android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod News: ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.85 કરોડનો દારૂ જપ્ત કરાયો
calendar_today January 22, 2026

Dahod News: ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.85 કરોડનો દારૂ જપ્ત કરાયો

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે લાખો નહીં પરંતુ કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોના મેલા મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.ખંગેલા ચેકપોસ્ટ પર ફિલ્મી ઢબે ઓપરેશન દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, ખંગેલા ચેકપોસ્ટ માર્ગે મોટી માત્રામાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેને પગલે પોલીસે ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વાહનમાંથી અંદાજે રૂપિયા 1 કરોડ 85 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત LCB એ માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં વપરાયેલ વાહનો મળી કુલ 2 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા શહેરોમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. રાજસ્થાનથી આરોપીની ધરપકડ આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે, જેમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. આ પણ વાંચો - Dahod News: 4 વર્ષના માસૂમ પર કુતરાએ કર્યો હુમલો

Read Full Story arrow_forward
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ
calendar_today January 22, 2026

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ

ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે પોલીસ અને એક યુવક વચ્ચે ગંભીર ઝઘડો થયો હતો. ઘટનામાં રોડ પરથી માલ-ઢોર દૂર કરવા બાબતે પોલીસ દ્વારા કહેવામાં આવતા એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને GRD જવાન પર અને PSI પર હુમલો કર્યો હતો PSI રાજેશ યાદવ પર પણ આરોપીનો હુમલો હુમલો અટકાવવા વચ્ચે પડેલા PSI રાજેશ યાદવ પર પણ આરોપીનો હુમલો થયો. આ ઘટનામાં PSI અને GRD જવાન નાગજીભાઈ ગિલાતર સહિત બંનેને ઇજા પહોંચી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. GRD જવાનને ટાંકા આવ્યા GRD જવાન નાગજીભાઈને માથામાં ગંભીર ઇજા લાગતાં તેમને તાત્કાલિક ટાંકા લેવામાં આવ્યા હતા. સામે પક્ષના ભાવેશ સોસલાને પણ ઇજા પહોંચી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી સ્થાનિક લોકોમાં આ હુમલાની ઘટના પર ભારે ચકચાર મચી ગઈ છે. PSI રાજેશ યાદવ દ્વારા ભાવેશ સોસલાના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ રાખી ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે.આ પણ વાંચો----   Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward
Ahmedabad News: મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં ચાલતા જુગારધામ પર રેડ, 14 શકુનિઓ ઝડપાયા
calendar_today January 22, 2026

Ahmedabad News: મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં ચાલતા જુગારધામ પર રેડ, 14 શકુનિઓ ઝડપાયા

અમદાવાદ શહેરના પોશ ગણાતા જગતપુર વિસ્તારમાં આવેલી એક બિઝનેસ ઓફિસમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટમાં રેડ કરીને મોટા પાયે જુગાર રમતા શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.ઓફિસની આડમાં ચાલતો કાળો કારોબાર જગતપુર વિસ્તારમાં આવેલી 'મનીપ્લાન્ટ હાઇસ્ટ્રીટ' નામની બિલ્ડિંગની એક ઓફિસમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાઘવેન્દ્રસિંહ રાજપૂત નામનો શખ્સ પોતાની જ ઓફિસમાં જુગારનો અડ્ડો ચલાવતો હતો. દિવસ દરમિયાન બિઝનેસ સેન્ટર તરીકે ઓળખાતી આ જગ્યાએ રાત્રિના સમયે જુગારની મહેફિલ જામતી હતી. 14 જુગારીઓ અને લાખોનો મુદ્દામાલ જપ્ત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 14 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી 35,120 રૂપિયાની રોકડ રકમ, 11 નંગ મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ 1.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની લાલ આંખ અમદાવાદ શહેરમાં ક્લબ કે ફ્લેટમાં ચાલતા જુગારધામો પર પોલીસની સતત નજર હોય છે, પરંતુ હવે કોમર્શિયલ ઓફિસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, ત્યારે ક્રાઈમ બ્રાંચની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આ પણ વાંચો - Ahmedabad News : બોડકદેવ દંપતી મૃત્યુ કેસ, પોસ્ટમોર્ટમ પૂર્ણ, વતન લીમડા ગામે થશે દંપતીના અંતિમ સંસ્કાર!

Read Full Story arrow_forward