android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: 14મી જાન્યુ.એ કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા માતાનો પ્રાગટયોત્સવ ઉજવાશે
calendar_today January 11, 2026

Dahod: 14મી જાન્યુ.એ કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા માતાનો પ્રાગટયોત્સવ ઉજવાશે

આગામી તા.14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વે ભગવાન શ્રી માંધાતાજીનો પ્રાગટય દિનની ઉજવણી ધામધૂમથી કરાતી હોય દેવગઢબારીયા ખાતે કોળી સમાજના 50,000થી વધુ લોકો સફેદ ટોપી, કોળી પહેરવેશમાં જોડાશે.તેમજ કોળી સમાજમાં ચાલતા કુરિવાજ દૂર કરવા હાલ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા લીમખેડા, ધાનપુર, રણધીકપુર તાલુકા સહિત જિલ્લાના દરેક ગામમાં આગેવાનો પહોંચી કોળી સમાજના લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જયારે આ દિવસે ભગવાન માંધાતાનો પ્રાગટય ઉત્સવ ઉજવવા માટે દેવગઢબારિયા આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. કોળી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા માટે તમામ ગામમાં કોળી સમાજના લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. કોળી સમાજમાં લગ્નમાં ચાંદલા વિધિમાં થતા અનેક ખર્ચાઓ પર નિયંત્રણ લાદવાનું સફ્ળ થશે મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ બંધ થશે. સમાજ શિક્ષણ તરફ્ વળશે અને દેવામાંથી બહાર આવશે. એવી સમાજના આગેવાનો ચિંતા કરી ખૂબ મોટો કાર્યક્રમ કરવા આતુર બન્યા છે. જેમાં કોઈપણ જાતના રાજકીય પક્ષથી દૂર રહી માત્રને માત્ર કોળી સમાજને આગળ રાખી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં મુખ્ય ઉદ્દેશ આ સમાજનું શિક્ષણ વધે દાહોદ જિલ્લામાં કોળી સમાજને ઓબીસી અનામત નથી મળતું તે મેળવવા માટે આહવાન થાય, સ્થાનિક સ્વરાજ્યની એક પણ સંસ્થામાં ઓબીસીને સ્થાન નથી મળતું તેના માટે લોકોમાં જાગૃતિ આવે. દેવગઢબારીયાના ખેડૂતોની જમીનમાં સરકાર વિકાસના નામે જમીનમાં નામ દાખલ કરી શ્રી સરકાર કરી જમીનો પડાવી લેવાના કારસો કરી રહી છે. તે બાબતે લોકો જાગૃત થાય સમાજની બેન દીકરીઓને ધર્મીઓ દ્વારા ફ્સાવીને લવ જેહાદ જેવી અસામાજિક પ્રવૃતિઓ થતી હોય છે. જે બાબતે સમાજને જાગૃત કરવા અનેક આગેવાનો કામ કરી રહ્યા છે. આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ કોળી સમાજના સક્રિય આગેવાનો, યુવાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાનાર છે. જે દાહોદ જિલ્લાના કોળી સમાજને નવી દિશા બતાવવા માટે દેવગઢબારિયામાં પ્રથમવાર આવી મોટી સંખ્યામાં ભવ્ય કાર્યક્રમ થનાર છે. દેવગઢબારિયામાં વર્ષો પછી કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માંધાતાની મૂર્તિ જુના જકાતનાકા પાસે સ્થાપન થવા જઈ રહ્યું છે. જે પણ 14 જાન્યુઆરીના રોજ તેનું ઉદ્ઘાટન કરાશે. અને મૂર્તિ દરેક ભાવિક ભક્તો તેમજ સર્વ સમાજ માટે ખુલ્લી મુકવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhara: ગોધરામાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા
calendar_today January 11, 2026

Godhara: ગોધરામાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં સેંકડો લોકો જોડાયા

ગોધરામાં કેન્દ્ર સરકારના ફ્ટિ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ હેઠળ પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ સ્વાસ્થ્યપ્રેમી લોકો જોડાયા હતા.આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક જીવનમાં વ્યાયામનું મહત્વ સમજાવવા તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહન સાધન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલિંગથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના બામરોલી રોડ પરથી આ રેલી શરૂ થઈ હતી, જે ગદુકપુર બાયપાસ ચોકડી, પરવડી ચોકડી, દાહોદ રોડ થઈને પરત બામરોલી રોડ પર પહોંચી હતી. ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના આયોજકોના જણાવ્યા અનુસાર, આ રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sahera: પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાયો, રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today January 11, 2026

Sahera: પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાયો, રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરાના ગુણેલી ગામ પાસેથી વન વિભાગે પંચરાઉ લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડીને 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતાં લાકડાચોરોમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે.શહેરા વન વિભાગ ના આર.એફ્.ઓ રોહિત પટેલની સૂચનાથી ગુણેલી રાઉન્ડ ફેરેસ્ટર કે.ડી.ગઢવી અને બોડીદ્રા ખુર્દના બીટ ગાર્ડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ્ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગુણેલી થી લવારીયા તરફ્ના રસ્તા ઉપર વન વિભાગ ની ટીમે લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઊભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી નહી આવતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ એ ટ્રક અને લાકડા મળીને 4.50લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward