android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhara: ટ્રકની અડફેટે પટકાયેલા બાઈક ચાલક યુવાનનું સ્થળ ઉપર મોત
calendar_today January 11, 2026

Godhara: ટ્રકની અડફેટે પટકાયેલા બાઈક ચાલક યુવાનનું સ્થળ ઉપર મોત

ગોધરા તાલુકાના મોટી કાંટડી પેટે ધામણી ગામે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ટ્રકની અડફેટે પટકાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.ગોધરા તાલુકાના આઇડિયા ગામે આવેલા ભાથીજી મંદિર ફ્ળિયામાં રહેતા કાંતિભાઈ મગનભાઇ ચૌહાણે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 10જાન્યુઆરીના રોજ તેઓનો 30 વર્ષીય ભત્રીજો વિજયભાઈ ચૌહાણ ઉદલપૂરથી બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. વિજય ચૌહાણ એકાદ વાગ્યાની આસપાસ પોતાનો ચણા પુલાવનો વેપાર કરીને ઘરે આવી રહ્યો હતો. જે દરમ્યાન ગોધરા તાલુકાના મોટી કાંટડી પેટે ધામણી ગામ પાસે આવેલી સર્વોદય હોટેલ નજીક રસ્તે પસાર થતા ટ્રકચાલકે બાઈકચાલક યુવાનને અડફેટે લીધો હતો.આ અકસ્માતમાં ટ્રકની ટક્કર વાગતા વિજય ચૌહાણ ઉછળીને બાઈક પરથી રોડ પર પડયો હતો, જે બાદ ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા વિજયનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું, બીજી તરફ્ અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઈ ગયો હતો, સમગ્ર મામલે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Zaghdiya: ઝાડી ઝાંખરામાં સંતાડેલ ચોરીના મેગ્નેશિયમનો જથ્થો ઝડપાયો
calendar_today January 11, 2026

Zaghdiya: ઝાડી ઝાંખરામાં સંતાડેલ ચોરીના મેગ્નેશિયમનો જથ્થો ઝડપાયો

ઝઘડિયા જીઆઇડીસી પોલીસે દધેડા ગામ નજીક ઝાડીઝાંખરામાં સંતાડી રાખેલ ચોરીના મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ બેગો સાથે ચાર ઇસમોને ઝડપી લીધા હતા,જ્યારે તપાસ દરમિયાન અન્ય બે ઇસમોને ઝડપી લઇને કુલ છ ઇસમોની અટકાયત કરી હતી.ઝઘડિયા જીઆઇડીસીની પેન્ટાફેસ કંપનીના વેરહાઉસમાંથી મેગ્નેશિયમ ભરેલ સાત બેગોની ચોરી થઇ હોવાની ફરિયાદ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાઇ હતી,ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ગણતરીના સમયમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટાફ્ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે દધેડા ગામ નજીક ઝાડી ઝાંખરામાં ચાર ઇસમોએ મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ જેટલી બેગો સંતાડી રાખી છે,અને મોટરસાયકલ પર તેને સગેવગે કરવાની ગોઠવણમાં છે. પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને સદર ચાર ઇસમો (1) જયેશભાઇ ભાનુભાઇ વસાવા રહે. દધેડા ગામ તા.ઝઘડિયા જિ.ભરૂચ, (2) મનોજભાઇ ફ્તેસિંગભાઇ વસાવા રહે.વાસણા ગામ તા.ઝઘડિયા જિ.ભરૂચ, (3) હુસેન નાજીમ રહે.દધેડા તથા (4) કિશનભાઇ ઉમેશભાઇ વસાવા રહે.તવરા ગામ તા.જિ.ભરૂચનાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,જ્યારે અન્ય બે ઇસમો (1) અવધેશ છત્રસાલ સિંઘ હાલ રહે. દધેડા ગામ અને મુળ રહે.ઉત્તરપ્રદેશ તેમજ (2) સુબોત રવિન્દ્રસિંગ તોમર હાલ રહે.દધેડા ગામ અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને તપાસ દરમિયાન ઝડપી લીધા હતા. પોલીસે મેગ્નેશીયમ મટીરીયલના ટુકડા ભરેલ છ નંગ બેગો, બે મોટરસાયકલો તેમજ મોબાઇલ નંગ 4 મળી કુલ રૂપિયા 1,84,000 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાંથી ડિઝલ ચોરી, મટિરીયલની ચોરી, કેમિકલની ચોરી સહિત અનેક ચોરીઓનો અંજામ તસ્કરો દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ કડક હાથે કામ લે તેવી માગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: રાજપીપળા મંદિરમાંથી મળેલ ચામડા અને નખ વાઘના હોવા બાબતે શંકા
calendar_today January 11, 2026

Narmada: રાજપીપળા મંદિરમાંથી મળેલ ચામડા અને નખ વાઘના હોવા બાબતે શંકા

રાજપીપળામાં મંદિર પરિસરમાં મહંતની ઓરડીમાંથી જપ્ત કરાયેલા વાઘના ચામડા અને નખ પ્રાથમિક દ્રષ્ટીએ વાઘના નહી હોવાનું અનુમાન નર્મદા જિલ્લા વન અધિકારીએ લગાવ્યુ છે જો કે તેમનું કહેવું છે કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી જાણકારી મળી શકે તેમ છે.રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન પૂજારીના રૂમના ઉપલા માળ પરથી 37 વાઘના ચામડા અને 133 વાઘના નખ મળી આવ્યા હતા. આ ચામડા અને નખના પરિક્ષણ માટે એફએલએસ લેબમાં મોકલવામા આવ્યા છે. દરમિયાન નર્મદા જિલ્લા વન અધિકારી (ડીએફઓ) અભય સિંહે દાવો કર્યો છે કે જપ્ત કરાયેલા ચામડા અને નખ પ્રાથમિક દૃષ્ટિએ નકલી છે. નકલી મતબલ ચામડા અને નખ તો અસલી છે પરંતુ તે વાઘના જ છે કે કેમ તે કહેવુ મુશ્કેલ છે. વાઘના શરીર ઉપર પીળા- કાળા કલરની લાઇન હોય છે. આ લાઇનોની પેટર્ન દરેક વાઘમાં અલગ હોય છે. ચામડાઓ ઉપર જે લાઇનો છે તે એક સરખી છે એટલે શંકા પડી રહી છે. જો કે આ ચામડા અને નખની ચકાસણી બાબતે અમે હૈદરાબાદ ખાતે એફ્.એસ.એલ ખાતે મોકલી અપાયા છે, જેનું પરિણામ આવતા ત્રણથી ચાર મહિનાનો સમયગાળો લાગી શકે છે.અમે જ્યારે ચામડા અને નખની જાત તપાસ કરી ત્યારે અમને એ નકલી જેવા લાગે છે. છતાં અમે એફ્.એસ.એલ માટે સેમ્પલ મોકલી આુયા છે.વન્ય પ્રાણીના ચામડા અને નખ ક્યાંથી આવ્યા એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward