Navsari માં કુદરતનો મિજાજ બદલાયો, વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને જિલ્લાના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ કરીને જલાલપોર તાલુકાના મરોલી પંથક અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ અને વરસાદી છાંટા પડ્યા હતા. ભરશિયાળે સર્જાયેલા આ અષાઢી માહોલને કારણે વાતાવરણમાં એકાએક ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સમગ્ર જિલ્લો ઠંડુગાર બની ગયો છે.હવામાન પલટાયું વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે લોકોએ દિવસ દરમિયાન પણ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જોકે, આ કમોસમી ફેરફારને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાની લહેર વ્યાપી ગઈ છે. પવનની ગતિમાં વધારો અને ભેજવાળા વાતાવરણને લીધે લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી કેટલાક કલાકો સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. આ પણ વાંચો : Banaskantha News : અંબાજીમાં વહેલી સવારથી 'બોલ માડી અંબે'ના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું
Read Full Story arrow_forward