android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Baramati plane crash : ‘Oh Sh*t…’ – અજિત પવારના વિમાન ક્રેશ પહેલાં ક્રૂના છેલ્લાં શબ્દો, થરથરાવી દેતી વિગત સામે આવી
calendar_today January 29, 2026

Baramati plane crash : ‘Oh Sh*t…’ – અજિત પવારના વિમાન ક્રેશ પહેલાં ક્રૂના છેલ્લાં શબ્દો, થરથરાવી દેતી વિગત સામે આવી

મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી અચાનક અને ગંભીર હતી કે વિમાન જમીન સાથે અથડાતાં જ આગમાં ઘેરાઈ ગયું અને થોડા જ પળોમાં બધું સમાપ્ત થઈ ગયું. ક્રૂ મેમ્બરના છેલ્લા શબ્દો DGCAના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન ક્રેશ થવા પહેલાં કોકપિટમાંથી છેલ્લાં શબ્દો સાંભળવામાં આવ્યા હતા – “Oh Sh*t…”. આ શબ્દો દર્શાવે છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટ અને ક્રૂ અચાનક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ અહેવાલો અનુસાર, આ ખાનગી બિઝનેસ જેટ મુંબઈથી ઉડાન ભરી બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે આવી રહ્યું હતું. વિમાનમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ઉપરાંત બે ક્રૂ સભ્યો – કેપ્ટન સુમિત કપૂર અને સહ-પાઇલટ કેપ્ટન સંભવી પાઠક, સુરક્ષા અધિકારી વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી હાજર હતા. વિમાનનું પહેલું લેન્ડિંગ પ્રયાસ સફળ ન થતા પાઇલટે બીજી વાર લેન્ડિંગ પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બીજા પ્રયાસ દરમિયાન વિમાનનું સંતુલન બગડી ગયું અને તે રનવે થ્રેશોલ્ડથી થોડું ઓછું જમીન પર તૂટી પડ્યું. જમીન સાથે અથડાતાં જ આગ અને વિસ્ફોટ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જમીન પર પડતાની સાથે જ તેમાં ભયાનક આગ લાગી ગઈ. થોડા સેકન્ડોમાં એક પછી એક ચારથી પાંચ વિસ્ફોટ થયા, જેના કારણે સમગ્ર વિસ્તાર કંપી ઉઠ્યો. નજીકના ખેડૂતો અને સ્થાનિક લોકો ઘબરાઈ ગયા અને ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધી વિમાન સંપૂર્ણપણે બળી ચૂક્યું હતું. DGCA અધિકારીઓએ જણાવ્યું કે વિમાન એરસ્ટ્રીપની અંદર જ ક્રેશ થયું હતું, એટલે કે તે એરપોર્ટની સીમામાં હતું. તેમ છતાં, ટક્કર એટલી ભયાનક હતી કે બચાવનો કોઈ મોકો રહ્યો ન હતો. ગ્રાઉન્ડ કંટ્રોલ અને એરપોર્ટની સ્થિતિ બારામતી એરપોર્ટની ગ્રાઉન્ડ કંટ્રોલ સુવિધા મુખ્યત્વે બે ખાનગી એવિએશન એકેડેમી – રેડબર્ડ એવિએશન અને કાર્વર એવિએશનના પાઇલટ કેડેટ્સ દ્વારા સંચાલિત થાય છે. અહેવાલ મુજબ, વિમાન આ જ ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે સંપર્કમાં હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર, બીજો લેન્ડિંગ પ્રયાસ અસફળ રહ્યો હતો. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે બારામતી એરપોર્ટમાં આધુનિક લેન્ડિંગ સહાય સિસ્ટમનો અભાવ છે, જે પણ અકસ્માતનું એક કારણ બની શકે છે. તપાસમાં કયા મુદ્દાઓ પર ધ્યાન? DGCA અને અન્ય તપાસ એજન્સીઓ હવે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે લેન્ડિંગ સમયે પાઇલટનો નિર્ણય રનવેની સ્થિતિ હવામાન પરિસ્થિતિ એરપોર્ટની ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ ટેકનિકલ ખામી (જો કોઈ હોય તો) વિમાનમાંથી મળેલ વૉઇસ રેકોર્ડિંગ અને ટેકનિકલ ડેટાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય. નાના એરપોર્ટ્સ પર સલામતી વ્યવસ્થા? આ દુર્ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે નાના એરપોર્ટ્સ પર સલામતી વ્યવસ્થા અને આધુનિક ટેકનોલોજી કેટલી જરૂરી છે. “Oh Sh*t…” જેવા છેલ્લાં શબ્દો માત્ર એક અવાજ નથી, પરંતુ એક પળમાં બદલાઈ ગયેલી આખી જિંદગીની ચીસ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક દુર્ઘટનાના સાચા કારણો સામે આવશે.આ પણ વાંચો : Ajit Pawar Plane Crash : સત્તા બદલાતી રહી, પદ નહીં! 45 વર્ષ અજિત પવાર હંમેશા ‘ડેપ્યુટી’ કેમ રહ્યા?

Read Full Story arrow_forward
Ahmedabad : બાળ મજૂરી કરાવનાર B2 કાર્ઝ વોશિંગ સેન્ટર, જય અંબે ટાયર વિરુદ્ધ ફરિયાદ, બંન્ને એકમોમાં કામ કરતા 3 બાળકોને મુક્ત કરાયા
calendar_today January 29, 2026

Ahmedabad : બાળ મજૂરી કરાવનાર B2 કાર્ઝ વોશિંગ સેન્ટર, જય અંબે ટાયર વિરુદ્ધ ફરિયાદ, બંન્ને એકમોમાં કામ કરતા 3 બાળકોને મુક્ત કરાયા

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં બે વ્યવસાય એકમો ખાતે બાળ મજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવતા સામાજિક સંસ્થાએ AHTU (એડવાન્સ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) સાથે મળીને કાર્યવાહી કરી હતી અને 3 બાળકોને મુક્ત કરાવાયા હતા.બે વ્યવસાયી એકમો સામે કાર્યવાહી બે વ્યવસાયી એકમો B2 કાર્ઝ વોશિંગ સેન્ટર અને જય અંબે ટાયર સર્વિસના માલિકો સામે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. વોશિંગ સેન્ટરના માલિકે બાળકોને 7 હજારના પગારે નોકરી પર નોકરી રાખ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, બંને સેન્ટર્સમાં ત્રણ બાળકો કામ કરતા હતા, જેમને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, વોશિંગ સેન્ટરના માલિકે બાળકોને 7 હજારના પગારે નોકરી પર નોકરી રાખ્યા હતા પોલીસમાં નોંધાઇ ફરિયાદ  માલિકો સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બાળમજૂર પ્રતિબંધ નિયમ અને BNS એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. આ પણ વાંચો----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Surendranagar news: પાટડીમાં અસ્થિર મગજની સગીરા સાથે દુષ્કર્મ
calendar_today January 29, 2026

Surendranagar news: પાટડીમાં અસ્થિર મગજની સગીરા સાથે દુષ્કર્મ

સુરેન્દ્રનગર જિલ્લામાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મ આચરીને આજાણ્યા શખ્સ દ્વારા ગર્ભવતી બનાવી દેવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સાથે લોકોમાં આ અંગે રોષની લાગણી પણ ફેલાઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-દસાડા તાલુકામાં આવેલા એક ગામની અસ્થિર મગજની સગીરા સાથે અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે સગીરાનું પેટ ઉપસી આવ્યું ત્યારે માતાને શંકા જતા ડોક્ટર પાસે તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. અજાણ્યા નરાધમે આ 17 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલમાં તપાસ કરાવતા થયો ખુલાસો સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે ગામમાં ફરતી રહેલી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે આ વાતનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના થોડા માસ બાદ સગીરાનું પેટ ઉપસી આવ્યું હતું. માતાએ આ અંગે સગીરાની હોસ્પિટલમાં તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે શરૂ કરી તપાસ પાટડી દસાડા તાલુકાના એક ગામની સાડા સંતર વર્ષની માનસિક અસ્થિર મગજની સગીરા સાથે કોઈ નરાધમે દુષ્કર્મ આચરી નવ માસનો ગર્ભ રાખી દીધો હોવાની ઘટનાની જાણ થતા પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં તેમણે સમગ્ર મામલો પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હાલ આ કિશોરીને ગર્ભ રાખી દેનાર શખ્સને શોધવા તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surendranagar News : પાટડીમાં બે વ્યક્તિઓએ CNG પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો

Read Full Story arrow_forward