કાર્યક્રમમાં સહભાગી વિદ્યાર્થિનીઓને બાળમિત્ર મેગેઝીન અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : ચારૂસેટ યુનિવર્સિટીનું ગૌરવ
calendar_today October 23, 2026

Vallabh vidyanagar : ચારૂસેટ યુનિવર્સિટીનું ગૌરવ

ચારૂસેટ યુનિવર્સિટીના ચાર સંશોધકોને સ્ટેનફોર્ડ એલ્સેવિયર ટોપ 2 ટકા સાયન્ટિસ્ટ લિસ્ટ સાથે સંકળાયેલી ટોપસાઇનેટ રેન્કિંગ પ્રોફાઇલ્સમાં સ્થાન મેળવી સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ છે. ચાર સંશોધકોમાં પીડીપીઆઇએએસના ડૉ.દત્તા મદમવાર, ડૉ.સી.કે.સુમેર, ડૉ.પ્રતીક પાટણિયા તેમજ સીએસપીઆઇટી ના પ્રિન્સિપાલ ડૉ.તૃષિત ઉપાધ્યાયની વૈશ્વિક શૈક્ષણિક પ્રકાશન સંસ્થા એલ્સેવિયર દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સમગ્ર શૈક્ષણિક કારકિર્દી દરમિયાન રિસર્ચ ફિલ્ડમાં કરવામાં આવેલા માતબર પ્રદાન, રિસર્ચ, પબ્લીકેશન, સાઇટેશન ઇન્ડેક્સ વગેરેને ધ્યાનમાં રાખીને સંશોધકોને સ્થાન આપવામાં આવ્યું છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ ચારૂસેટ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફિલ્ડમાં એક્સેલન્સને દર્શાવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward