android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : એન.એસ.પટેલ કોલેજમાં તાલીમ વર્ગો
calendar_today October 23, 2026

Vallabh vidyanagar : એન.એસ.પટેલ કોલેજમાં તાલીમ વર્ગો

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રષ્ટ સંચાલિત એન.અસ.પટેલ આર્ટસ ઓટોનોમસ કોલેજમાં તાજેતરમાં આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા પાંચ દિવસિય સહકારી શિક્ષણ અને તાલીમ વર્ગો કોલેજના આચાર્ય અને અર્થશાસ્ત્ર વિષય અધ્યક્ષના વડપણ હેઠળ યોજાયો હતા. તાલીમવર્ગમાં અર્થશાસ્ત્ર વિષયના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને જુજા જુદા તજજ્ઞો દ્વારા સહકારી પ્રવૃત્તિઓ, સહકારના સિદ્ધાંતો, નિયમો અને કાર્યપદ્ધતિ, સહકારની સમજ વિકસાવવી, લોકોમાં સહકારના સિદ્ધાંતો એને મૂલ્યો અંગે જાગૃતિ લાવવી, લોકોની કામ કરવાની ક્ષમતા વધારવી સહિતના વિષયો પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને અમૂલ ડેરી, અમૂલ ચોકલેટ પ્લાન્ટ-મોગરની મુલાકાત કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપકોએ કર્યુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar : સગીરાને ગર્ભવતી બનાવી દેનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી
calendar_today October 23, 2026

Himatnagar : સગીરાને ગર્ભવતી બનાવી દેનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રહેતી એક સગીરાને એક વર્ષ અગાઉ લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયા બાદ હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના શખ્સે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરીયાદ તત્કાલિન સમયે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસને અંતે ચાર્જશીટ ઈડરની પોકસો કોર્ટમાં રજુ કરી હતી જેની સુનાવણી તાજેતરમાં થતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધિશે આ નરાધમને 20 વર્ષની કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. આ અંગે સરકારી વકીલ એન.એન.બારોટના જણાવાયા મુજબ વર્ષ 2025 માં વડાલીના એક પરિવારની સગીરાનું આગીયોલ ગામનો સંદીપ અરવિંદભાઈ ઉર્ફે ભરત રાવળ દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો ત્યારબાદ આ સગીરા પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી હતી જે અંગે સગીરાના વાલીવારસોને ખબર પડતાં વડાલી પોલીસ સ્ટેશનમાં સંદીપ રાવળ વિરૂધ્ધ પોકસો એકટ અંતર્ગત ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ બે દિવસ અગાઉ આ કેસની અંતિમ સુનાવણી થતાં ન્યાયાધિશ એમ.વાય.રાધનપુરવાલાએ સરકારી વકીલની દલીલો તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી પોકસો એકટની વિવિધ કલમો અંતર્ગત સંદીપ રાવળને ગુનેગાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : આણંદ જિલ્લામાં ડાંગરનું સૌથી વધુ 1.21લાખ હેક્ટરમાં વાવેતર કરાયું
calendar_today October 23, 2026

Vallabh vidyanagar : આણંદ જિલ્લામાં ડાંગરનું સૌથી વધુ 1.21લાખ હેક્ટરમાં વાવેતર કરાયું

આણંદ જિલ્લામા જુન માસમાં પ્રારંભિક વરસાદની સ્થિતિ વચ્ચે ખેડૂતોએ ડાંગરના ધરૂવાડિયા, ડાંગર, જુદા-જુદા શાકભાજી પાકોનુ વાવેતર હાથ ધર્યુ હતું. સમગ્ર સિઝન દરમ્યાન વરસાદની અનુકુળ સ્થિતિને લઇને વાવેતરમાં વેગ વર્તાયો હતો. જેમાં ઓક્ટોબર માસ સુધીમાં જિલ્લામાં 1,61,224 હેક્ટર વિસ્તારમા ખરીફ પાકોની વાવણી કરવામા આવી છે. જેમાં ખંભાત તાલુકામા સૌથી વધુ 37879 હેક્ટરમાં જયારે આંકલાવ તાલુકામાં માત્ર 10210 હેકટરમા મર્યાદિત વાવણી કરવામા આવી છે. જો કે ચાલુવર્ષે ડાંગર પાકમાં પાણીની તાતી જરૂરિયાત હોવાના કારણે ડાંગરના પાકમાં નુકશાન થવાની ભીતી વ્યક્ત કરાઇ છે. જેમાં સિંચાઇ વિભાગ દ્વારા ચોમાસુ વાવેતર માટે મહિકેનાલોમા સમયાંતરે પાણી છોડવામા આવતા કેટલાક ખેડૂતોએ નહેરોના પાણીથી વાવેતર હાથ ધર્યુ હચુ. તદુપરાંત ગત બે માસમાં થયેલા અનરાધર વરસાદને લઇને કેટલાક ખેતીપાકો માટે ફાયદો જયારે અમુક કૃષિપાકો માટે નુકશાનની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લાના આઠેય તાલુકાઓમાં ઓકટોબર માસ સુધીમાં ડાંગર, શાકભાજી સહિતના પાકોનુ મળીને 1,61,224 હેક્ટરમા વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ 121463 હેક્ટર જમીન વિસ્તારમાં ડાંગર, 3706 હેક્ટરમાં બાજરી, 27 હેક્ટરમા મકાઇ, 15 હેક્ટર જમીન વિસ્તારમાં તુવર, 05 હેક્ટરમાં મગફળી, 07 હેક્ટરમા તલ, 469 હેક્ટરમાં કપાસ, 15423 હેક્ટરમાં શાકભાજી, 14109 હેક્ટર જમીન વિસ્તારમાં ઘાસચારો, 03 હેક્ટરમા મગ, 01 હેકટરમાં અડદ, 406 હેકટરમા દિવેલા, 05 હેક્ટરમાં સોયાબીન, 5560 હેક્ટરમા તમાકુનું વાવેતર કરવામા આવ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward