android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : બોરસદના કઠાણા અંબાજી મંદિર પાસે ઉપવનમાં વૃક્ષછેદનથી વિવાદ
calendar_today October 23, 2026

Anand : બોરસદના કઠાણા અંબાજી મંદિર પાસે ઉપવનમાં વૃક્ષછેદનથી વિવાદ

બોરસદ તાલુકાના કઠાણા ગામે અંબાજી મંદિર પાસે બનાવવામાં આવેલા ઉપવનનાં વૃક્ષો કાપી નાખવામાં આવતાં સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. આ મામલે ગામના જાગૃત નાગરિક શંકરભાઈ સોલંકીએ બોરસદ વન વિભાગને રજૂઆત કરીને યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે. આશરે બે વર્ષ પહેલાં અંબાજી મંદિર પાસે ઉપવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપવનમાં વિવિધ ફ્ળાઉ, ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિનાં રોપાં વાવવામાં આવ્યાં હતાં. જોકે, આ રોપાં પૂરાં વિકસે તે પહેલાં જ તેને કાપીને દૂર કરવામાં આવ્યાં હોવાની બાબત સામે આવી છે. કઠાણા અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ, મેળામાં આવતા લોકોને પાર્કિંગ તેમજ અવરજવરમાં સરળતા રહે તે હેતુથી વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં. આ કામગીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિની સૂચનાથી કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે. જોકે, આ અંગે સત્તાવાર તપાસના અહેવાલના આધારે જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. બોરસદ વન વિભાગના અધિકારી કરમશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગત મહિને જરૂરી પુરાવા સાથે મળેલી રજૂઆતના આધારે સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ મામલે જરૂરી કાર્યવાહી માટે તપાસનો અહેવાલ મામલતદારને મોકલી આપવામાં આવ્યો છે. કઠાણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચના પતિ ચંદ્રેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મેળામાં આવતા લોકોને હળવા-ફરવામાં સરળતા રહે તે હેતુથી ઝાડી-ઝાંખરાં અને અવરોધરૂપ વૃક્ષો દૂર કરવા અંગે તાલુકા કક્ષાએ જાણ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana : આખજમાં મહેસાણા જિલ્લા યુવા ઉત્સવ 2026-27 યોજાઈ ગયો
calendar_today October 23, 2026

Mahesana : આખજમાં મહેસાણા જિલ્લા યુવા ઉત્સવ 2026-27 યોજાઈ ગયો

મહેસાણા જિલ્લા યુવા ઉત્સવ-2026-27નું આયોજન આખજ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આર.જે. પટેલ વિનય વિદ્યાવિહાર, આખજના સહયોગથી શાળા ખાતે યોજાયેલા યુવા ઉત્સવમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતા લેખન અને નુક્કડ નાટક સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સ્પર્ધકોએ પોતાની કલા અને સર્જનાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં શ્રી નવયુવક પ્રગતિ મંડળ, આખજના પ્રમુખ રસિકભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મંડળના મંત્રી અંબાલાલભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે યુવા ઉત્સવના સફ્ળ આયોજન બદલ શ્રી નવયુવક પ્રગતિ મંડળ, આખજના સંચાલક મંડળ તેમજ શાળાના આચાર્ય વિનોદભાઈ પટેલ દ્વારા મળેલા સહયોગની સરાહના કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana : બ્રાહ્મણવાડા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું
calendar_today October 23, 2026

Mahesana : બ્રાહ્મણવાડા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું

બ્રાહ્મણવાડા સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે એસવીએસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનમાં 30 શાળાઓના 67 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભોજનદાતા-અધ્યક્ષ નરોત્તમભાઈ એન. પટેલ, મુખ્ય મહેમાન તરીકે ડૉ. મોહનભાઈ એસ. પટેલ, અતિથી વિશેષ મહેશભાઈ વી. પટેલ, ડાયટના પ્રકાશભાઈ, દેવાંગીનીબેન, પ્રિયાબેન, ડીઈઓના ઈઆઈ કનુભાઈ ચૌધરી, આચાર્ય સંઘના બળદેવભાઈ, અશ્વિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોને બિરદાવ્યા હતા. આચાર્ય યોગેશભાઈ પટેલ અને શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સંશોધનવૃત્તિને પ્રોત્સાહન મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward