android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી
calendar_today January 3, 2026

Ahmedabad News : અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી

જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વગર પરવાને દવા વેચનાર વેપારી ઝડપાયો જે અંતર્ગત તાજેતરમાં નાયબ કમિશનર (આઇ.બી) વાય. જી. દરજીની આગેવાની હેઠળ ઔષધ નિરીક્ષક ડૉ. પૂર્વા પટેલ સહિતના અધિકારીઓએ અમદાવાદ ખાતે આવેલા મનહર નગર શોપિંગ સેન્ટરના ઈ-૨૪ના પ્રથમ માળે આવેલ દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો. દવાના 6 નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા વધુમાં ધર્મેશભાઈની સધન તપાસ કરતા તેઓ મેડિકેસસેલિસ હેલ્થ કેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક, નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા, પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથીક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો. જેથી સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ ૬ દવાના નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. ૪૦ લાખની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું. આ પણ વાંચો : Ahmedabad News : સિનિયર સિટિઝનને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી કેસમાં 12 આરોપીની ધરપકડ કરાઈ

Read Full Story arrow_forward
Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું
calendar_today January 3, 2026

Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું

ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવાઇ છે.માત્ર 17 દિવસમાં આરોપી રામ યાદવ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી ગત 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર મામલે ગાંધીનગર પોલીસે માત્ર 17 દિવસમાં આરોપી રામ યાદવ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. તમામ પુરાવા સામેલ કરાયા ચાર્જશીટમાં FSL રિપોર્ટ, ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવા સહિત તમામ પુરાવા સામેલ કરાયા છે, જે તપાસને મજબૂત બનાવે છે. આ મામલે કોર્ટ દ્વારા આગળની સુનવણી તત્કાળ શરૂ કરવામાં આવશે. આરોપીએ રામ યાદવે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનિય છે કે દુષ્કર્મની ગંભીર ઘટના બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ઓપરેશન વિરાંગના શરૂ કરવામાં આવ્યું હતું. ગુનાના સ્થળે પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ રામ ગુનીત દેવ નંદન યાદવ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. PI લતા દેસાઈએ પીછો કરતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ઈજા થઈ હતી આ સમયે PI લતા દેસાઈએ પીછો કરતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો. પોલીસની કડક કાર્યવાહીથી ભયભીત થયેલો આરોપી હાથ જોડીને દયાની ભીખ માંગી રહ્યો હતો. આ પણ વાંચો----    Breaking News: વેનેઝુએલા પર મોટો હુમલો, રાજધાની કારાકાસમાં અનેક સ્થળો પર વિસ્ફોટ

Read Full Story arrow_forward
Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર
calendar_today January 3, 2026

Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક આશાસ્પદ વિદ્યાર્થિનીનું મેરેથોન દરમિયાન મોત નીપજ્યું છે. ઉમરગામની 'ભારતીય એકેડેમી સ્કૂલ' દ્વારા આયોજિત મેરેથોન દોડમાં આ વિદ્યાર્થિનીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, દોડતી વખતે અચાનક તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. શાળા સંચાલકો અને હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.બોર્ડની પરીક્ષા પહેલા જ કાળનો પંજો: તબીબોના પ્રાથમિક તારણ મુજબ, વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી થયેલા આ મોતના સમાચાર વહેતા થતા જ સમગ્ર ઉમરગામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલી અને રમતગમતમાં રુચિ ધરાવતી દીકરીના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે શાળામાં ચાલતા કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો : Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસ નોંધાતા ફફડાટ

Read Full Story arrow_forward