android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: પાટડી APMC તુવેરની વિપુલ આવકથી છલકાયું
calendar_today January 29, 2026

Surendranagar: પાટડી APMC તુવેરની વિપુલ આવકથી છલકાયું

પાટડી એપીએમસી એ ઝાલાવાડ ઉપરાંત ઉત્તર ગુજરાતના ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. હાલ એપીએમસીમાં અન્ય જણસીઓની સાથે તુવેરની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. જેમાં બુધવારે તુવેરના મણ દીઠ 1370 થી 1751 સુધીના ભાવ બોલાતા ખેડુતો હરખાયા હતા.પાટડી એપીએમસીના ચેરમેન રામજીભાઈ જાદવ, વાઈસ ચેરમેન જગદીશભાઈ પટેલ, સેક્રેટરી સાગરભાઈ દેસાઈ સહિતનાઓ ખેડુતોને લક્ષમાં રાખીને એપીએમસીની સુચારૂ રૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એપીએમસીમાં દુર દુરથી પોતાની જણસીઓ લઈને આવતા ખેડુતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ પાટડી એપીએમસીમાં એરંડા, જીરૂ, તુવેર, ગવારની આવક પ્રતીદીન થાય છે. જેમાં તુવેરના સારા ભાવ મળતા ખેડુતોમાં આનંદ છવાયો છે. બજારમાં 1300થી 1400ના ભાવ સામે એપીએમસીમાં ખેડુતોને તુવેરના મણ દીઠ 1370થી 1751 સુધીના ઉંચાભાવ બુધવારે મળ્યા હતા. જેને લઈને છેલ્લા થોડા દિવસોથી દસાડા અને લખતર તાલુકા ઉપરાંત ધ્રાંગધ્રા, માંડલ અને શંખેશ્વરથી ખેડુતો પાટડી એપીએમસીમાં તુવેર વેચવા આવે છે. પાટડી એપીએમસીમાં મળતા ભાવ રાજયમાં અન્ય એપીએમસીની સામે તુવેરના ઉંચા ભાવ મળતા હોવાનું પણ ખેડુતો જણાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: જિલ્લા ગ્રામ્યમાં PGVCLની 35 ટીમ દ્વારા દરોડા : રૂ. 34.04 લાખનો દંડ વસુલાયો
calendar_today January 29, 2026

Surendranagar: જિલ્લા ગ્રામ્યમાં PGVCLની 35 ટીમ દ્વારા દરોડા : રૂ. 34.04 લાખનો દંડ વસુલાયો

સુરેન્દ્રનગર અધિક્ષક ઈજનેર એન.એન.અમીનની સુચનાથી પીજીવીસીએલની 35 ટીમોએ મુળી તાલુકાના નવાણીયા, નળીયા, જશાપર, કુકડા, ચોટીલાન રૂપાવટી, રાજાવાડ, લોમા કોટડી, ડોસલીધુના, ઝીંઝુડા, થાન અને જોરાવરનગર શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 11 એસઆરપી જવાનો અને 21 પોલીસ કર્મીઓ સાથે 4 વીડીયોગ્રાફરો પણ જોડાયા હતા. વીજ ટીમોએ કુલ 310 ઘર વપરાશના, 15 ખેતીવાડીના મળી 325 વીજ જોડાણોની તપાસ કરી હતી. જેમાં ઘર વપરાશના 76, ખેતીવાડીના 3 મળી કુલ 79 કનેકશનમાં ગેરરીતી ધ્યાને આવી હતી. જયારે વીજ કનેકશન જ ન લીધુ હોય તેવા 56 વીજ ચોરીના કેસો પકડાયા હતા. આ તમામને વીજ કંપની દ્વારા 34.04 લાખના વીજ દંડ ફટકારવામાં આવ્યા છે. વીજ કંપનીની ચેકિંગની કામગીરીથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Delhi : SWAT કમાન્ડો કાજલની તેના પતિએ કરી જઘન્ય હત્યા, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
calendar_today January 29, 2026

Delhi : SWAT કમાન્ડો કાજલની તેના પતિએ કરી જઘન્ય હત્યા, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

