android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: જિલ્લામાં ઠંડીનો ચમકારો : લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાતાં લોકો ઠૂંઠવાયા
calendar_today January 2, 2026

Patan: જિલ્લામાં ઠંડીનો ચમકારો : લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાતાં લોકો ઠૂંઠવાયા

પાટણ શહેર સહિત જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે કારણ કે જ્યારે ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી રહેવાની નોંધાયું હતું. વહેલી સવારે ફુંકાતા ઠંડા પવનોના કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ થતાં જીલ્લાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા તો કેટલાક લોકો ગુલાબી ઠંડીની મજા લેવા સ્વેટર અને જેકેટ પહેરીને મોર્નિંગ અને ઈવનીંગ વૉક કરતા નજરે ચડયા હતા.પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે દિવસ અગાઉ વરસેલા કમોસમી વરસાદ બાદ આખરે આકાશમાંથી વાદળો વિખેરાઈ જતાં જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવનો ફૂંકાતાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડીગ્રી સેલ્શિયસનો ઘટાડો નોંધાતાં નાના બાળકોને ઠંડીથી બચાવવા માટે વાલીઓ ગરમ કપડાં, સ્વેટર અને ટોપીઓની ખરીદી કરી રહ્યા છે. પાટણના મુખ્ય બજારમાં ફૂટપાથ પર નાના વેપારીઓએ બાળકોના વસ્ત્ર્રોની હાટડીઓ લગાવી છે, જ્યાં મોટા શોરૂમ કરતાં પ્રમાણમાં સસ્તા ભાવે ગરમ કપડાં મળી રહ્યા છે. યુવાનો અને યુવતીઓ તેમની પસંદગી મુજબની ડિઝાઇનના ગરમ સ્વેટર અને ટોપીઓ ખરીદવા માટે શોરૂમમાં ધસારો કરી રહ્યા છે. વાલીઓ બાળકોને ઠંડીથી બચાવવા ગરમ વસ્ત્ર્રોની સાથે શરદી અને ખાંસી પ્રતિરોધક આહાર પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક અને કસરત કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જાહેર માર્ગો અને સોસાયટીના ખુલ્લા પ્લોટમાં મહિલાઓ, યુવતીઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો યોગા, પ્રાણાયામ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: નર્મદાના નીર વહે છે પણ... જાખોત્રા માયનર કેનાલ તો હજુ 'તરસ્યાની તરસ્યી'
calendar_today January 2, 2026

Patan: નર્મદાના નીર વહે છે પણ... જાખોત્રા માયનર કેનાલ તો હજુ 'તરસ્યાની તરસ્યી'

સાંતલપુર તાલુકાની જાખોત્રા માયનર કેનાલમાં હજુ સુધી કેનાલ બનાવવામાં આવે 8 ત્યારબાદ કેનાલ પૂર્ણ થઈ રહી છે ત્યાં સુધી કેનાલનું પાણી જ પહોંચ્યું નથી જેના કારણે મુખ્ય નર્મદા કેનાલ ચાલી રહી છે તેમ છતાં કેનાલનું પાણી ખેડૂતોને મળતું નથી અને તેના કારણે ખેડૂતોના ખેતરો પાણી વગર સૂકા ભઠ્ઠા ભાસી રહ્યા છે.બીજી તરફ્ સાયફ્ન નંબર 5400 નજીક કેનાલ લીકેજ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેમજ લાખોની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં જંગલ કટીંગ, રીપેરીંગ અને કેનાલ સફાઈ માત્ર ફાઈલોમાં જ સીમિત રહી હોય તેવું લાગી રહ્યું છે જેના પરિણામે સાયફ્ન નં. 5400થી આગળ કેનાલનું પાણી આજદિન સુધી પાણી મોકલવામાં આવ્યું નથી.કેનાલમાં પાણી છોડવામાં આવતું પાણી કેનાલ ખામીગ્રસ્ત હોવાના કારણે પાણી આગળ જતું નથી. એક તરફ્ પાણી વેસ્ટ થઈ રહ્યું છે અને બીજી તરફ્ ખેતરોમાં છૂટું પાણી ફરી વળતાં ખેતીની જમીન ક્ષાર યુક્ત બની રહી છે., જેના કારણે પાકો સંપૂર્ણપણે નિષ્ફ્ળ ગયા થઈ રહ્યા છે . ખેતર માર્ગો પર સતત પાણી વહેતું રહેતા ખેડૂતોને રોજબરોજની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: વર્ષ 2025 : પાટણમાં 10,267 બાળકોના જન્મ સામે 1,386 લોકોનાં મૃત્યુ નોંધાયા
calendar_today January 2, 2026

Patan: વર્ષ 2025 : પાટણમાં 10,267 બાળકોના જન્મ સામે 1,386 લોકોનાં મૃત્યુ નોંધાયા

પાટણ નગરપાલિકાએ વર્ષ 2025ના જન્મ અને મરણ નોંધણીના આંકડા જાહેર કર્યા છે. પાટણ નગરપાલિકાના જણાવ્યા મુજબ પાટણ શહેરમાં વર્ષ દરમ્યાન કુલ 10,267 બાળકોના જન્મ નોંધાયા છે જ્યારે 1,386 લોકોના મૃત્યુ થયા છે. જન્મેલા બાળકોમાં 4,788 દીકરીઓ અને 5,479 દીકરાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025માં સૌથી વધુ 1,363 બાળકોનો જન્મ થયો હતો, જ્યારે નવેમ્બર 2025માં 1,099 બાળકો જન્મ્યા હતા. અન્ય મહિનાઓમાં સરેરાશ 600 થી 900 જન્મ નોંધાયા હતા.પાટણ નગરપાલિકા વિસ્તારમાં મૃત્યુના આંકડા મુજબ કુલ 1,386 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જેમાં 547 સ્ત્ર્રીઓ અને 839 પુરુષોનો સમાવેશ થાય છે. એક વર્ષથી ઓછી વયના 42 શિશુ મૃત્યુ અને 1 થી 5 વર્ષની વયના 8 બાળકોના મૃત્યુ નોંધાયા છે. વર્ષ દરમિયાન કુલ 158 મૃત જન્મ (Still Birth)ના કિસ્સાઓ પણ સરકારી ચોપડે નોંધાયા છે. નગરપાલિકાને જન્મ અને મરણ પ્રમાણપત્રો તથા નોંધણી ફી પેટે કુલ 3,79,300 રૂપિયાની આવક થઈ છે. આમાં મોડી નોંધણી ફીના 5,310 રૂપિયા અને પ્રમાણપત્ર ફીના 3,73,990 રૂપિયાનો સમાવેશ થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward