android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kadiની નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત પાણી આવતાં સોસાયટીના રહીશો પરેશાન
calendar_today January 12, 2026

Kadiની નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત પાણી આવતાં સોસાયટીના રહીશો પરેશાન

કડીની નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત પાણી આવતા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સોસાયટીના રહીશો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતા પરિણામ શૂન્ય આવ્યું છે. દૂષિત પાણીની સમસ્યા સત્વરે દૂર કરવામાં આવે તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યા સત્વરે દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે. દૂષિત પાણીથી ત્રસ્ત મહિલાઓએ એકત્ર થઇને ઉગ્ર આક્રોષ વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
Ahmedabad News: વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે રિવરફ્રન્ટ પર પતંગ ચગાવ્યો, ભારત અને જર્મનીના સંગીતનો સમન્વય
calendar_today January 12, 2026

Ahmedabad News: વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે રિવરફ્રન્ટ પર પતંગ ચગાવ્યો, ભારત અને જર્મનીના સંગીતનો સમન્વય

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતાં. જ્યાં વડાપ્રધાન મોદીએ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બંને નેતાઓનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અગાઉથી જ હાજર રહ્યા હતાં. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ વિશે માહિતી આપી હતી. ભારત અને જર્મનીના સંગીતનો સમન્વય વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા પ્રકારના મકાનો હોય અને લોકોની રહેણીકરણી કેવી હોય તે અંગે જર્મન ચાન્ચેલરને માહિતી આપી હતી. પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી આપી હતી. પતંગ અને ગુજરાતનો ઈતિહાસ જર્મન ચાન્સેલરને વડાપ્રધાન મોદીએ સમજાવ્યો હતો. લોકોએ પતંગ મહોત્સવના સ્થળ પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં ઉભા રહીને પતંગ ચગાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ નિહાળ્યો હતો. આ મહોત્સવમાં વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી કરવામાં આવી છે. આ વખતે હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે.

Read Full Story arrow_forward
Banaskantha News: થરાદ પાલિકાના પાપે લાખો લીટર પાણી વેડફાયું
calendar_today January 12, 2026

Banaskantha News: થરાદ પાલિકાના પાપે લાખો લીટર પાણી વેડફાયું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક થરાદમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. થરાદ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. થરાદ નગરપાલિકાની ટીમની ઉદાસીનતાને કારણે મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા હતા, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ગટરની કામગીરીમાં પાઇપલાઇન તોડી નંખાઈ ઘટનાની મળતી માહિતી અનુસાર, થરાદ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન જેસીબી કે અન્ય મશીનરીના કારણે સોમનાથ અને આનંદ કૃપા સોસાયટી તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાઇપલાઇન તૂટ્યાને કલાકો વીતી ગયા હોવા છતાં પાલિકાની ટીમ દ્વારા તેને રિપેર કરવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી ન હતી. રાજ્ય કક્ષાના પર્વની તૈયારીઓ વચ્ચે અંધેરતંત્ર અત્રે નોંધનીય બાબત છે કે, આગામી 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી થરાદ ખાતે યોજાવાની છે. એક તરફ તંત્ર આ મહોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. અધિકારીઓની આ પ્રકારની ઉદાસીનતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાહદારીઓ અને સોસાયટીના રહીશો પરેશાન મુખ્ય રોડ પર પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સોમનાથ અને આનંદ કૃપા સોસાયટીમાં પીવાનું પાણી પહોંચતું બંધ થયું છે અથવા ઓછા પ્રેશરથી મળી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ આ બાબતે ધ્યાન આપવા તૈયાર નથી. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર આ પાઇપલાઇન ક્યારે રિપેર કરે છે. આ પણ વાંચો - Banaskantha News: ધાનેરા પોલીસની સરાહનીય કામગીરી, વાહનચાલકોની સુરક્ષા માટે ટુ-વ્હીલર પર લગાવ્યા સેફ્ટી ગાર્ડ

Read Full Story arrow_forward