Nadiad News: SC કન્યા છાત્રાલયમાં પજવણીના મામલે DSPને આપ્યું આવેદન
નડિયાદમાં આવેલી અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થિનીઓની સુરક્ષા જોખમાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે છાત્રાલય પર પથ્થરમારો કરવો અને લાઈટના ફોકસ ફેંકી દીકરીઓને માનસિક રીતે પરેશાન કરવાના મામલે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.છાત્રાલયમા કાયમી પોલીસ બંદોબસ્તની માગકોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અઠવાડિયા કરતા વધુ સમયથી દીકરીઓ હેરાન થઈ રહી હોવા છતાં નડિયાદ પશ્ચિમ પોલીસ અને LIB તંત્ર સંપૂર્ણ નિષ્ક્રિય અથવા મૌન છે. પોલીસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા આ મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં દીકરીઓની સુરક્ષા માટે છાત્રાલયમાં કાયમી પોલીસ બંદોબસ્ત, સઘન રાત્રિ પેટ્રોલિંગ અને હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી છે. રાત્રી પેટ્રોલિંગ તેમજ હોસ્ટેલમાં CCTVની માગતે ઉપરાંત, વોર્ડન અને જે અધિકારીઓએ દીકરીઓની રજૂઆતને નજરઅંદાજ કરી છે તેમની સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવા જણાવાયું છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો અનુસૂચિત જાતિની દીકરીઓના હક અને સુરક્ષા માટે રાજ્ય સ્તરે ઉગ્ર લોકશાહી આંદોલન છેડવામાં આવશે. 40થી વધુ વિદ્યાર્થિનીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે ત્યારે તંત્ર આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward