android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગુજરાત પોલીસે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 1163 લોકોની ફરિયાદોનો નિકાલ કર્યો
calendar_today January 6, 2026

Gandhinagar: ગુજરાત પોલીસે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 1163 લોકોની ફરિયાદોનો નિકાલ કર્યો

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે 01 માર્ચ 2025ના રોજ શરૂ કરાયેલી GP-SMASH પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સમજી ઝડપથી સંબંધિત અધિકારી/કચેરી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસથી માત્ર એક સિંગલ ક્લિક દૂર છે. ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર ટેગ કરીને રજૂઆત કરી શકે છે. ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ આ પહેલ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ક્રાઇમ સંલગ્ન 233, શરીર સબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ -109, રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો સાથે અંદાજિત ૧૧૬૩ ફરિયાદો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી, જે પૈકીની ૧૧૫૦થી વધુ ફરિયાદોનો એટલે કે મોટાભાગની તમામ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ લાવવામાં આવેલ છે. GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ રિયલ ટાઈમમાં સોશિયલ મીડિયા પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને ટ્રેસ કરે છે. આ ઉપરાંત, તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત છે. ટ્રેનમાંથી પડેલી મહિલાના બાળકોને સુરક્ષિત બચાવાયા જાગૃત મહિલા તરુણાબેન જૈને X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ટ્રેન નંબર ૧૨૪૭૧ના કોચ S4 માંથી એક મહિલા નીચે પડી ગયાની અને તેમના બે બાળકો ટ્રેનમાં હોવાની જાણ કરી. GP-SMASH ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ કે.ઓ. દેસાઈએ માત્ર ચાર મિનિટમાં રિસ્પોન્સ કરી વેસ્ટર્ન રેલવે વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી. પરિણામે, એક ટીમે બાળકોને સુરક્ષિત કબજે કર્યા અને બીજી ટીમે પડી ગયેલી મહિલાને શોધી સારવાર સહિતની વ્યવસ્થા કરી. કેનેડા સ્થિત યુવાનને એક જ દિવસમાં રૂ.65000 પરત મળ્યા કેનેડામાં રહેતા આયુષ નામના યુવાને તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ X (ટ્વિટર) પર વેપારી સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ પોસ્ટ કરી.GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી. ભારત અને કેનેડા વચ્ચેના ૯ કલાક ૩૦ મિનિટના સમયના તફાવત છતાં, વડોદરા પોલીસે રાત્રિના સમયે (ભારતીય સમય મુજબ) આયુષ અને વેપારીનો સંપર્ક કર્યો, જેના પરિણામે વેપારીએ બીજા જ દિવસે આયુષને રૂ.65000 પરત કરી દીધા. નર્મદાના જંગલમાં ભૂલા પડેલા પાંચ યુવાનોનું સફળ રેસ્ક્યુ સુભાષિની એમ.નામની મહિલાએ X પર જાણકારી આપી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે રસ્તો ભૂલી ગયા અને સંપર્ક વિહોણા બન્યા હતા. GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ એસ. જી. ચૌહાણે તાત્કાલિક નર્મદા પોલીસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જણાવ્યું. સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે ૪:૩૦ વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા.આ પણ વાંચોઃ Vadodara: ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત

Read Full Story arrow_forward
Porbandar: ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી
calendar_today January 6, 2026

Porbandar: ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી

પોરબંદરના ઓડદર ગામની સીમમાં આવેલી પથ્થરની એક ઊંડી ખાણમાં દીપડો ફસાઈ જવાની ઘટના બની છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. દીપડો ખાણમાં ફસાયેલો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.પથ્થરની ખાણમાં દીપડો ફસાયોઓડદર ગામ નજીક આવેલી પથ્થરની ખાણના શ્રમિકો અને સ્થાનિકોએ જ્યારે ખાણમાં દીપડાને જોયો ત્યારે ભારે ફફડાટ ફેલાયો હતો. દીપડો અચાનક ખાણમાં ખાબક્યો હોવાનું અનુમાન છે. ખાણ ઊંડી હોવાને કારણે દીપડો બહાર નીકળી શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી.વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલખાણમાં ફસાયેલા દીપડાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યો છે, પરંતુ પથ્થરની ઊભી દીવાલોને કારણે તે સફળ થઈ રહ્યો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી છે.આ પણ વાંચો:DYCM હર્ષ સંઘવીની આણંદ બસ સ્ટેશન પર સરપ્રાઈઝ મુલાકાત, વિદ્યાર્થીઓની રજૂઆત બાદ તાત્કાલિક નવી બસો ફાળવી

Read Full Story arrow_forward
Vadodara News: ઉત્તરાયણ પૂર્વે ભિક્ષુકોના વેશમાં ચાલતા 'રેકેટ' પર પોલીસનો સપાટો
calendar_today January 6, 2026

Vadodara News: ઉત્તરાયણ પૂર્વે ભિક્ષુકોના વેશમાં ચાલતા 'રેકેટ' પર પોલીસનો સપાટો

વડોદરાના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર હાલમાં નાના બાળકો અને નવજાત શિશુઓને ખોળામાં રાખી ભીખ માંગતી મહિલાઓ તેમજ વિકલાંગતાનો ડોળ કરતા ભિક્ષુકોની સંખ્યા વધી છે. ઉત્તરાયણના પર્વમાં લોકો ઉદાર હાથે દાન આપતા હોવાથી આ ટોળકીઓ સક્રિય બની છે.પોલીસને જોઈ ભિક્ષુકોની દોટ જ્યારે AHTU ની ટીમ ગેંડા સર્કલ પાસે તપાસ માટે પહોંચી ત્યારે ભિક્ષુકોના વેશમાં રહેલી મહિલાઓ અને બાળકીઓ રિક્ષામાં બેસીને નાસી છૂટી હતી. ચોંકાવનારી વાત તો એ બની કે, આંબેડકર સર્કલ પાસે જે ભિક્ષુકો અત્યાર સુધી શારીરિક અસમર્થ હોવાનો ડોળ કરતા હતા, તેઓ પોલીસની ગાડી જોતા જ સામાન્ય માણસ કરતા પણ વધુ ઝડપે દોડવા લાગ્યા હતા. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે ભીખ માંગવી એ હવે માત્ર મજબૂરી નહીં પણ એક સંગઠિત વ્યવસાય બની ગયો છે. બાળ તસ્કરી અને મજૂરી પર તપાસ AHTU ના PI સી.એચ. આંસુન્દ્રાએ જણાવ્યું હતું કે, "બાળ મજૂરી રોકવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ભીખ માંગતા બાળકો ખરેખર તે મહિલાઓના જ છે કે પછી તેમને બાળ તસ્કરી (Trafficking) દ્વારા અહીં લાવવામાં આવ્યા છે." અત્યાર સુધીમાં 'બાળગોકુલમ' માં 100 જેટલા બાળકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચાઈલ્ડ હેલ્પલાઈન અને પોલીસની આ તપાસનો મુખ્ય હેતુ બાળકો પાસે જબરદસ્તી ભીખ મંગાવતા તત્વોને પકડવાનો અને માસૂમ બાળકોને આ નરકમાંથી બહાર કાઢી તેમનું ભવિષ્ય સુધારવાનો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward