Patan : હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, હોટલમાં જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે થઇ બબાલ, 2ને ઇજા
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામમાં હોટલમાં જમ્યા બાદ પૈસા આપવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થતાં 2 વ્યક્તિને ઇજા પહોંચી છે. આ મામલે પોલીસે 7 સામે નામજોગ, 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. 2 લોકોને ઈજા પહોંચી જૂથ અથડામણમાં 2 લોકોને ઈજા પહોંચી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ તથા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઘટના બાદ પોલીસે ગઇ કાલ રાતથી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ પણ વાંચો--- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward