android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું
calendar_today January 21, 2026

Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું

સમગ્ર દેશમા સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડ આચરવા માટે ભાડાના બેંક ખાતાનો ઉપયોગ થાય છે. જેથી ગુજરાતમાં સાયબર ફ્રોડની અટકાવવા માટે પોલીસ દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે કાર્યવાહી કરાઈ છે. 862 કરોડના સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો છે અને તેમાં સંડોવાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આઠ આરોપીઓ દ્વારા સમગ્ર દેશના લોકોને છેતરતા હતાં સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ દ્વારા 862 કરોડના સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરી છે. જેમાં આ સમગ્ર નેટવર્ક સુરતથી ઓપરેટ થતુ હોવાનો ખુલાસો થયો છે. 1229 લોકો સાથે આરોપીઓએ ઠગાઈ આચરી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ 90થી વધુ એકાઉન્ટ ખોલીને ઠગાઈ આચરી હતી. આ ફ્રોડ કેસમાં અબ્દુલ કાદિર ચામડિયા ઠગાઈ કાંડનો મુખ્ય સુત્રધાર છે. તે સુરતમાં ચપ્પલની દુકાન ચલાવે છે. આ આઠ આરોપીઓ દ્વારા સમગ્ર દેશના લોકોને છેતરવામાં આવતા હતાં. આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ હોવાની શક્યતા સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ આઠ આરોપીઓ સેવિંગ અને કરંટ એકાઉન્ટથી રૂપિયાની લેવડ દેવડ કરતા હતાં. આ રેકેટમાં વિદેશી કનેક્શન પણ સામે આવે તેવી શક્યતાઓ છે. આરોપીઓ એમએસએમઈ કંપનીઓ ખોલાવીને રૂપિયાની હેરાફેરી કરતા હતાં. ટેલિગ્રામના ગ્રુપથી આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં.આ સમગ્ર કેસમાં ATMનું એનાલિસિસિ કરતાં એક ચહેરો સામે આવ્યો હતો અને આ આખું રેકેટ પકડાયું હતું. આ પણ વાંચોઃ Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

Read Full Story arrow_forward
Kheda News: રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1,000 કામદારો હડતાલ પર ઉતર્યા
calendar_today January 21, 2026

Kheda News: રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1,000 કામદારો હડતાલ પર ઉતર્યા

પ્રખ્યાત 'રિયલ નમકીન' બ્રાન્ડ ધરાવતી કંપની લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારોએ મેનેજમેન્ટ સામે મોરચો ખોલ્યો છે. કંપનીના આશરે 1,000 જેટલા કામદારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સામૂહિક હડતાલને કારણે કંપનીનું તમામ પ્રોડક્શન અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.વેતન અને સુવિધાઓમાં અન્યાયનો આક્ષેપ હડતાલ પર ઉતરેલા કામદારોનો મુખ્ય રોષ વેતનની અસમાનતાને લઈને છે. કામદારોનો આક્ષેપ છે કે, જેઓ છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યા છે તેમને અને નવા જોડાયેલા કર્મચારીઓને એકસરખું વેતન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, મશીનોની સ્પીડ નિયત 85 થી વધારીને 100 કરી દેવામાં આવી છે, જેના કારણે કામદારો પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. સુરક્ષાના સાધનોના અભાવે પણ કામદારોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. કામદારોની માંગણીઓ નાઈટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓએ માટે કેન્ટીનની સુવિધા આપવામાં આવે વર્ષોથી કામ કરતા કામદારોને કાયમી કરવામાં આવે. કોન્ટ્રાક્ટ લેબર સિસ્ટમ બંધ કરી કંપની પે-રોલ પર લેવામાં આવે. ઇન્સ્યોરન્સ, PF અને શ્રમ કાયદા મુજબના તમામ કાયદેસર લાભો મળે. પગારમાં વ્યાજબી વધારો અને પૂરતી રજાઓ આપવામાં આવે. હાલમાં 1,000 કામદારો એકસાથે કામ છોડીને બહાર નીકળી આવતા કંપની મેનેજમેન્ટ દોડતું થયું છે. કામદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામ શરૂ કરવામાં આવશે નહીં.આ પણ વાંચો - Kheda News: પોલીસ કર્મીએ યુવતી પર આચર્યું અનેકવાર દુષ્કર્મ

Read Full Story arrow_forward
Ahmedabad News : આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો સરકારી જગ્યા પર ઉભા કરાયા
calendar_today January 21, 2026

Ahmedabad News : આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો સરકારી જગ્યા પર ઉભા કરાયા

અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે. આ દબાણો સરકારી જગ્યા પર થયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ દબાણો દૂર કરવા માટે આશ્રમને નોટીસ આપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. 32 એકમો પર દબાણો ઉભા કરી દેવાતા નોટીસ આપવામાં આવી છે. 32 એકમો દ્વારા ઇમ્પેક્ટની કરાઇ હતી અરજી અમદાવાદ મહાનગર પાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું હતું કે, અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરવામાં આવશે. અહીં સરકારી જગ્યા પર 32 એકમો દ્વારા દબાણો કરવામાં આવ્યા હોવાથી નોટીસ આપવામાં આવી છે. આ 32 એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્પોરેશન દ્વારા ના મંજૂર કરવામાં આવી હતી. સ્પોર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા દબાણ દૂર કરાશે આ અરજી ના મંજૂર થતાં ગુડામાં અરજી કરાઈ હતી. જેથી આ અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. હવે આ દબાણો દૂર કરીને તે જગ્યા પર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. આ અરજીનો ઝડપથી નિકાલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ વકીલ રાખવામાં આવશે. આ પણ વાંચોઃ Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

Read Full Story arrow_forward