android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ
calendar_today January 21, 2026

Junagadh : CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ

ગીર સોમનાથ જિલ્લાના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતા વેરાવળ શહેરમાં આજે સવારથી જ વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તહેવારો અને લગ્નની સીઝન વચ્ચે જ સેન્ટ્રલ જીએસટી જૂનાગઢ ડિવિઝનની ટીમે શહેરના નામાકિંત સોના ચાંદીના વેપારીઓને ત્યાં ઓચિંતા દરોડા પાડતા સોની બજારમાં સોંપો પડી ગયો છે.પરશુરામ દયારામ જવેલર્સના શો-રૂમ પર તપાસ મળતી માહિતી પ્રમાણે CGSTની અલગ-અલગ ટીમોએ શહેરના પ્રતિષ્ઠિત ગણાતા જ્વેલર્સને નિશાન બનાવ્યા છે. જેમાં મુખ્યત્વે પરશુરામ દયારામ જવેલર્સના શો-રૂમ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ પેઢીઓ શહેરની જૂની અને જાણીતી પેઢીઓ હોવાથી આ કાર્યવાહીએ વેપારી વર્ગમાં ચર્ચા જગાવી છે. દરોડા દરમિયાન બારીકાઈથી તપાસ કરાઇ જૂનાગઢ CGST ડિવિઝનની ટીમો દ્વારા આ દરોડા દરમિયાન બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા જ્વેલરી શો-રૂમમાં રહેલા સોના અને ચાંદીના ફિઝિકલ સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે અને તેને ચોપડે દર્શાવેલા સ્ટોક સાથે સરખાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક સમયના બિલો, કાચા-પાકા હિસાબો અને ડિજિટલ ડેટાની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે લાખો રૂપિયાની કરચોરી અથવા હિસાબી ગેરરીતિ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જીએસટીના દરોડાથી બજારમાં ફફડાટ જીએસટી વિભાગની આ આકસ્મિક કાર્યવાહીના સમાચાર વાયુવેગે પ્રસરતા વેરાવળના અન્ય નાના-મોટા સોની વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહીના ડરથી કેટલાક વેપારીઓ પોતાની દુકાનોના શટર ટાણીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ તમામ પેઢીઓ પર સર્ચ ઓપરેશન ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ બેહિસાબી વ્યવહારોનો સાચો આંકડો સામે આવશે. આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, રાયખડના શખ્સને પિસ્તોલ પ્રેમ ભારે પડ્યો

Read Full Story arrow_forward
Surendranagar News : મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની કરાશે નિમણૂંક
calendar_today January 21, 2026

Surendranagar News : મુળી તાલુકામાં મધ્યાહન ભોજન યોજનના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની કરાશે નિમણૂંક

મુળી તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ચોટીલા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૩/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-મુળી ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે. ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર થવુ આ અંગે ઈન્ટરવ્યુની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. અરજી ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવામાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ ,અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ,જાતિનો દાખલો, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ આધારકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા, પોલીસનો ચાલ ચલગતનો દાખલો, ખેતીની જમીન હોય તો ૭/૧૨-૮ અ કરાવા અને જમીન ના હોય તો તળાટીના દાખલા સાથે હાજર રહેવાનું રહેશે. જગ્યા માટેની વય મર્યાદા 20 થી 60ની વચ્ચેની રહેશે ઉમેદવારની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ. જે ગામમાં એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન હોય ત્યાં ધોરણ-૦૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવી છે. ઈન્ટરવ્યૂ અંગે તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અધુરી વિગતો રજુ કરેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી 8951 દીકરીઓ ‘વ્હાલી દીકરી યોજના’ હેઠળ થઈ લાભાન્વિત

Read Full Story arrow_forward
Gir Somnath News: તાલાલામાં પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
calendar_today January 21, 2026

Gir Somnath News: તાલાલામાં પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે તેની સગીર પ્રેમિકા સાથે મળીને મોતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમ સંબંધમાં સામાજિક વિરોધ અને લોકલાજના ડરથી આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.સમગ્ર ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, તાલાલાના બોરવાવ ગીર ગામમાં રહેતા યુવક અને એક સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, આ સંબંધને સમાજ સ્વીકારશે નહીં અને પરિવારના વિરોધનો સામનો કરવો પડશે તેવા ડર અને મુંઝવણને કારણે બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ ગામના લોકો અને પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા. એકસાથે બે યુવાન જિંદગીઓના અંતને પગલે બોરવાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે તાલાલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ મામલે ખરેખર કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે પરિવારજનો અને સ્થાનિકોના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે. આ પણ વાંચો - Gir Somnath News : તાલાલા પંથકમાં ધરા ધ્રુજી, બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

Read Full Story arrow_forward