દિલ્હી પોલીસની SWAT કમાન્ડો કાજલની હત્યાને લઈ રાજધાની દિલ્હી હચમચી ઉઠ્યું છે. તેની હત્યા ખુબ જ બેરહેમીથી કરવામાં આવી છે. કાજલની હત્યા તેના પતિ અંકુરે કરી છે. કાજલ પોતાના ઘરમાં જ હિંસાનો શિકાર થઈ છે.દિલ્હી પોલીસની SWAT કમાન્ડો કાજલની હત્યાથી લોકો ચોંકી ઉઠ્યા છે. જણાવી દઈએ કે આ જઘન્ય હત્યાનો આરોપી અન્ય કોઈ નહીં પણ કાજલનો પતિ અંકુર છે. જે વ્યક્તિએ તેની સાથે પોતાનું સમગ્ર જીવન જીવવાના સોગંધ લીધી, તે વ્યક્તિએ જ કાજલની હત્યા કરી દીધી. કોણ હતી કાજલ? સોનીપતના ગનૌર ગામની 28 વર્ષીય કાજલ એક જાંબાઝ દીકરી હતી. 2022માં દિલ્હી પોલીસમાં ભરતી થઈને તે સ્પેશિયલ સેલની SWAT યૂનિટની કમાન્ડો બની. વર્ધી તેના માટે નોકરી નહીં, ગર્વ અને જવાબદારી હતી. ગ્રેજ્યુએશન દરમિયાન કાજલની મુલાકાત અંકુર સાથે થઈ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ અને 2023માં બંનેએ લવ મેરેજ કર્યા, અંકુર સંરક્ષણ મંત્રાલયમાં ક્લાર્કના પદ પર તૈનાત હતો. લગ્નના માત્ર 15 દિવસ બાદ દહેજની માગ શરૂ થઈ પરિવારજનોના જણાવ્યા મુજબ લગ્નના માત્ર 15 દિવસ બાદ દહેજની માગ શરૂ થઈ, ગાડી અને પૈસાને લઈને ટોણા મારવા, માનસિક અને શારીરિક હિંસા વધતી ગઈ. 2024માં કાજલ દિલ્હીમાં અલગ રહેવા લાગી. તે 4 મહિનાની ગર્ભવતી પણ હતી, તેમ છતાં પતિ દ્વારા મારપીટ કરવાના આરોપ લાગ્યા. ડ્યુટી, ગર્ભાવસ્થા અને ઘરેલુ હિંસા સામે એકલી લડતી રહી. 22 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે અંકુરે કાજલ પર જીવલેણ હુમલો કર્યો. પહેલા માથું નીચે પટક્યુ અને પછી લોખંડના ડંબલથી માથા પર હુમલો કર્યો. આખું ઘર બુમોથી ગુંજી ઉઠ્યું પણ મદદ કરવા માટે કોઈ આગળ આવ્યું નહીં. શું મહિલાઓ પોતાના ઘરમાં સુરક્ષિત છે? ગંભીર સ્થિતિમાં કાજલને હોસ્પિટલ લઈ જવામાં આવી અને થોડા દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી રહી અને 27 જાન્યુઆરીએ કાજલે અંતિમ શ્વાસ લીધા. ફોરેન્સિક તપાસમાં ઈજાના નિશાન મળ્યા. પહેલા હત્યાનો પ્રયત્નનો કેસ, ત્યારબાદ હત્યાની કલમ ઉમેરવામાં આવી. દિલ્હી પોલીસે આરોપી પતિ અંકુરની ધરપકડ કરી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. કાજલ ગુનાઓ સામે લડવા માટે પ્રશિક્ષિત હતી પણ પોતાના જ ઘરમાં જ તે હિંસાનો શિકાર થઈ ગઈ. ત્યારે સવાલ એ છે કે શું મહિલાઓ પોતાના ઘરમાં સુરક્ષિત છે?  આ પણ વાંચો : PM Modiએ AI સેક્ટરના CEO અને નિષ્ણાંતો સાથે યોજી બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈને કરી ચર્ચા

Read Full Story arrow_forward