Dholka: ઝાલાવાડ - જિલ્લામાં રફતારના રાક્ષસનો કહેર યથાવત
સરખેજ-ધોળકા હાઈવે પર બદરખા ગામ પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં માતેલા સાંઢ સમા ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા રોડ વચ્ચેનો ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં ધસી ગયો હતો. ત્યારબાદ એક સ્કુટર તેમજ કારને અડફેટમાં લીધા હતા. આ બનાવમાં એક્ટીવા સ્કુટર ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે વેગનઆર કારને ટ્રકની ટક્કરે મોટુ નુકસાન થવા પામ્યું હતું. બનાવની વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ તા. 19મીએ સવારે 11:30 વાગ્યાના અરસામાં સરખેજ તરફ્થી આવતી આઇસર ટ્રક નં. GJ-38-TA-3272નો ચાલક પુરઝડપે વાહન ચલાવી અચાનક રોડના ડિવાઇડર ઉપરથી કૂદી સામેની સાઇડમાં આવી ગયો હતો. આ દરમિયાન ટ્રકે આગળ જતા એક્ટીવા સ્કૂટર નં. GJ-01-VK-1098ને જોરદાર ટક્કર મારી હતી. એથી ચાલક રોડ પર ફ્ંગોળાઈ ગયો હતો. અકસ્માતમાં એક્ટીવા ચાલક ઓમ વિનોદભાઈ ઠક્કર(રહે. વાસણા, અમદાવાદ)ને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.જ્યારે પાછળ બેઠેલ મોહમંદ અરમાન ઇરફનભાઈ પઠાણ(રહે. ફ્તેહવાડી, અમદાવાદ) ને બંને પગે ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ ખસેડાયો છે. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward