android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રણાસણ ગામે તળાવ ઓવરફ્લો થતા સ્કૂલ પાસે પાણી ભરાયું
calendar_today January 3, 2026

Patan: રણાસણ ગામે તળાવ ઓવરફ્લો થતા સ્કૂલ પાસે પાણી ભરાયું

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં રોડ પર આવેલ તળાવમાં સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત ઠાલવવામાં આવતું પાણીને લઈને તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી રોડ પર થઈને શાળા પાસે ફરી વળ્યુ છે. જે બાબતે પંચાયત તંત્ર દ્વારા વિસનગર ખાતેને કચેરીમાં જાણ કરતા પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાનું કચેરીના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શિયાળાની સિઝનમાં ખેડુતો દ્વારા કરવામાં આવતાં રવી પાકોના વાવેતર દરમિયાન પિયત માટે સરકાર દ્વારા સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત પાણી પાઈપલાઈન મારફ્તે ગામના તળાવોમાં ઠાલવવામાં આવે છે જેનો સિધો લાભ ખેડૂતોને મળી રહે તે માટે જેને લઈ રણાસણ ગામે પણ સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત તળાવમાં પાણી ઠાલવતાં તળાવ ઓવરફ્લો થવા પામ્યું હતું અને પાણી રસ્તા પરથી સ્કૂલ તરફ્ ઘસી આવતાં તાત્કાલિક સ્થાનિક પંચાયત દ્વારા કચેરી ખાતે જાણ કરાઈ હતી. આ બાબતે સુજલામ સુફ્લામ યોજનાની કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે તળાવ ભરાતાં પાણી બંધ કરી દેવાય છે પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા વાલ્વ ખોલી નાંખતા પાણી આવતું હોય છે જેની હવે તપાસ કરાશે અને હાલમાં પાણી બંધ કરી દેવાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: પોલીસે ગુલાબનું ફૂલ આપી વાહનચાલકો સાથે કરી ગાંધીગીરી : ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા સૂચન
calendar_today January 3, 2026

Palanpur: પોલીસે ગુલાબનું ફૂલ આપી વાહનચાલકો સાથે કરી ગાંધીગીરી : ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા સૂચન

પાલનપુર શહેરમાં આરટીઓ અને પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે જેમાં પાલનપુર આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા એરોમા સર્કલ ખાતે ઉભા રહી અને ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહન ચાલકોને રોકી અને તેમને ગુલાબનું ફુલ આપી અને ટ્રાફિક નિયમન ભંગ ન કરવા માટે અને ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરી અને સાવચેતી રાખવા માટે સમજણ આપી હતી.પાલનપુર ખાતે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અને માર્ગ અકસ્માતથી બચવા માટે સાવચેતી રાખવા માટે સમજણ આપવા માટે ટેક્ષી ચાલકો અને વાહન ચાલકોને અકસ્માત ટાળવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી બાબતો અંગે ધ્યાન રાખવા માટે સમજણ આપી હતી તેમજ હાઈવે પર ટ્રાફિક નિયમોનું ભંગ કરનારાઓને ગુલાબનું ફુલ આપી અને ગાંધીગીરી દર્શાવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપી હતી. આમ, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમ્યાન મેમો આપવાની જગ્યાએ ગુલાબનું ફુલ આપી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-tharad: બેટલીયાના મંદિર,બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
calendar_today January 3, 2026

Vav-tharad: બેટલીયાના મંદિર,બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

વાવ થરાદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટેની પોલીસવડા ચિંતન તરૈયાની કડક સૂચનાના પગલે, SOG વાવ-થરાદની ટીમે સરાહનીય કામગીરી કરતા એક રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. ગણતરીના કલાકોમાં જ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મોટી સફ્ળતા મેળવી છે.વાવ થરાદ જિલ્લા SOG પીઆઇ એ.જી. રબારી તથા તેમનો સ્ટાફ્ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન તાખુવા ગામ પાસે એક શંકાસ્પદ મોટરસાઈકલ સવાર મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા તેમાંથી ચાંદીની મૂર્તિઓ મળી આવી હતી, જેના આધારે ચોરીનો આખો ભાંડો ફૂટયો હતો. જેમાં મંદિર ચોરી આરોપીએ તા. 01/01/2026ના રોજ બેટલીયા ગામે આવેલ ગોગા મહારાજના બે અલગ-અલગ મંદિરોમાંથી ચાંદીની મૂર્તિઓ અને પારણાની ચોરી કરી હતી. અને આશરે દોઢ મહિના પહેલા થરાદ બજારમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરતા ઝડપાયેલ મુકેશ બાબુભાઈ રાવળ રહે. મિયાલ, તા. થરાદ (હાલ રહે. નારોલી) વાળાની અટક કરી તેની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward