android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News : નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો
calendar_today January 3, 2026

Kheda News : નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો

આ સમગ્ર મામલે વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડને રજૂઆત કરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવતા નથી અને વોર્ડનના વર્તનથી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફેલાયો છે, છેલ્લા અઠવાડિયાથી પજવણી થતી હોવાનો આક્ષેપ વિધાર્થીનીઓ કરી રહી છે, નડિયાદ પીજ રોડ કેનાલા પર આ છાત્રાલય આવેલી છે. નડિયાદ અનુસૂચિત કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો ખૌફ નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાલયમાં વિધાર્થીનીઓ અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગઈ છે અને રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી 50થી વધુ વિદ્યાર્થીનીઓને આખી રાત ઉજાગરો કરવો પડે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડન સમક્ષ રજૂઆત છતાં અમારી વાત સાંભળવામાં આવતી નથી. પોલીસની ટીમ ઘટના સ્થળે જઈ મામલો પાડયો થાળે આ ઘટનાની ગંભીરતા જોઈને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે પણ છાત્રાલયની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા હવે હોસ્ટેલ પ્રશાસનને સખત તાકીદ કરવામાં આવી છે કે, રાત્રિના સમયે જવાબદાર સ્ટાફે ફરજિયાત હાજર રહેવું પડશે. વિદ્યાર્થિનીઓની સુરક્ષામાં ચૂક રાખનાર સામે પગલાં લેવાની પણ ખાતરી અપાઈ છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીએ કરી જમાવટ, ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો 

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ
calendar_today January 3, 2026

Ahmedabad News : અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ

શહેરમાં AQI 200ને પાર પહોચ્યોં છે અને ઇસનપુરમાં 216, શાંતિગ્રામમાં 201 AQI, બોડકદેવમાં 192, ચાંદખેડામાં 187 AQI, જુહાપુરામાં 188, ગ્યાસપુરમાં 189 AQI, ઘાટલોડિયામાં 191, રખિયાલમાં 184 AQI, બોપલમાં 190, સેટેલાઇટમાં 186 AQI, થલતેજમાં 193, ઉસમાનપુરામાં 191 AQI પહોંચ્યો છે. શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે. આ પણ વાંચો : Kheda News : નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો

Read Full Story arrow_forward
Ambaji : જગતજનની મા અંબાનો આજે પ્રાગટ્ય દિવસ, પોષી પૂનમના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટશે
calendar_today January 3, 2026

Ambaji : જગતજનની મા અંબાનો આજે પ્રાગટ્ય દિવસ, પોષી પૂનમના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટશે

શક્તિપીઠ અંબાજી ખાતે આજે પોષ સુદ પૂનમના પવિત્ર અવસરે જગતજનની મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન દિવસે માતાજીના દર્શન માટે આજે લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામે ઉમટવાની સંભાવના છે. અંબાજી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ અને સુચારુ આયોજન મહોત્સવને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર પ્રશાસન દ્વારા વિશેષ અને સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ તથા ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો પોષ સુદ પૂનમનો દિવસ મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે માતાજીના વિશેષ શણગાર, આરતી અને પૂજાવિધિ યોજવામાં આવે છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. અંબાજી સમગ્ર શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકો દ્વારા ભક્તોને કોઈ અસુવિધા ન પડે તે માટે સતત કામગીરી ચાલી રહી છે. પ્રાગટ્ય મહોત્સવ દરમિયાન અંબાજી સમગ્ર શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward