Vadodara:માલોદ ફાટકે ડમ્પર જીવતા વીજ વાયરને સ્પર્શતા ચાલકનું મોત
કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ રોડ ઉપર માલોદ ફાટક પાસે રોડ પર હાઈવા ડમ્પરમાં ભરેલ મટીરિયલ પાથરવા ડમ્પર ચાલકે હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરતાં ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને ટ્રોલી અડી ગઈ હતી. જેથી કરંટ ડમ્પરમાં આવતાં ડમ્પર ચાલકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.મોતને ભેટનાર ડમ્પર ચાલક દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉ.28 રહે.વચ્છેસર તા.ડેસર) નારેશ્વર ખાતે માલોદથી નારેશ્વર સુધી રોડની કામગીરી ચાલી રહી હોય આ રોડ ઉપર માલોદ ફાટક પાસે પોતાની હાઇવા ગાડી નં.GJ-06-BY- 2293ની ચલાવી તેમાં વેડમિક્સ ભરી રોડ ઉપર પાથરતા હતા. ત્યારે રોડ ઉપર મટીરિયલ પાથરતી વેળાએ હાઈવા ડમ્પરનુ હાઇડ્રોલીક (ટોલી) ઊંચુ કરતા ઉપરના ભાગેથી પસાર થતી હાઈટેન્શન લાઈનને ડમ્પરનું હાઇડ્રોલીક ટ્રોલી અડી ગઇ હતી. જેથી વીજ કરંટ ડમ્પરમા આવતા શોર્ટ સર્કિટ થતાં ડમ્પરના ટાયરોમાં આગ ભભૂકી ઊઠી હતી. ડમ્પર ચાલકના શરીરે કરંટ લાગતા મરણ થયાનું સૂત્રો જણાવે છે. કરજણ ફાયર વિભાગને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ડમ્પર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward