android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Limbdi: હોસ્પિટલ રોડ પર મોબાઇલ ટાવરમાં આગ ભભૂકી
calendar_today January 28, 2026

Limbdi: હોસ્પિટલ રોડ પર મોબાઇલ ટાવરમાં આગ ભભૂકી

લીંબડી શહેરના હોસ્પિટલ રોડ પર રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના મોબાઇલ ટાવરમાં કોઈ અગમ્ય કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકો સ્થળ પર ટોળે વળ્યા હતા. મોબાઈલ ટાવરમાંથી અગનજ્વાળાઓ સાતે ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારના લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પાલિકાના ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઈટર સાથે દોડી આવીને કામગીરી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: ગ્રામ્યમાં દારૂના કટીંગ સમયે પોલીસની રેડ
calendar_today January 28, 2026

Chotila: ગ્રામ્યમાં દારૂના કટીંગ સમયે પોલીસની રેડ

ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂ સહિત રૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં એલસીબી ટીમે દારૂ ભરેલી રિક્ષા જપ્ત કરી છે.ચોટીલા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન પીપરાળી ગામની સીમમાં દારૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં બાવળમાં એક બ્રેઝા કાર નજરે પડી હતી. જયારે તેનો ચાલક હાજર ન હતો. કારની ડેકીમાં અને કારની આસપાસ દારૂની પેટીઓ પડી હતી. પોલીસે વિદેશી દારૂની નાની-મોટી 2868 બોટલ અને કાર સહિત રૂ. 15,78,800નો મુદ્દામાલ કબજે કરી કારના ચાલક, માલીક સહીત તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો છે. કારમાંથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામની જમીનના ગોવાળીયા કિર્તીરાજ જોરૂભાઈના નામના કાગળો અને આધારકાર્ડની ઝેરોક્ષ મળી આવી હતી. બનાવની વધુ તપાસ પીઆઈ જે.એન.સોલંકી ચલાવી રહ્યા છે. જયારે એલસીબી ટીમના અજયવીરસિંહ, મેહુલભાઈ સહિતનાઓને સુરેન્દ્રનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન રીવરફરન્ટ રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે ઉભેલી એક રિક્ષા શંકાસ્પદ લાગી હતી. આથી તપાસ કરાતા તેમાંથી દારૂની નાની-મોટી 31 બોટલો મળી આવી હતી. આથી રિક્ષા અને 21 હજારનો દારૂ મળી કુલ રૂ. 71 હજારનો મુદ્દામાલ કબજે કરી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીને ઝડપી લેવા વધુ તપાસ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ આ ઉપરાંત લીંબડી તાલુકાના પરનાળા ગામે તળાવની પાળ પાસેથી લખતરના ઝમર ગામનો રવિ ગોવિંદભાઈ મહેરીયા દારૂની 1 બોટલ કિંમત રૂ. 2151 સાથે પાણશીણા પોલીસના હાથે પકડાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: ફેદરા અને પીપળી - વટામણ માર્ગ પર અકસ્માતના બે બનાવ, 1 વ્યક્તિને ઇજા
calendar_today January 28, 2026

Dhandhuka: ફેદરા અને પીપળી - વટામણ માર્ગ પર અકસ્માતના બે બનાવ, 1 વ્યક્તિને ઇજા

ધંધૂકા તાલુકાના માર્ગો પર અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. ધંધુકા-ફેદરા માર્ગ પર ફેદરા ગામના વળાંક નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઉપરાંત પીપળી-વટામણ માર્ગ પર મોટી બોરુ પાસે કાર અને ટ્રક વચ્ચે સામસામે ભીડંત સર્જાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક જ દિવસમાં અલગ-અલગ માર્ગો પર થયેલા અકસ્માતો વાહન ચાલકો માટે ચેતવણીરૂપ બન્યા છે. વધતી ઝડપ, બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અને માર્ગોની જોખમી સ્થિતિને કારણે અકસ્માતોની સંખ્યા વધતી હોવાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward